30 એપ્રિલે છે શનિશ્ચરી અમાસ, આ દિવસે પોતાની રાશિ પ્રમાણે આ વસ્તુઓનું દાન કરવાથી મળશે શુભ ફળ.

0
3193

અમાસ તિથિ પર દાન કરવાનું વિશેષ મહત્વ ધાર્મિક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે, જાણો કોણે શું દાન કરવું જોઈએ.

હિંદુ પંચાંગ મુજબ, દર મહિનાના કૃષ્ણ પક્ષની છેલ્લી તિથિને અમાસ કહેવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં આ તિથિના સ્વામી પિતૃ દેવતા હોય છે એવું જણાવવામાં આવ્યુ છે. જ્યારે અમાસ તિથિ શનિવારે આવે છે, ત્યારે તેને શનિશ્ચરી અમાવસ્યા કહેવામાં આવે છે. શનિવારે અમાસ હોવાને કારણે તેનું મહત્વ ઘણું વધી જાય છે.

આ વખતે 30 એપ્રિલે શનિશ્ચરી અમાસનો યોગ બની રહ્યો છે. તે 2022 ની પ્રથમ શનિશ્ચરી અમાસ હશે. ઉપરાંત, આ દિવસે સૂર્યગ્રહણ પણ હશે, પરંતુ તે ભારતમાં દેખાશે નહીં, તેથી અહીં તેનો સુતક કાળ માનવામાં આવશે નહીં.

ઉજ્જૈનના જ્યોતિષ પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે અમાસ તિથિ પર દાન કરવાનું વિશેષ મહત્વ ધાર્મિક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે. અને જો આ દાન રાશિ પ્રમાણે કરવામાં આવે તો તેના શુભ ફળ પણ વહેલા પ્રાપ્ત થાય છે. આગળ જાણો અમાસ પર રાશિ પ્રમાણે શું દાન કરવું તમારા માટે શ્રેષ્ઠ રહેશે.

મેષ રાશિ : આ રાશિના લોકો ઘઉં, મસૂરની દાળ, લાલ રંગના કપડાં, ગોળ, લાલ ચંદન, લાલ ફૂલ, સોનું, તાંબુ, કેસર, કસ્તુરી વગેરેનું દાન કરી શકે છે. તેનાથી તેઓ શુભ ફળ મેળવી શકે છે.

વૃષભ રાશિ : આ રાશિના લોકો શુભ ફળ મેળવવા માટે ચોખા, ખાંડ, ચાંદી, મોતી, સફેદ વસ્ત્ર, ઘી, તેલ, લોખંડનો બળદ વગેરે વસ્તુઓનું દાન કરી શકે છે.

મિથુન રાશિ : આ રાશિના લોકો શનિશ્ચરી અમાસ પર પિત્તળના વાસણો, લીલા વસ્ત્રો, હાથીદાંત, ઘી, પૈસા, પન્ના રત્ન, સોનું, તમામ પ્રકારના ફૂલ, કપૂર, શંખ, ફળ વગેરેનું દાન કરી શકે છે.

કર્ક રાશિ : આ રાશિના લોકો માટે ચોખા, સફેદ વસ્ત્ર, સફેદ ચંદન, સફેદ ફૂલ, ખાંડ, ચાંદી, સફેદ બળદ, ઘી, શંખ, દહીં, મોતી અને કપૂરનું દાન શુભ હોય છે.

સિંહ રાશિ : આ રાશિના લોકો ઘઉં, મોતી, ગાય, કમળના ફૂલ, લાલ ચંદન, લાલ વસ્ત્ર, સોનું, તાંબુ, કેસર, ચોખા, ચાંદી, ઘી અને મૂંગા રત્નો જેવી વસ્તુઓનું દાન કરી શકે છે.

કન્યા રાશિ : શનિશ્ચરી અમાસ પર આ રાશિના લોકોએ કાંસાના વાસણો, લીલા વસ્ત્રો, હાથીદાંત, ઘી, શંખ, ફળ, ચોખા અને ઘીનું દાન કરવું જોઈએ. તેનાથી તેમને શુભ ફળ મળશે.

તુલા રાશિ : આ રાશિના લોકો ચોખા, ખાંડ, હીરા, ચાંદી, મોતી, સફેદ વસ્ત્ર અને સોનાનું દાન કરી શકે છે. તેનાથી પૂર્વજોની આત્માને શાંતિ મળશે.

વૃશ્ચિક રાશિ : આ રાશિના લોકોએ જરૂરિયાત ધરાવતા લોકોને જમીન, મસૂરની દાળ, લાલ રંગના કપડાં, ગોળ, લાલ ચંદન વગેરે વસ્તુઓ દાન કરવી જોઈએ. તેનાથી તેમને દરેક બાબતમાં સફળતા મળશે.

ધનુ રાશિ : આ રાશિના લોકોએ શનિશ્ચરી અમાસ પર ઘઉં, મકાઈ વગેરે પીળા અનાજ, પીળા વસ્ત્રો, સોનું, ઘી, પીળા ફળ, પુખરાજ રત્ન અને હળદર વગેરેનું દાન કરવું જોઈએ.

મકર રાશિ : આ રાશિના લોકોએ અમાસ પર સાત પ્રકારના અનાજ, નીલમ રત્ન, તલ, વાદળી રંગના કપડાં, ફૂલ, કાળી ગાય, ધાબળા, ઊની કપડાં વગેરે જરૂરિયાતમંદોને દાન કરવા જોઈએ.

કુંભ રાશિ : આ રાશિ પણ મકર રાશિ જેવી જ છે. આ રાશિના લોકો તેલ, સાત પ્રકારના અનાજ, કાળા કે વાદળી વસ્ત્ર, ત-લ-વા-ર, ચંપલ, લોખંડ, કસ્તુરી, અડદ વગેરે વસ્તુઓનું દાન કરી શકે છે.

મીન રાશિ : આ રાશિના લોકો શનિશ્ચરી અમાસ પર પીળા અનાજ, પીળા વસ્ત્રો, સોનું, ઘી, પીળા ફળ, પોખરાજ રત્ન, હળદર, ઘોડો, પુસ્તક, પૈસા, મધ, ખાંડ, મીઠું વગેરે વસ્તુઓનું દાન કરી શકે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.