ભાગ 1 થી 5 તમે અમારા પેજ પર વાંચી શકો છો.
અસત્ય (સંસાર) માં સારું શું અને ખરાબ શું?
किं भद्र किमभद्रं वा द्वैतस्यावस्तुन: कियत् |
वचोदितं तदनृतं मनसा ध्यातमेव च ||
સંસારની બધી વસ્તુઓ વાણીથી કહી શકાય એવી અને મનથી વિચારી શકાય એવી છે; માટે એ સર્વ અસત્ય છે. જો દ્વૈત જેવું કાંઈ છે જ નહિ તો પછી એમાં સારું શું અને ખરાબ શું?
[श्रीमद्भागवत – 11.28.4]
તત્વજ્ઞાનીઓને સંસાર નથી
वयसि गते क: कामविकार: शुष्के निरे क: कासार: |
क्षीणे वित्ते क: परिवारो ज्ञाते तत्वे क: संसार: ||
આયુ વીતી ગયા પછી કામ વિકાર કેવો? જળ સુકાઈ ગયા પછી સરોવર કેવું? ધન ક્ષીણ થયા પછી પરિવાર કેવો? તત્વજ્ઞાન થઇ ગયા પછી સંસાર કેવો?
[चर्पटपञ्जरिका]
અસંકલ્પથી મોક્ષ છે.
संकल्पत्वं हि बन्धस्य कारणं तत्परित्यज्य |
मोक्षो भवेदसंकल्पात्तदभ्यासं धिया कुरु ||
પ્રત્યેક સંકલ્પ જ બંધનનું કારણ છે, માટે તું એનો ત્યાગ કર; કારણ અસંકલ્પથી મોક્ષ થાય છે, માટે એનો તું બુદ્ધિથી અભ્યાસ કર.
[अन्नपूर्णा उपनिषद – 5.102]
ભૂત માત્રને યથાર્થ સ્વરૂપે જ જુઓ, આત્મ સ્વરૂપે નહિ
पश्य भूतविकारांस्तवं भूतमात्रान् यथार्थत: |
तत्क्षणाद्वन्धनिर्मुक्त: स्वरुपस्यो भविष्यसि ||
ભૂતો (જીવો)ના વિકાર (દેહ, ઈન્દ્રીઓ આદિ) ને યથાર્થ રૂપ થી ભૂત-માત્ર જ જોવા, નહી કે આત્મ સ્વરૂપથી. એ જ સમયે તું બંધનોથી છૂટેલો પોતાના સ્વરૂપમાં સ્થિત થઈશ.
[अष्टावक्रगीता – 9.7]
બ્રાહ્મણ સહુથી શ્રેષ્ઠ છે
भूतानां प्राणिन: श्रेष्ठा: प्राणिनां बुध्धिजीविन: |
बुध्धिमत्सु नरा: श्रेष्ठा नरेषु ब्राह्मणा: स्मृता: ||
પૃથ્વી આદિ પંચમહાભૂતોમાં પ્રાણધારી જીવ શ્રેષ્ઠ છે. પ્રાણીઓમાં એ જીવ શ્રેષ્ઠ છે જે બુદ્ધિથી કાર્ય કરે છે. આ બુદ્ધિમાન પ્રાણીઓમાં મનુષ્ય શ્રેષ્ઠ છે. સર્વ મનુષ્યોની તુલનામાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે.
[मनुस्मृति – 1.97]
ઈશ્વરાર્પણ ઉત્તમમાર્ગી બનો
अप त्यं वृजिनं रिपुं स्तेनमाने दुराध्यम् |
दविष्ठमस्य सत्पते कृधी सुगम् ||
ઈશ્વરમાં ધ્યાન લગાડનાર ઉત્તમ ધર્મમાર્ગ પર અગ્રસર વ્યક્તિનું શત્રુ તથા પાપીજન કાંઈ જ બૂરું નથી કરી શકતા.
[सामवेद – एकादश दशति – 1.9]
વિના ભક્તિ જીવનમાં સુખ નથી
संन्यासस्तु महाबाहो दु:खमाप्तुयोगत: |
योगयुक्तो मुनिब्रह्म न चिरेणाधिगच्छति ||
ભક્તિમાં મન લગાવ્યા વિના માત્ર સમસ્ત કર્મોનો પરિત્યાગ કરવાથી કોઈ સુખ નથી મળી શકતું. પરંતુ ભક્તિમાં રત વિચારવાન વ્યક્તિ શીઘ્ર જ પરમેશ્વરને પ્રાપ્ત કરી લે છે.
[गीता – कर्मयोग – 6]
(મન થી) ક્રિયાનો નાશ કરવો
क्रिया नाशाद्भवेच्चिन्तानाशोऽस्माद्वासनाक्षय: |
वासनाप्रक्षयो मोक्ष: सा जीवन्मुक्तिरिष्यते ||
ક્રિયાનો નાશ થવા પર ચિંતાનો નાશ થાય છે; અને ચિંતાનો નાશ થવા પર વાસનાનો નાશ થાય છે. વાસનાનો નાશ એ જ મોક્ષ છે અને એ જ જીવન્મુક્તિ કહેવાય છે.
[अध्यात्मोपनिषद – 12]
આ કઈ ક્રિયા (Process) ની વાત છે? – A process where we mortgage our happiness to the outside situation. Becoming free from this process is – The whole Science of SPIRITUALITY. ક્રિયા એટલે શરીરથી થતુ કર્મ. અને જ્યાં સુધી “હું” શરીર છું તે અજ્ઞાન દૂર થાય ત્યારે ક્રિયાનો નાશ થાય.
આત્માને કેવી રીતે જાણવો
सत्येन दानेनतपसाऽनाशकेन ब्रह्मचर्येण |
निर्वेदनेनानाशकेन षऽङ्गेनैव साधयेदेतत्त्रयं विक्षेत् ||
એને (આત્માને) તો સત્ય, દાન, તપ, અનશન, બ્રહ્મચર્ય, અખંડ વૈરાગ્ય – આ છ સાધનાઓથી જાણવો જોઈએ.
[सुबालोपनिषद]
વાસ નાઓનો સંપૂર્ણ ત્યાગ એ જ મોક્ષ
अशेषेण परित्यागो वासनायां य उत्तम: |
मोक्ष इत्युच्यते सद्भि: स एव विमलक्रम: ||
શેષ ન રહે એ પ્રકારે વાસ નાઓનો સંપૂર્ણ ત્યાગ એ જ ઉત્તમ છે, આ મોક્ષને સત્પુરુષ નિર્મલક્રમ કહે છે.
[महोपनिषद – 39]
રાજા અને અધિકારી વર્ગે હંમેશ સદાચારી રહેવું
अधिकारिगणो राजा सद्व्रुत्तौ यत्र तिष्ठत: |
उभौ तत्र स्थिरा लक्ष्मीर्विपुला सम्मुखी भवेत् ||
જે રાજ્યમાં અધિકારી વર્ગ અને રાજા બંનેય સદાચારી હોય, એ રાજ્યમાં લક્ષ્મી સ્થિર ભાવથી અત્યધિક માત્રામાં સદાય સામે જ રહે છે.
[शुक्रनीति – 2.254]
આત્મા કેવો હોય છે?
चितितन्मात्रेण तदात्मकत्वादित्यौडुलोमि: |
(આ આત્મા) બહાર-અંદર એમ ભેદ રહિત, કેવળ ચૈતન્યમાત્ર સ્વરૂપમાં સ્થિત રહે છે, એવો આચાર્ય ઔડુલોમિનો મત છે.
[ब्रह्मसूत्र – 4.4.6]
અખિલ જગત વાસ્તવમાં પ્રત્યક્ષ આત્મા જ છે.
ताप्यतापकरुपेण विभातमखिलं जगत् |
प्रत्यगात्मातया भाति ज्ञानाद्वेदान्त्वाक्यजात् ||
અખિલ જગત તાપ્ય અને તાપકરૂપમાં (અજ્ઞાન દશામાં) દેખાય છે; પરંતુ વેદાંત વાકયોથી ઉત્પન્ન થયેલ જ્ઞાનથી કેવળ પ્રત્યગાત્મારૂપ પ્રકાશે છે.
[कठरुद्र उपनिषद – 36]
સૂર્યાસ્ત પશ્ચાત અતિથિને ભોજન અવશ્ય કરાવો
अप्रणोध्योऽतिथि: सायं सूर्योढो गृहमेधिना |
काले प्राप्तस्त्वकाले व नास्यानश्न न्गृहे वसेत् ||
સૂર્ય અસ્ત થયા પશ્ચાત અસમય આવનાર અતિથિને પણ પોતાના ઘરેથી વિના ભોજન કરાવ્યે પાછો મોકલવો ઉચિત નથી.
[मनुस्मृति – 3.105]
વધુ આવતા અંકે.
સાભાર અલબેલા સ્પીક્સ.
ભાગ 1 થી 5 તમે અમારા પેજ પર વાંચી શકો છો.