એકવાર શાંત ચિતે આ કવિતા વાંચો, આંખ માં આંસુ આવી જશે.

0
557

હયાત દેહ ને હેત ઘણુ, અને જુવાન જોધ વીસરી જાય છે,

કુદરત તારી કૃપા ગણવી કે લાગણી ઓછી થતી જાય છે,

ઉછેરી મોટી કરી આંગણે, દિકરી ને વ્હાલ ખુબ વરસાવાય છે,

પારકા ઘરે પગલા કરે, પછી કાળજુ પણ કઠણ થઇ જાય છે,

ભીને થી સુકવ્યા કોરે, જેને મુખમાં કોળિયા દઇ મોટા કર્યા,

નિજ સંતાન ને પરણ્યા પછી, માવતર ભારેખમ દેખાય છે,

ભણેલ, ગણેલ, ચતુર, હોશિયાર, માત્ર શબ્દ સારા દેખાય છે,

“રાજ ” અભણ ઘેર આબરુ, અને માઁ બાપ બન્ને સચવાય છે

રચના – રાજેશભાઇ એસ કુકરવાડિયા, (વ્યાસ) ધ્રુવનગર, મોરબી.