શનિદેવને કરવા છે પ્રસન્ન, તો કરો શનિદેવની આ આરતી, સ્તુતિ અને મંત્રોના જાપ.

0
218

શ્રી શનિ નામ સ્તુતિ તેમજ શનિદેવના પ્રમુખ મંત્રના જાપ અને આ આરતીનું ગાઈને મેળવો તેમની કૃપા.

હિંદુ ધર્મમાં દરેક દિવસનું પોતાનું મહત્વ હોય છે. અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત છે. તે જ ક્રમમાં, શનિવાર ન્યાયના દેવતા શનિને સમર્પિત છે. આ દિવસે શનિદેવની વિધિ-વિધાન અનુસાર પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો શનિદેવ કોઈ પર પ્રસન્ન થાય છે તો તેની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. શનિવારે શનિદેવની પૂજા કરવાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિદોષ ઉત્પન્ન થાય છે, તો તેણે સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. પરંતુ શનિદેવના શુભ પ્રભાવથી વ્યક્તિને જીવનમાં તમામ પ્રકારની ખુશીઓ મળે છે. આવી સ્થિતિમાં શનિદેવને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે દર શનિવારે પૂજા સાથે શનિદેવની આરતી, સ્ત્રોત અને મંત્રોનો જાપ કરવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. ચાલો અહીં સંપૂર્ણ આરતી અને શનિ સ્તુતિ વાંચીએ.

શનિદેવની આરતી :

જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી।

સૂર્ય પુત્ર પ્રભુ છાયા મહતારી॥

જય જય શ્રી શનિ દેવ….

શ્યામ અંગ વક્ર-દૃષ્ટિ ચતુર્ભુજા ધારી।

ની લામ્બર ધાર નાથ ગજ કી અસવારી॥

જય જય શ્રી શનિ દેવ….

ક્રીટ મુકુટ શીશ રાજિત દિપત હૈ લિલારી।

મુક્તન કી માલા ગલે શોભિત બલિહારી॥

જય જય શ્રી શનિ દેવ….

મોદક મિષ્ઠાન પાન ચઢત હૈં સુપારી।

લોહા તિલ તેલ ઉડદ મહિષી અતિ પ્યારી॥

જય જય શ્રી શનિ દેવ….

દેવ દનુજ ઋષિ મુનિ સુમિરત નર નારી।

વિશ્વનાથ ધરત ધ્યાન શરણ હૈં તુમ્હારી॥

જય જય શ્રી શનિ દેવ ભક્તન હિતકારી।।

શનિદેવના પ્રમુખ મંત્ર :

જાણો શનિદેવની પૂજા કરતા સમયે કયા મંત્રોનો જાપ કરવો શુભ માનવામાં આવે છે.

શનિ ગાયત્રી મંત્ર :

ૐ શનૈશ્ચરાય વિદમહે છાયાપુત્રાય ધીમહિ ।

શનિ બીજ મંત્ર :

ૐ પ્રાં પ્રીં પ્રોં સ: શનૈશ્ચરાય નમઃ ।।

શનિ સ્તોત્ર :

ૐ નીલાંજન સમાભાસં રવિ પુત્રં યમાગ્રજમ ।

છાયામાર્તંડ સંભૂતં તં નમામિ શનૈશ્ચરમ ।।

શનિ પીડ઼ાહર સ્તોત્ર :

સુર્યપુત્રો દીર્ઘદેહો વિશાલાક્ષ: શિવપ્રિય: ।

દીર્ઘચાર: પ્રસન્નાત્મા પીડાં હરતુ મે શનિ: ।।

તન્નો મંદ: પ્રચોદયાત ।।

શનિદેવને પ્રસન્ન કરવા વાળા સરળ મંત્ર

ૐ શં શનૈશ્ચરાય નમઃ

ૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ

ૐ શન્નો દેવિર્ભિષ્ઠયઃ આપો ભવન્તુ પીતયે। સય્યોંરભીસ્રવન્તુનઃ।।

શ્રી શનિ નામ સ્તુતિઃ

ક્રોડં નીલાઞ્જનપ્રખ્યમ્ નીલવર્ણસમસ્રજમ્ ।

છાયામાર્તણ્ડસમ્ભૂતં નમસ્યામિ શનૈશ્ચરમ્ ॥

નમોઽર્કપુત્રાય શનૈશ્ચરાય નીહારવર્ણાઞ્જનમેચકાય ।

શ્રુત્વા રહસ્યં ભવકામદશ્ચ ફલપ્રદો મે ભવ સૂર્યપુત્ર ॥

નમોઽસ્તુ પ્રેતરાજાય કૃષ્ણદેહાય વૈ નમઃ ।

શનૈશ્ચરાય ક્રૂરાય શુદ્ધબુદ્ધિપ્રદાયિને ॥

॥ ફલ્શ્રુતિઃ ॥

ય એભિર્નામભિઃ સ્તૌતિ તસ્ય તુષ્ટો ભવામ્યહમ્ ।

મદીયં તુ ભયં તસ્ય સ્વપ્નેઽપિ ન ભવિષ્યતિ ॥

॥ શ્રીભવિષ્યપુરાણે શ્રીશનિનામસ્તુતિઃ સમ્પૂર્ણા ॥

શનિ સ્તુતિનો પાઠ કરવાથી થતા લાભ :

શનિદેવની ઉપાસના કરવાથી જીવન સુખી બને છે.

શનિની મહાદશા અને અંતર્દશામાં લાભ થાય છે.

શનિની સાડાસાતીમાં લાભ થાય છે.

કોર્ટ સંબંધિત કાર્યોમાં સફળતા મળે છે.

અકસ્માતો સામે રક્ષણ મળે છે.