શનિની ત્રીજી દૃષ્ટિ કરી નાખે છે બરબાદ, જાણો તેની અસર કેવી હોય છે, અને તેના ઉપાય કયા છે.

0
175

જો તમારી જન્મ કુંડળીમાં શનિ આ જગ્યા પર છે તો સાવચેત રહેવાની છે જરૂર, જાણો તેના પરિણામ વિષે.

29 એપ્રિલે શનિ ગ્રહ મકર રાશિમાંથી કુંભ રાશિમાં આવી ગયો છે. જ્યોતિષના મતે જ્યારે પણ શનિ ગ્રહ રાશિ બદલે છે, ત્યારે દેશ અને દુનિયામાં મોટી ઉથલપાથલ થાય છે.

શનિને સૌથી ધીમી ગતિનો ગ્રહ કહેવામાં આવે છે. આ ગ્રહ અઢી વર્ષમાં એકવાર પોતાની રાશિ બદલે છે. આ રીતે શનિને સૂર્યની આસપાસ સંપૂર્ણ પરિક્રમા કરવામાં 30 વર્ષનો સમય લાગે છે. આ ગ્રહ તેની આગળ અને પાછળની રાશિ પર પણ અસર કરે છે. ધાર્મિક ગ્રંથોમાં શનિની દૃષ્ટિને અશુભ માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં શનિની ત્રણ દૃષ્ટિ માનવામાં આવી છે. તેમાંથી ત્રીજી દૃષ્ટિ ખૂબ જ ઘાત-ક માનવામાં આવે છે. કુંડળીના જે ઘર (ભાવ) પર શનિની ત્રીજી દૃષ્ટિ હોય છે તે ઘર સંબંધિત અશુભ પરિણામ જીવનભર જોવા મળે છે. જાણો શનિની ત્રીજી દૃષ્ટિ સાથે જોડાયેલી ખાસ વાતો વિશે.

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કુંડળી જે ઘરમાં શનિની સ્થિત હોય છે ત્યાંથી તે ત્રીજા, સાતમા અને દસમા ઘરને જુએ છે. એટલે કે આ ત્રણેય ઘરોમાં બેઠેલા ગ્રહો પર તેની દૃષ્ટિ હોય છે. શનિ આ ગ્રહોના શુભ પ્રભાવને પ્રભાવિત કરે છે. શનિની ત્રીજી દૃષ્ટિ સૌથી શક્તિશાળી અને ખતરનાક માનવામાં આવે છે. જન્મ કુંડળીમાં જે પણ ઘર પર શનિની ત્રીજી દૃષ્ટિ હોય, વ્યક્તિએ તે ઘર સંબંધિત પરિણામ મેળવવા માટે સંઘર્ષ અને મહેનત કરવી પડે છે.

આ છે શનિની ત્રીજી દૃષ્ટિની અસર :

જ્યોતિષના મતે જો જન્મ કુંડળીમાં શનિ પ્રથમ ઘરમાં સ્થિત હોય, તો તેની દૃષ્ટિ ત્રીજા, સાતમા અને દસમા ભાવ પર હોય છે. ત્રીજું ઘર ભાઈ અને બહેન સાથે સંબંધિત છે, સાતમું ઘર લગ્ન જીવન સાથે સંબંધિત છે અને દસમું ઘર આજીવિકા એટલે કે નોકરી સાથે સંબંધિત છે. એટલે કે આ ત્રણેય સંબંધિત શુભ પરિણામ મેળવવા માટે વ્યક્તિએ જીવનમાં અથાક સંઘર્ષ કરવો પડે છે.

શનિની ત્રીજી દૃષ્ટિ સૌથી શક્તિશાળી છે. તેથી વ્યક્તિને ભાઈ-બહેનનું સુખ મળતું નથી. કુંડળીના જે ઘર પર શનિની ત્રીજી દૃષ્ટિ પડતી હોય, જો તેનો સ્વામી કુંડળીમાં ઉચ્ચ સ્થાનમાં હોય તો ચોક્કસપણે થોડી રાહત મળી શકે છે, પરંતુ છતાં પણ મહેનત કરવી પડશે.

આ ઉપાયો કરવાથી શનિની ત્રીજી દૃષ્ટિની અસર ઓછી કરી શકાય છે.

1) ગરીબ, જરૂરિયાતમંદ અને કોઢના દર્દીઓની સતત સેવા કરવાથી શનિની ત્રીજી દૃષ્ટિનો અશુભ પ્રભાવ ઓછો કરી શકાય છે.

2) શનિવારે લાલ ધાબળાનું આસન બિછાવીને, લાલ ધોતી કે સાલ પહેરીને, હનુમાનજીની મૂર્તિની સામે તેલનો દીવો રાખીને, 21 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શનિદેવની ત્રીજી દૃષ્ટિથી રાહત મળે છે.

3) શનિવારે કાળા ઘોડાને દોઢ કિલો પલાળેલા ચણા ખવડાવવાથી શનિદેવની દૃષ્ટિથી રાહત મળે છે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.