શનિદેવનું અનોખું મંદિર જ્યાં કોયલના રૂપમાં શ્રીકૃષ્ણએ શનિદેવને આપ્યા હતા દર્શન.

0
381

કોકિલાવન મંદિર જ્યાં ફક્ત પરિક્રમા કરવાથી શનિ દેવ ક્યારેય કષ્ટ પહોંચાડતા નથી, દરેક ઈચ્છા થાય છે પૂરી.

ઉત્તર પ્રદેશમાં ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરા પાસે કોસી કલામાં શનિદેવનું એક ખુબ જ પ્રસિદ્ધ મંદિર છે જેનું નામ કોકિલાવન ધામ શનિ મંદિર છે. આ મંદિરનો ભગવાન શ્રીકૃષ્ણ સાથે પણ ખાસ સંબંધ છે. એવી માન્યતા છે કે, જો કોઈ ભક્ત આ મંદિરમાં આવીને શનિદેવ પર તેલ ચઢાવે છે તો તેને શનિના પ્રકોપ અને કુદ્રષ્ટિથી મુક્તિ મળી જાય છે. સાથે જ મંદિરની પરિક્રમા કરવાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પૂરી થવાની વાત પણ કહેવામાં આવે છે.

મંદિરની પરિક્રમા કરવા વાળાઓને શનિ કષ્ટ પહોંચાડતા નથી : ધાર્મિક માન્યતાઓ મુજબ કોસી કલાની આ જગ્યા પર પોતે ભગવાન કૃષ્ણએ શનિદેવને દર્શન આપ્યા હતા અને વરદાન આપ્યું હતું કે, જે પણ મનુષ્ય સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે આ વનની પરિક્રમા કરશે તેને શનિ ક્યારેય કષ્ટ પહોંચાડશે નહિ.

કોકિલાવન મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કથા : શનિદેવ ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભક્ત છે. અને એવી માન્યતા છે કે, પોતાના ઇષ્ટ દેવના દર્શન કરવા માટે એક વખત શનિદેવે ખુબ તપસ્યા કરી, ત્યારે જઈને આ વનમાં ભગવાન શ્રીકૃષ્ણએ તેમને કોયલના રૂપમાં દર્શન આપ્યા હતા. જે વનમાં ભગવાન શ્રીકૃષ્ણએ શનિદેવને દર્શન આપ્યા હતા આજે તે સ્થળ કોકિલાવન નામથી ઓળખાય છે, અને શનિદેવનું આ મંદિર તે જ જગ્યા પર આવેલું છે.

ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સાથે જોડાયેલી વધુ એક કથા : જયારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો ત્યારે બધા દેવી-દેવતા તેમના દર્શન કરવા પહોંચ્યા, તેમની સાથે શનિ દેવ પણ હતા. પરંતુ શ્રીકૃષ્ણની માતા યશોદાએ શનિદેવને પોતાના પુત્રના દર્શન કરવા દીધા નહિ. તેમને લાગ્યું કે ક્યાંક શનિદેવની વક્ર દ્રષ્ટિ તેમના પુત્ર પર ન પડી જાય. આ ઘટનાથી શનિદેવ ખુબ નિરાશ થયા અને નંદગાંવની નજીક વનમાં કઠોર તપસ્યા કરવા લાગ્યા. ત્યારે શ્રીકૃષ્ણ, શનિદેવની તપસ્યાથી ભાવુક થયા અને કોયલ રૂપમાં તેમને દર્શન આપ્યા.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.