ભાગ 1 થી 7 તમે અમારા પેજ પર વાંચી શકો છો.
હિતકારી અપ્રિય કહેનારા ને સાંભળનારા બહુ થોડા છે.
सुलभा: पुरुषा राजन् सततं प्रियवादिन: |
अप्रियस्य च पथ्यस्य वक्ता श्रोता च दुर्लभ: ||
સંસારમાં પ્રિય વચન બોલવા વાળા પુરુષ તો બહુ જ મળશે, પરંતુ અપ્રિય હોવા છતાં હિતકારી હોય, એવી વાત કરનાર અને સાંભળનાર દુર્લભ છે.
[वाल्मीकि रामायण – 37.2]
ચિત્ત રૂપી લાખને ભાવ રૂપી ઉષ્ણતાથી બચાવો .
कामक्रोधभयस्नेहहर्ष शोकदयाऽऽदय: |
तापकाश्चित्तजतुनस्तच्छान्तौ कठिनं तु तत् ||
કામ, ક્રોધ, ભય, સ્નેહ, હર્ષ, શોક, દયા આદિ ભાવ ચિત્ત રૂપી લાખને તપાવીને દ્રવિત કરવા વાળા છે. શાંત થવા પર ચિત્ત રૂપી લાખ જેમ ની તેમ કઠોર થઇ જાય છે.
[भक्तिरसायण, मधुसूदनाचार्य – 1.5]
ઉર્ધ્વલોક પણ ત્યાજ્ય છે.
आवृत्तिस्तत्राप्युतरयोनियोगाद्धेय: ||
ઉર્ધ્વલોક (અથવા શ્રેષ્ઠ યો ની) માંથી પણ (પુણ્યકર્મ ક્ષીણ થવા પર) નીચેની યો નીમા આવવું પડે છે; માટે ઉર્ધ્વલોક (સ્વર્ગલોક, મહર્લોક, જનલોક, તપલોક અને સતલોક) પણ ત્યાજ્ય છે.
[साङ्ख्ययोग – 3.52, पातञ्जल परिशिष्ट]
તત્વજ્ઞાનની પ્રાપ્તિ કેવળ જિજ્ઞાસુઓને જ.
नाहं मनुष्यो न च देवयक्षौ न ब्राह्मणक्षत्रियवैश्यशूद्र: |
न ब्रह्मचारी न गृही वनस्यो भिक्षुर्न चाहं निजबोधरूप: ||
તત્વજ્ઞાનની પ્રાપ્તિ ન મનુષ્યને થાયછે કે ન દેવને કે ન તો યક્ષને. ન બ્રાહ્મણને થાય છે, ન ક્ષત્રિયને, ન વૈશ્યને કે ન તો શૂદ્રને. ન બ્રહ્મચારીને થાય છે, ન ગૃહસ્થને, ન વાનપ્રસ્થીને કે ન તો સન્યાસીને. એ તો માત્ર જિજ્ઞાસુઓને જ થાય છે.
[हस्तामलकस्तोत्र]
મુક્તિનો માર્ગ બ્રહ્મમાં આસક્તિ
समासक्तं यदा चित्तं जन्तोविषयगोचरे |
यद्येवं ब्रह्मणि स्यात्तत्को न मुच्येत बन्धनात् ||
જેટલું (સંસારના) વિષયોમાં આસક્ત એવા મનુષ્યનું ચિત્ત જો એટલું જ આસક્ત બ્રહ્મમાં થાય, તો બંધનથી વળી કોણ મુક્ત ન થાય?
[मैत्रायणी उपनिषद – 5]
સર્વ દુ:ખોનો ઉપાય મનોનિગ્રહ
मनसो निग्रहायत्तमभयं सर्वयोगिनाम् |
दुखक्षय: प्रबोधश्चाप्यक्षया शान्तिरेव च ||
સર્વ યોગીજનોનો અભય, દુ:ખ નાશ, જ્ઞાનની ઉપલબ્ધી તથા અમર શાંતિનો આધાર મનના નિગ્રહ (નિરોધ / સંયમ) ઉપર છે.
[माण्डूक्य उपनिषद, अद्वैत प्रकरण – 40]
આત્મા (હું) કોણ.
स्थूलसूक्ष्मकारणशरिराद् व्यतिरिक्त: पञ्चकोशातीत: सन् अवस्थात्रयसाक्षी सच्चिदानन्दस्वरुप: सन् यस्तिष्ठति स आत्मा ||
સ્થૂળ, સૂક્ષ્મ તથા કારણશરીરથી ભિન્ન, પંચકોશથી પૃથક, જાગૃત-સ્વપ્ન-સુષુપ્તિ ત્રણે અવસ્થાઓનો સાક્ષી સચ્ચિદાનંદ સ્વરૂપ એ જ આત્મા છે.
[तत्वबोध]
સાંસારિક વિષય વિ-ષ સમાન
मुक्तिमिच्छसि चेत्तात विषयान्विषवत्त्यज |
જો મુક્તિની ઈચ્છા રાખતા હોવ તો (સંસારના) વિષયોનો વિ-ષ સમાન સમજીને ત્યાગ કરો.
[अष्टावक्रगीता – 1.2]
અધિક સંગ્રહ ન કરો
यावद् भ्रियेत जठरं तावत् स्वत्वं हि देहिनाम् |
अधिकं योऽभि मन्येत स स्तेनो दण्डमर्हति ||
જેટલાથી પેટ ભરાય (શરીર નિર્વાહ થાય), એટલી જ વસ્તુ મનુષ્યની છે, એનાથી અધિક સંગ્રહ કરવું એ ચોરી છે અને એને દંડ મળશે.
[श्रीमदभागवत् – 7.14.8]
આચરણથી જ ધર્મ છે.
सर्वागमानामाचार: प्रथमं परिकल्पते |
आचारप्रभवो धर्मो धर्मस्य प्रभुरच्युत: ||
સર્વ શાસ્ત્રોમાં આચારને પ્રથમ સ્થાન માનેલું છે. આચારથી જ ધર્મની ઉત્પત્તિ થાય છે અને ધર્મના સ્વામી અચ્યુત ભગવાન છે.
[महाभारत, अनुशासन पर्व – 149.137]
ગર્ભપાત ન કરવો
गर्भपातनपापाढया बभूव प्राग्भवेऽण्डज |
साऽत्रैव तेन पापेन गर्भस्थैर्यं न विन्दति ||
જે (સ્ત્રી) પૂર્વ જન્મમાં ગર્ભપાત કરે છે, આ જન્મમાં એ પાપ ને કારણે એનો ગર્ભ સ્થિર નથી રહેતો અર્થાત એ સંતાનહીન રહે છે.
[वृध्दसूर्यारुणकर्मविपाक – 1187.1]
ભક્તને માં નું ઋણ નથી
कुलं पवित्रं जननि कृतार्था वसुन्धरा पुज्यवति च तेन |
अपार संवित्सुखसागरेऽस्मिन् लीनं परे ब्रह्मणि यस्य चेत: ||
જ્ઞાન તથા આનંદના અપાર સમુદ્ર પરબ્રહ્મ પરમાત્મામાં જેનું ચિત્ત વિલીન થઇ ગયું, એનું કુલ પવિત્ર થઇ જાય છે, માતા કૃતાર્થ થઈ જાય છે અને પૃથ્વી પવિત્ર થઇ જાય છે.
[स्कन्द्पुराण – 55.140]
કળયુગમાં કૃષ્ણનું સંકીર્તન
अत्यन्तदुष्टस्य कलेश्यमेको महान् गुण: |
कीर्तनादेव कृष्णस्य मुक्तबन्ध: परं व्रजेत् ||
આ અત્યંત દુષ્ટ કળયુગમાં આ જ એક મહાન ગુણ છે, કે – ભગવાન શ્રીકૃષ્ણનું સંકીર્તન કરવાથી જ મનુષ્ય સમસ્ત બંધનોથી મુક્ત થઇ પરમપદને પ્રાપ્ત કરી લે છે.
[विष्णुपुराण – 6.2.40]
ભગવત્સ્મરણનો મહિમા
लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजय: |
येषामिन्दीवरश्यामो ह्रदयस्थो जनार्दन: ||
જેઓના હૃદયમાં કમળ-દળ સમાન શ્યામવર્ણ ભગવાન જનાર્દન વિરાજે છે; તેઓને નિરંતર લાભ અને વિજય છે, એમની પરાજય કેવી? (એમને દુ:ખ કેવું?)
[गरुडपुराण – उत्तर – 35.45]
સંતોષી રહો
स तु भवति दरिद्रो यस्य तृष्णा विशाला |
मनसि च परितुष्टे कोऽर्थवान् को दरिद्र: ||
જેની તૃષ્ણા મોટી એ દરિદ્ર છે. મન સંતુષ્ટ થયું ત્યાં ધનવાન કોણ અને દરિદ્ર કોણ?
[वैराग्यशतक – 48]
જેવું અન્ન એવી પ્રજા
दीपो भक्षयते ध्वान्तं कज्जलं च प्रसूयते |
यदन्नं भक्षयेन्नित्यं जायते तादृशि प्रजा ||
દિપક અંધકારને ખાઈ કાજળ ઉત્પન્ન કરે છે, એવી જ રીતે મનુષ્ય જેવું અન્ન ખાય છે એવી પ્રજા ઉત્પન્ન કરે છે.
[चाणक्यनीति – 8.3]
ક્રોધ ઉપર ક્રોધ કરવો.
अपकारिणि कोपश्चेत्कोपे कोप: कथं न ते |
धर्मार्थकाममोक्षाणां प्रसह्य परिपन्थिनि ||
અપકાર કરવા વાળા ઉપર જો ક્રોધ થાય છે, તો પછી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – ચારેય પુરુષાર્થનો બળવાન શત્રુ રૂપી ક્રોધ ની ઉપર ક્રોધ કેમ નથી આવતો?
[जीवन्मुक्तिविवेक]
નારીઓનું સન્માન કરો.
यत्र नार्यस्तु पूज्यन्ते तत्र रमन्ते देवता: |
જ્યા નારીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે.
[कल्याण, धर्मशास्त्राङ्क]
વધુ આવતા અંકે.
સાભાર અલબેલા સ્પીક્સ.
ભાગ 1 થી 7 તમે અમારા પેજ પર વાંચી શકો છો.