ભાગ 1 થી 10 તમે અમારા પેજ પર વાંચી શકો છો.
સુશીલ સ્ત્રી ના સંસ્કાર.
संयतोपस्करा दक्षा ह्यष्टा व्ययपराङ्गमुखी |
कुर्याच्छ्वशुर्यो: पादवन्दनं भर्तृतत्परा ||
સ્ત્રી ઘરના ઉપસ્કર (સામાન) ને સંભાળીને રાખવા વાળી, કુશળ, પ્રસન્નચિત્ત, ખર્ચ ન કરવા વાળી, તથા પતિના વશ-વર્તીની હોય. એ સસરા-સાસુના ચરણ સ્પર્શી પ્રણામ કરે.
[याज्ञवल्क्य स्मृति – आचाराध्याय – 1.83]
આત્મજ્ઞાન એક વાર માટે છે.
क्षिरात्सर्पिर्यथोद्धृत्य क्षिप्तं तस्मिन्न पूर्ववत् |
बुद्ध्यादेर्ज्ञस्तथाअसत्यान्न देही पूर्ववद्भवेत् ||
દૂધમાંથી માખણ રૂપી ઘી નીકાળ્યા પછી ફરી દૂધમાં નાખવાથી એ પહેલા જેવું દૂધ નથી બનતું, બસ એવી જ રીતે બુદ્ધિ આદી અસત્ય સમુદાયમાંથી આત્માને (વિવેક દ્વારા) અલગ સમજ્યા પછી સર્વ વ્યવહાર કરવાથી પણ પૂર્વ જેવું દેહાભિમાન થતું નથી.
[उपदेशसाहस्त्री – 17.61]
કુળવાન નીચ કાર્ય નથી કરતા.
वनेअपि सिंहा न नमन्ति पर्णं बुमुक्षिता नाशनिरीक्षणश्च |
धनैर्विहीना: सुकुलेषु जाता न नीचकर्माणि समाचरन्ति ||
વનમાં રહેતા સિંહ જ્યારે ભૂખ્યા થાય છે તો પણ નાશ હોવાને તૈયાર થઇ ઘાસ અને પર્ણની તરફ નથી ઝુકતા, એવી જ રીતે ધન હીન થવા પર પણ ઉત્તમ કુળમાં જન્મેલા લોકો ધન પ્રાપ્તિ માટે નીચ માર્ગ નથી અપનાવતા.
[गरुडपुराण – नीतिसार – 115.14]
વિદ્યાનું મહાત્મ્ય.
विद्वान प्रशस्यते लोके विद्वान् गच्छति गौरवम् |
विद्यया लभते सर्वं विद्या सर्वत्र पूज्यते ||
આ સંસારમાં વિદ્વાનની પ્રસંશા થાય છે. આદર, સમ્માન અને ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે. પ્રત્યેક વસ્તુની પ્રાપ્તિ વિદ્યા દ્વારા થાય છે. વિદ્યા સર્વત્ર પૂજનીય છે.
[चाणक्यनीति – 8.20]
પરમાત્મા વિયોગની કીંમત.
यदा ह्येवैष एतस्मिन्नु दरमन्तरं कुरुते |
अथ तस्य भयं भवति | तत्तेव भयं विदुषो मन्वानस्य ||
જ્યાં સુધી થોડો પણ પરમાત્માથી વિયોગ છે ત્યાં સુધી જન્મ -મ-રુ ત્યુનો ભય રહેતો હોય છે, માત્ર મૂર્ખોને જ નહિ, પરંતુ અભિમાની શાસ્ત્રજ્ઞ વિદ્વાનોને પણ.
[तैत्तिरीय उपनिषद – 2.7.4]
સત્યની જ જીત થાય છે.
सत्यमेव जयति नानृतं सत्येन पन्था वितर्ता देवयान: |
येन क्रमनतृषयो ह्याप्तकामा यत्र तत्सत्यस्य परमं निधानम् ||
સત્યની જ જીત થાય છે, અસત્યની નહિ. એ દેવયાનમાર્ગ સત્યથી જ વ્યાપ્ત છે જેનાથી પૂર્ણકામ ઋષિગણ ગમન કરે છે, જ્યાં એ સત્ય સ્વરૂપ પરમાત્માનું પરમધામ છે.
[मुण्डकोपनिषद – 3.1.6]
શીલ (ગુણ) વાન મનુષ્ય બનો.
येषां न विधा न तपो न दानं ज्ञानं न शिलं न गुणो न धर्म: |
ते मर्त्यलोके भुदि भारभूता मनुष्यरूपेण मृगाश्चरन्ति ||
જેમની પાસે ન વિદ્યા છે, ન તપ, ન દાન, નહિ જ્ઞાન, ન શીલ (સત-ચરિત્ર), ન ગુણ અને નહિ ધર્મ, એ મ-રુ ત્યુલોક (પૃથ્વી) પર ભાર રૂપ મનુષ્યરૂપમાં પશુ જ છે.
[नीतिशतक – 13]
સંસારના વિષયોને ત્યજો
कामानुसारी पुरुष: कामाननु विनश्यति |
कामान् व्युदस्य धुनुते यत् किञ्चित् पुरुषो ||
વિષયોને અનુસરનાર પુરુષ વિષયોની પાછળ નાશ પામે છે; પણ વિષયોનો ત્યાગ કરનાર પુરુષ પોતાના સમસ્ત પાપોનો નાશ કરે છે.
[सनस्तुजात् उपदेश – 2.13]
માં-બાપની પ્રધાનતા
जीवतोरस्वतन्त्र: स्याज्जरयापि समन्वित: |
तयोरपि पिता श्रेयान् बिजप्राधान्यदर्शनात् ||
માં-બાપ જીવિત છે તો ઘરડા હોવા પર પણ પુત્ર સ્વચ્છંદ થઇ ધનનો સ્વામી નથી બની શકતો. એ બંને (પિતા – પુત્ર) માં બીજની પ્રધાનતા હોવાને કારણે પિતાની પ્રધાનતા જ માન્ય છે.
[शुक्रनीति – 4.5.288]
આત્માનો સાક્ષાત્કાર
एषु सर्वेषु भूतेषु गूढात्मा न प्रकाशते |
द्रश्यते त्वग्रया बुध्धया सूक्ष्मया सूक्ष्मदार्शभि: ||
સર્વ ભૂત-પ્રાણીઓમાં રહીને પણ છૂપાયેલ આ આત્મા પ્રત્યક્ષ થતો નથી. એ તો માત્ર સૂક્ષ્મ તત્વોને જોનારા પુરુષોથી જ પોતાની તીવ્ર અને સૂક્ષ્મ બુદ્ધિથી જ જોઈ શકાય છે.
[कठोपनिषद – 3.12]
પરમ પદની પ્રાપ્તિ
विज्ञान सारथिर्यस्तु मन: प्रगहवान्नर: |
साध्वन: पारमाप्नोति तद्विष्णो: परमं पदम् ||
જે કોઈ માણસ વિવેકશીલ બુદ્ધિરૂપ સારથિથી યુક્ત તથા મનને વશમાં રાખનારો હોય છે, તે સંસારમાર્ગને પાર કરીને તે વિષ્ણુ (વ્યાપક પરમાત્મા) ના પરમ પદને પ્રાપ્ત કરે છે.
[कठोपनिषद – 3.9]
સાંસારિક સુખ દુખ ક્યાં સુધી
अहङ्कारादि संबन्धो यावदेहेन्द्रियै: सह |
संसारस्तावदेव स्यादात्मनस्त्वविवेकिन: ||
જ્યાં સુધી દેહ અને ઇન્દ્રિઓની સાથે હું અને મારું આદી નો સંબંધ રહેલો છે, ત્યાં સુધી આત્મા અને અનાત્માના વિવેક રહિત જીવનો સુખ-દુ:ખાદીના ભોગ રૂપ સંસાર સાથે સંબંધ રહે છે.
[अध्यात्मरामायण – 3.18]
ભોજનની ચિંતા વ્યર્થ છે.
नाहारं चिन्तयेत् प्राज्ञो धर्ममेकं हि चिन्तयेत् |
आहारो हि मनुष्याणां जन्मना सह जायते ||
બુદ્ધિમાન મનુંષ્યોએ ભોજન પ્રાપ્તિ સંબંધે ચિંતા ન કરવી. એમણે તો માત્ર ધર્મ, કર્મ સંબંધમાં ચિંતન કરવું જોઈએ કારણકે મનુષ્યના જન્મતાની સાથે જ એના ભોજનનો પ્રબંધ થઇ જાય છે.
[चाणक्यनीति – 12.18]
ત્યજ્ય સંસાર રચ્યા પચ્યા રહેવા માટે નથી
पश्य: कामाननुयन्ति बालास्ते मृत्योर्यन्ति विततस्य पाशम् |
अथ धीरा अमृत्वं विदित्वा ध्रुवमध्रुवेष्विह न प्रार्थयन्ते ||
મૂર્ખ મનુષ્યો બાહ્ય ભોગોમાં રચ્યા પચ્યા રહી તેમની પાછળ લાગ્યા રહે છે. તેઓ મ-રુ ત્યુના સર્વત્ર ફેલાયેલા પાશમાં બંધાય છે – તેમાં પડે છે; પરંતુ વિવેકી પુરુષો અમરત્વને ધ્રુવ (નિશ્ચળ) જાણીને સંસારના અનિત્ય પદાર્થોમાંનો કોઈ પણ પદાર્થ મેળવવાની ઈચ્છા કરતા નથી.
[कठोपनिषद – 2.1]
ખેડૂત
गणयन्ति न ये सूर्यं वृष्टिं शीतं च कर्षकाः ।
यतन्ते सस्यलाभाय तैः साकं हि वसामि अहम् ॥
ખેડૂત એ ટાઢ, તડકો કે વૃષ્ટિ ને ગણતરીમાં નથી લેતો અને અન્નનો દાણો ઉગાડવા સતત મંડ્યો રહે છે. એની સાથે હું (ઈશ્વર) જીવું છું.
[सुभाषितम्]
વધુ આવતા અંકે.
સાભાર અલબેલા સ્પીક્સ.
ભાગ 1 થી 10 તમે અમારા પેજ પર વાંચી શકો છો.