શાસ્ત્રોક્ત શ્લોકો ભાગ 9 : વાંચો આપણા શાસ્ત્રોના શ્લોકો અને તેનો ગુજરાતી અર્થ અને જાણો કેવી રીતે જીવન જીવવું.

0
417

ભાગ 1 થી 8 તમે અમારા પેજ પર વાંચી શકો છો.

આત્મા કેમ અદ્રશ્ય છે.

रूपं द्रश्यम लोचनं दृक् तद्द्रश्यं दृक् तु मानसम् |

दृश्या धीवृत्तय : साक्षी दृगेव तु न द्रश्यते ||

સર્વપ્રથમ નેત્ર દ્રષ્ટા છે અને રૂપ દ્રશ્ય છે, પછી મન દ્રષ્ટા છે અને નેત્રાદિ ઇન્દ્રિયો દ્રશ્ય છે, પછી બુદ્ધિ દ્રષ્ટા છે અને મન દ્રશ્ય છે. અન્તે બુદ્ધિની વૃત્તિઓનો પણ જે દ્રષ્ટા છે, એ સાક્ષી (સ્વયંપ્રકાશ આત્મા) કોઈનું પણ દ્રશ્ય નથી.

[वाक्यसुधा – 1]

સુખ-દુ:ખ આપણા જ કર્મો થકી છે

सुखस्य दु:खस्य न कोऽपि दाता परो ददातीति कुबुध्धि रेषा |

अहं करोमीति वृथाभिमान: स्वकर्मसूत्रे ग्रथितो हि लोक: ||

સુખ કે દુ:ખ આપનાર કોઈ બીજું નથી. અન્યથા સમજવું કુબુદ્ધિ છે. “હું કરું છું ” – એ વૃથા અભિમાન છે; કારણ લોકો પોતપોતાના કર્મોની દોરીથી બંધાયેલા છે.

[अध्यात्मरामायण – 2.6.6]

પૃથ્વી શેના પર ટકેલી છે.

गोभिर्विप्रैश्च वेदैश्च सतीभि: सत्यवादिभि: |

अलुब्धैर्दानशीलैश्च सप्तभिर्धार्यते मही ||

ગાયો, બ્રાહ્મણ, વેદ, સતી સ્ત્રી, સત્યવાદી, લોભરહિત અને દાનશીલ – આ સાતેય દ્વારા આ પૃથ્વી ધારણ થાય છે અર્થાત ટકેલી છે.

[स्कन्दपुराण – 2.71]

ધર્મનો સાર

श्रूयतां धर्मसर्वस्वं श्रुत्वा वैवावधार्यताम् |

आत्मन: प्रतिकूलानि परेषां न समाचरेत् ||

ધર્મસર્વસ્વ થોડામાં જ કહી દેવામાં આવે તો – જે બાબત પોતાને પ્રતિકૂળ હોય, એ બીજાના પ્રતિ ન કરવી.

[पद्मपुराण – 19.357-358]

સમસ્ત સંસાર કુટુંબ છે.

अयं निज: परो वेत्ति गणना लघुचेतसाम् |

उदारचरितानां तु वसुधैव कुटुंबकम् ||

આ તો અમારું છે અને આ પરાયું છે – આવો વિચાર તો તુચ્છ હૃદય વાળા લોકોને થાય છે. ઉદાર હૃદયને તો સમસ્ત સંસાર જ કુટુંબ છે.

[पञ्चतन्त्र, अपरीक्षित – 37]

પરમાત્માની ભક્તિ શા માટે.

चैतन्यात्सर्वमुत्पन्नं जगदेतच्चराचरम् |

तस्मात्सर्वं परित्यज्य चैतन्यं तु समाश्रयेत् ||

સમસ્ત ચરાચર જગત ચૈતન્ય પરમાત્માથી જ ઉત્પન્ન થયું છે. અત: સર્વનો પરિત્યાગ કરી ચૈતન્યનો જ આશ્રય લેવો.

[शिवसंहिता – 1.51]

વા સનાઓ ઓછી કરવી

घनवासनमेतत्तु चेत:कर्तुत्वभावनम् |

सर्वदु:खप्रदं तस्माद्वासनां तनुतां नयेत् ||

ચિત્તમાં જ્યારે અનેક વા સનાઓ હોય છે, ત્યારે એ જ ચિત્ત કર્તાની ભાવના બનીને સર્વ દુ:ખ આપે છે, અત: વા સનાઓને ઓછી કરવી જોઈએ.

[अन्नपूर्णा उपनिषद् – 31]

વિદ્વાન બધે જ વંદનીય

स्वदेशे पूज्यते राजा स्वग्रामे पूज्यते प्रभु: |

स्वगृहे पूज्यते मूर्खा: विद्वान् सर्वत्र पूज्यते ||

રાજાનું માન તેના રાજ્ય સુધી જ હોય છે, ગામના મુખિયાની ઓળખ તેના ગામ સુધી, મૂર્ખ લોકોની વાહવાહ ઘર સુધી પરંતુ વિદ્વાન સર્વત્ર પૂજાય છે.

[सुभाषितम्]

ઉત્કૃષ્ટ ભક્તિ

नारदस्तु तदर्पिताखिलाचारता |

तद्विस्मरणे परमव्याकुलतेति ||

બ્રહ્માજીના માનસ પુત્ર અને વિષ્ણુના પરમ ભક્ત નારદના અનુસાર –

“પરમેશ્વરમાં સર્વ ક્રિયાઓનું અર્પણ અને પરમેશ્વરના વિસ્મરણમાં અતિશય વ્યાકુળતા” – આ જ ઉત્કૃષ્ટ ભક્તિ.

[नारदभक्ति सूत्र – 1.19]

યજ્ઞોપવિત સંસ્કારની સાચી આયુ

आ षोडशाद्ब्राह्मणस्य सावित्री नातिवर्तते |

आ द्वाविन्शात्क्षत्रबन्धोराचतुर्विन्शतेर्विश: ||

16 વર્ષ સુધી બ્રાહ્મણની, 22 વર્ષ સુધી ક્ષત્રિયની અને 24 વર્ષ સુધી વૈશ્યની “સાવિત્રી”નું ઉલ્લંઘન નથી થતું. માટે: એ બાળકોના આ આયુ ના “પહેલા જ” યજ્ઞોપવિત સંસ્કાર થઈ જવા જોઈએ.

[मनुस्मृति – 2.40]

જ્ઞાની ના શત્રુ નહીં, મિત્ર બનો

सुह्रद: पुण्यकृत्यान् दुह्रद: पापकृत्यान् गृह्णन्ति |

જ્ઞાનીના મિત્ર એના પુણ્ય-કર્મ ગ્રહણ કરે છે જ્યારે શત્રુ એના પાપ કર્મ ગ્રહણ કરે છે.

[प्रबोधसुधाकर, श्रीमद शङ्कराचार्य]

સુસંસ્કારી ભાષા સમાન કોઈ અલંકાર નથી

केयूरा न विभूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वला न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजा: |

वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम् ||

બાજૂબંધ પુરુષને સજાવતો નથી. ચંદ્ર સમાન ઉજ્જવળ હાર, સ્નાન, ચંદન લેપ, ફૂલ, સારી રીતે ઓળેલા વાળ, એ પુરુષને શોભાવતા નથી; કિન્તુ સંસ્કારયુક્ત વાણી માત્ર જ પુરુષને શોભા આપે છે. ખરેખર! અન્ય ભૂષણોનો ધીરે ધીરે ક્ષય થાય છે, વાણી જ પરમ ભૂષણ છે.

[सदबोधशतक – 2]

પ્રજાએ પાપ ન કરવા

अरक्ष्यमाणा: कुर्वन्ति यत्किन्चित्किल्बिषं प्रजा: |

तस्मात्तु नृपतेरर्धं यस्माद्गृह्णात्यसौ करान् ||

અરક્ષિત પ્રજા જે કાંઈ પાપ કરતી હોય છે એનું અડધું રાજાનું થઈ જાય છે, કારણ રાજા એમની પાસેથી એમની રક્ષા હેતુ તે ગ્રહણ કરે છે.

[याज्ञवल्क्य स्मृति – आचाराध्याय: 337]

પાપથી અલિપ્ત રહેવાનું સાધન

ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति य: |

लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा ||

જે પુરુષ સર્વ કર્મોને પરમાત્મામાં અર્પણ કરીને આસક્તિને ત્યજી કર્મ કરે છે, એ પુરુષ જળથી કમળના પર્ણની જેમ પાપથી લિપ્ત થતો નથી.

[श्रीमद् भगवद्गीता – 5.10]

આર્દ્રા નક્ષત્રમાં નદીસ્નાન વર્જિત

आर्द्रायाः प्रथमे पादे सर्वा नद्यो रजस्वलाः ।

तासु स्नानं न कुर्वीत वर्ज यित्वा समुद्रगाः ।।

જ્યારે સૂર્ય આર્દ્રા નક્ષત્રના પ્રથમ ચરણમા પ્રવેશે છે ત્યારે સર્વ પવિત્ર નદીઓ રજસ્વલા થાય છે માટે એમાં એ વેળાએ સ્નાન ન કરવું, સમુદ્રને છોડી બીજે સ્નાન ન કરવું.

[मुहुर्त चिंतामणी]

વધુ આવતા અંકે.

સાભાર અલબેલા સ્પીક્સ.

ભાગ 1 થી 8 તમે અમારા પેજ પર વાંચી શકો છો.