શનિની દૃષ્ટિથી ભગવાન શિવ પણ નથી બચી શક્યા, વાંચો પૌરાણિક કથા.

0
461

ભગવાન શિવ શનિ દેવના ગુરુ હોવા છતાં પણ શનિ દેવની દૃષ્ટિથી બચી શક્યા નહિ. શનિદેવ નિષ્પક્ષ દંડાધિકારી છે. ભલે દેવ હોય કે અસુર માણસ હોય કે પશુ સૌથી તેના કર્મોના આધારે તે દંડ આપે છે.

ભગવાન શિવ છે તેના ગુરુ : હિંદુ શાસ્ત્રોમાં જોવાથી ખબર પડે છે સ્વયં ભગવાન શિવ જ સૂર્ય પુત્ર શનિદેવના ગુરુ છે. તેના આશીર્વાદથી જ યમના ભાઈ શનીને દંડાધિકારી પસંદ કરવામાં આવ્યા છે.

એક વખત શિવને પણ છોડ્યા ન હતા શનીએ : કૈલાશ પર્વત ઉપર એક દિવસ શિવજી બીરાજમાન હતા ત્યારે શનિદેવ તેના દર્શન કરવા આવી ગયા. તેના ગુરુને પ્રણામ કરીને શનિદેવે જણાવ્યું કે મહાદેવ મને ક્ષમા કરો, કાલે હું તમારી રાશિમાં પ્રવેશ કરવાનો છું અને મારી વક્ર દ્રષ્ટિથી તમે બચી નહિ શકો. શિવજી જાણીને દંગ રહી ગયા કે તેના શિષ્ય તેના કર્મને કરવામાં તેમને પણ નથી છોડતા. શિવજીએ શનિદેવને કહ્યું કે કેટલો સમય સુધી તેમને શનિદેવની વક્ર દ્રષ્ટિનો સામનો કરવો પડશે. ત્યારે શની દેવ બોલ્યા કે તેમની દ્રષ્ટિ કાલે સવા પહર સુધી રહેશે.

બીજા દવિસે ચિંતિત મહાદેવ સવારે જ ધરતી લોક જતા રહ્યા અને શનીથી બચવા માટે હાથીનો વેશ ધરીને આમ તેમ છુપાતા રહ્યા. જયારે દિવસ આથમી ગયો તો પુનઃ શિવ વેશમાં કૈલાશ આવી ગયા. શિવજી મનમાંને મનમાં ખુશ થઇ રહ્યા હતા કે તેમણે આજે શનિદેવને સારી રીતે છેતર્યા છે.

સાંજે શનિદેવ તેને ફરી વખત મળવા કૈલાશ આવ્યા. શિવજીએ શનિદેવને કહ્યું કે આજે તમારી વક્ર દ્રષ્ટિથી તે બચી ગયા છે. તે સાંભળીને શની હસવા લાગ્યા અને કહ્યું કે તે મારી જ દ્રષ્ટિની અસર હતી કે આજે આખો દિવસ તમે હાથી બનીને ધરતી ઉપર ફરી રહ્યા હતા. તમારે પશુ યોની સહન કરવી પડી તે પણ મારો જ પ્રભાવ હતો. તે સાંભળીને મહાદેવને શની વધુ ગમવા લાગ્યા અને કૈલાશ ઉપર શનીદેવનો જય જયકાર લગાવવા લાગ્યા.

આ માહિતી શિવજી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.