શંકરદાદાએ બ્રાહ્મણને 3 અને અંધ વાણિયાને 1 વરદાન આપ્યું, છતાં ફક્ત વાણીયો સુખી થયો, જાણો કેમ.

0
5511

“વાણિયાનું ડહાપણ”

(ખાસ નોંધ : આ પહેલાના વખતની સ્ટોરી છે તો કોઈએ જાતિના નામની ખોટી પાઘડી પહેરી ઊંધું લેવું નહિ. આને બોધ કથા તરીકે લેવી.)

એક હતો આંધળો વાણિયો અને એક હતો તેનો અલમસ્ત પાડોશી બ્રાહ્મણ. બ્રાહ્મણ હમેશાં લોટ માગી પેટનું પૂરું કરે અને વાણિયો દુ:ખમાં દિવસો વીતાવે.

બને ખરેખરા દોસ્તાર, બેયને સાંજે ભેગા થઈ મોડી રાત સુધી ગપ્પાં મારવાં જોઈએ. વાણિયો એકાએક (એકલો) હતો અને બ્રાહ્મણને સ્ત્રી તથા એક પુત્રની જંજાળ હતી.

બને મિત્રોએ એક દિવસ શંકરને પ્રસન્ન કરી વરદાન લેવા પછી આનદમાં દિવસો વીતાવવા, આવો વિચાર કર્યો અને બીજે દિવસે બંને જણ ચાલી નીકળ્યા.

ચાલતાં ચાલતાં એક નદીકિનારે શંકરનું દેવળ આવ્યું. વાણિયો અને બ્રાહ્મણ સ્નાન કરીને શંકરની માળા કેરવવા લાગ્યા. ખાવું’ નહિ, પીવું નહિ, અને બસ એક શંકરના નામની જ જપમાળા જપવા લાગ્યા.

એક દિવસ, બે દિવસ અને ત્રણ દિવસ એમ જ્યારે ત્રણ કડાકા થયા ત્યારે શંકર પ્રસન્ન થયા.

શંકરે પ્રસન્ન થઈ કહ્યું, ‘કેમ બચ્ચા, શા માટે ભૂખે મ-રો*છો?’

વાણિયો અને બ્રાહ્મણ બંને એક સાથે બોલી ઊઠ્યા, ‘વરદાન આપો દેવ.’

બ્રાહ્મણના ઘરમાં ત્રણ માણસો હતા. એટલે બ્રાહ્મણને ત્રણ વરદાન આપ્યાં અને કહ્યું : ‘તું, તારી સ્ત્રી અને તારો પુત્ર એક એક ગમે તે વરદાન મનમાં ચીંતવશો તે ફળશે. અને તે પ્રમાણે થશે.’ અને વાણિયાને કહ્યું : ‘તને એક વરદાન આપુ છું, તું માગીશ તે મળશે. કારણુ, તું એક છે એટલે એક.’ રાજી થતા બંને ઘેર આવ્યા.

બ્રાહ્મણે તો સવારમાં ઊઠી નાહી ધોઈ સ્ત્રીને કહ્યું : ‘તું વરદાન માંગ કે હું સુદર સ્ત્રી બની જાઉં. એટલે તારા વરદાન પ્રમાણે તું સુદર બની જઈશ.’

સ્ત્રીએ શંકરનું સ્મરણ કરી કહ્યું : ‘હું સુંદર બની જાઉં.’ અને સ્ત્રી બહુ જ સુંદર બની ગઈ. સોળ વરસની જાણે આકાશ પરી જ જોઈ લ્યો.

બ્રાહ્મણ તો તેનું સ્વરૂપ જોઈ ગાંડો જ બની ગયો. પોતાના વરદાનથી પૈસો અને છોકરાના વરદાને સરસ માગણી કરીશ એવા શેખચલ્લીના વિચારોમાં આનંદ માનવા લાગ્યો.

સ્ત્રી પાણી ભરવા જતી હતી ત્યાં વચ્ચે રાજાની ગાડી તેને સામે મળી. ખહું જ સ્વરૂપવતી સ્ત્રી જેઈને રાજ મોહ્યો અને તેણીને પોતાની ગાડીમાં બેસાડી દીધી.

બ્રાહ્મણ આ વાત સાંભળી ધુંવાફુંવા થયો. પોતાના દીકરાને કહે, ‘દીકરા, અહીં આવ અને તારા વરદાનથી માગ કે તારી માં ત્યાં ગધેડી બની જાય.’

દીકરાએ શંકરનું સ્મરણ કરી તેના પિતાએ કહ્યું તે વરદાન માગ્યું. રાજાના મહેલમાં તેની માં ગધેડી બની ગઈ.

રાજના મહેલમાં સ્ત્રીને બદલે ગધેડી બની ગયેલ જોઈને રાજાને વિચાર થયો, “આ શું? નક્કી કંઈક જાદુ હોવો જેઈએ, નહીંતર આમ ન બને.’ રાજએ તો તેને નીચે ઉતારી બે દંડા મારી કાઢી મૂકી. ગધેડી તો ભૂક્તી ભૂક્તી ગઢ બહાર નીકળી. બ્રાહ્મણ અને તેનો દીકરો બહાર તેની રાહ જેતા જ ઊભા હતા. કાન પકડી તેઓ ગધેડીને ધેર લાવ્યા. હવે બાકી એક બ્રાહ્મણનું વરદાન રહ્યું. તેણે શંકરનું સ્મરણ કરી માંગ્યું કે, ‘મારી સ્ત્રી ગધેડીમાંથી હતી તેવી થઈ જાય.’

પછી તે ગધેડીમાંથી હતી તેવી બની ગઈ.

હવે પેલા વાણિયાએ શું કર્યું તે આપણે જોઈએ.

વાણિયો તો સવારમાં નાહી ધોઈને શંકરનું સ્મરણ કરી શું માગવું તેનો વિચાર કરવા લાગ્યો. વાણિયાનું ડહાપણ અદ્ભુત હતું. છેવટે તેણે બહુ જ વિચારીને માગ્યું કે, “હે શંકરદાદા, મારા દીકરાના દીકરાની વહુને સાતમે માળે સોનાની ગોળીએ છાશ ફેરવતાં હું મારી સગી આંખે ભાળું.

કેવી સરસ માંગણી? એક વરદાનમાં કેટલું બધું માગી લીધું!

દીકરાના દીકરા થાય ત્યાં સુધી લાંબી આયુષ્ય પામી સાથે પોતાને આંખ મળે, સારા સાતની હવેલી અને સોનાની ગો-ળી જેટલી સમૃદ્ધિ માગી.

વાણિયાની બુદ્ધિના બધા વખાણ કરવા લાગ્યા.

બ્રાહ્મણ તો નિરાશ થઈને વાણિયા પાસે આવ્યો.

વાણિયે તેની વાત સાંભળીને કહ્યું : ‘મુંઝાઈશ નહીં ખા, પી ને મજા કર.’ વળી બંને જણાએ ખાધું પીધું ને લહેર કરી.

કેમ દોસ્તો, વાણિયો કેવો ડહાપણવાળો!

લેખક – ધૈર્યચંદ્ર બુદ્ધ.

બોધ : આપણે જીવનમાં હંમેશા સારી રીતે સમજી વિચારીને જ નિર્ણય લેવા.