શાસ્ત્રોક્ત શ્લોકો ભાગ 1 : વાંચો આપણા શાસ્ત્રોના શ્લોકો અને તેનો ગુજરાતી અર્થ જે જીવનનું સત્ય સમજાવે છે.

0
600

જન્મઆ શાસ્ત્રોક્ત શ્લોકોએ યુગો વટાવ્યા છતાં પોતાનું સત્ય અને તેની લોક-હિતાર્થની તાકાત એક અણુ માત્ર પણ ગુમાવી નથી, અને આજની તિથીમાંય પ્રત્યેક મનુષ્યને લાગુ પડે એમ છે. શું એ પ્રમાણ પર્યાપ્ત નથી એની પૂર્ણતાનું? આવો તેને આત્મોન્નતિ સારુ અંગીકાર કરવાનો પુરુષાર્થ કરીએ.

બ્રહ્મ અને જીવની એકતા

घटे नष्टे यथा व्योम व्योमैव भवति स्वयम् |

तथैवाधिविलये ब्रह्मैव ब्रह्मवित् स्वयम् ||

જેમ ઘડાના નાશ થવાથી એની અંદરનું આકાશ મૂળ આકાશરૂપ થઇ જાય છે, એમ જીવ આદિ ઉપાધિનો નાશ થવાથી બ્રહ્મવેત્તા પુરુષ સ્વયં બ્રહ્મરૂપ થઇ જાય છે.

[महावाक्यरत्नावली – 6.20]

પરમાત્માનો સ્વયં પ્રકાશ જ સર્વ પ્રકાશિત કરે છે.

न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विध्युतो भान्ति कुतोSयमग्नि: |

तमेव भान्तमनुभाति सर्वं तस्य भासा सर्वमिदं विभाति ||

ત્યાં સૂર્ય ચમકતા નથી કે ના ચંદ્ર કે તારાગણ પ્રકાશમાન છે. આ વીજળી પણ નથી ચમકતી તો તો ત્યાં અગ્નિ કેવી રીતે પ્રકાશ આપી શકે? એ (પરમાત્મા) ના પ્રકાશથી જ સર્વ પ્રકાશિત છે.

[श्वेताश्वतर उपनिषद- अध्याय 6.14]

આંત:શુદ્ધિ કેવી રીતે કરવી?

अद्भिर्गात्राणि शुध्धयन्ति मन: सत्येन शुध्धयति |

विद्यातपोभ्यां भूतात्मा बुध्धिर्ज्ञानेन शुध्धयति ||

કાયા જળથી, મન સત્ય બોલીને, જીવાત્મા વિદ્યા તથા તપથી અને બુદ્ધિ જ્ઞાનથી શુદ્ધ થાય છે.

[मनुस्मृति – 5.112]

ગ્રહોને આધીન સંસાર

ग्रहाधिनं जगत्सर्वं ग्रहाधिना: नरावरा: | कालज्ञानं ग्रहाधिनं ग्रहा: कर्मफ़लप्रदा: ||

સંપૂર્ણ સંસાર ગ્રહોને જ આધીન છે. ગ્રહોને આધીન જ બધા શ્રેષ્ઠ મનુષ્યો હોય છે. કાળનું જ્ઞાન તથા કર્મોના ફળ આપનાર ગ્રહો જ હોય છે.

[बृहस्पतिसंहिता – 1.6]

રાજ નીતિ

निर्विशेषो यदा राजा समं भृत्येषु तिष्ठति |

तत्रोद्यमसमर्थानमुत्साह: परिहीयते ||

રાજા જો સારાનરસા બધા સેવકો ઉપર એકસરખો ભાવ રાખે, તો જે ઉદ્યમી અને શક્તિમાન છે, તેમનો ઉત્સાહ નાશ પામે છે.

[सुभाषितरत्नभाण्डागार – तृतीय प्रकरण, राजनीति – 157]

વેદપાઠી પ્રસંશા

नाध्यापयिष्यन्निगमाञ्श्रमेणोपाध्यायलोका यदि शिष्यवर्गान् |

निर्वेदवादं किल निर्वितानमुर्वीतलं हन्त तदाभविष्यत् ||

જો ઉપાધ્યાય-વેદપાઠીઓએ પ્રયત્ન કરીને પોતાના શિષ્યોને વેદ ભણાવ્યો ન હોત, તો આ પૃથ્વી પરનો પ્રદેશ વેદપાઠ વિનાનો બની જાત અને યજ્ઞરહિત થઇ જાત.

[सुभाषितरत्नभाण्डागार – द्वितीय प्रकरण, वेदपाठी प्रसंशा – 1]

વિદ્યાની પ્રસંશા

सर्वद्रव्येषु विद्यैव द्रव्यमाहुरनुत्तमम् |

आहार्यत्वादानर्ध्यत्वादक्षयत्वाच्च सर्वदा ||

જગત પર વિદ્યમાન સર્વ પ્રકારના દ્રવ્યોમાં વિદ્યારૂપી દ્રવ્ય જ સર્વોત્તમ છે; કારણકે તે કોઈથી હરિ શકાતું નથી, તેનું મૂલ્ય થઇ શકતું નથી અને તેનો કદી નાશ કે હાનિ થતાં નથી.

[सुभाषितरत्नभाण्डागार – द्वितीय प्रकरण, विद्या प्रसंशा – 3]

મોહ પમાડનાર જ્ઞાનના વિચારોથી બચો

अन्यैर्मतिमतां श्रेष्ठैर्गुप्तालोकनतत्परै: | आत्मानो बहव: प्रोक्ता नित्या: सर्वगतास्तथा ||

[शिवसंहिता 1.10]

અન્ય કોઈ બુધ્ધિમાનોમાં શ્રેષ્ઠ અને ગુપ્ત વિષયોને જોવામાં તત્પર રહેનાર દ્વારા “આત્માઓ અનેક છે, નિત્ય છે, સર્વ વ્યાપક છે” એવું કહેવાય છે.

यद्यत्प्रत्यक्षविषयं तदन्यन्नास्ति चक्षते | कुत: स्वर्गादय: सन्तित्यन्ये निश्चितमानसा: ||

[शिवसंहिता 1.11]

જે જે પ્રત્યક્ષ વિષયો છે, તેનાથી અન્ય કશું જ નથી તથા સ્વર્ગાદિ પણ ક્યાં છે? અર્થાત નથી. આવું પણ કોઈ કોઈ નિશ્ચિત મન વાળા બોલતા હોય છે.

एते चान्ये च मुनय: संज्ञाभेदा: पृथग्विधा: | शास्त्रेषु कथिता ह्येते लोकव्यामोहकारका: ||

[शिवसंहिता 1.15]

આમ વિવિધ પ્રકારના ઓળખ-ભેદ એ અનેક મુનિઓએ શાસ્ત્રોમાં કહયા છે. આ બધા જ મોહ-વિશેષમાં નાખવા વાળા છે.

વિદ્યા અને અવિદ્યા બંનેવથી સાવધાન

अन्धं तम: प्रविशन्ति येSविद्यामुपासते | ततो भूय इव ते तमो य उ विद्याया गुं रता: ||

અવિદ્યા (માયા) એટલે કે પરમાત્માના ખરા સ્વરૂપને ન ઓળખતા આ જગતમાં જ વિશ્વાસ રાખનાર. વિદ્યા એટલે એની વિરુદ્ધનું જ્ઞાન (શાસ્ત્રો, પુરાણો, વેદો). એ વ્યક્તિ જે બહુ વિદ્યામાં રત છે, તે અંધકાર માં તો છે જ, પરંતુ જે જ્ઞાનમાં રત છે તે તો એનાથીય વધુ અંધકારમાં છે. અર્થાત જ્ઞાન પણ અંધકાર તરફ લઇ જઈ શકે છે. આને માટે ભક્તિ આવશ્યક થઇ પડે છે. ભક્તિહીન જ્ઞાન ભયંકર છે. ભક્ત્યાત્મક જ્ઞાન ઉત્તમ જ્ઞાન છે.

[यजुर्वेद, 40.12, ईशावास्य उपनिषद]

પાપ મોચક 11 નામો (રાધા યશોદાજીને કહે છે).

राम नारायणानन्त मुकुन्द मधुसूदन | कृष्ण केशव कन्सारे हरे वैकुण्ठ वामन ||

इत्येकादश नामानि पठेद् वा पाठयेदिति | जन्मकोटिसहस्त्राणां पातकादेव मुच्यते ||

રામ, નારાયણ, અનંત, મુકુંદ, મધુસુદન, કૃષ્ણ, કેશવ, કંસારે, હરે, વૈકુંઠ, વામન આ અગ્યાર નામોનું જે પાઠ કે પઠન કરે છે તે સહસ્ત્ર કોટી (એક હજાર કરોડ) જન્મોના પાપોથી મુક્ત થઇ જાય છે.

[ब्रह्मवैवर्तपुराण – 111.19-20]

બ્રાહ્મણના મુખે ભણાતી આહુતિનું મહત્વ

नाहं तथाद्मि यजमानहविर्विताने श्च्योतद्घृतप्लुतमदन् हुतभुङ्मुखेन ।

यद्ब्राह्मणस्य मुखतश्चरतोनुघासंष्टस्य मय्यवहितैर्निजकर्मपाकै:।।

હું અગ્નિ દ્વારા યજ્ઞમાં ઘી થી લિપ્ત આહુતિઓના ભક્ષણથી એટલો પ્રસન્ન નથી થતો જેટલો બ્રાહ્મણો મુખમાં પડેલી આહુતિઓથી સંતુષ્ટ થાઉં છું.

[श्रिमद्भाग्वत् – 3.16.18]

વધુ આવતા અંકે.

સાભાર અલબેલા સ્પીક્સ.