‘શેરી વળાવી સજ્જ કરું’ – આ અદ્દભુત ભજનને તમારી ફેવરેટ ભજનની લીસ્ટમાં ઉમેરી દેજો.

0
1223

શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને

આંગણિયે વેરું ફૂલ, મારે ઘરે આવો ને

ઉતારા દેશું ઓરડા, ઘરે આવો ને

દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો ને

શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને

દાતણ દેશું દાડમી, ઘરે આવો ને

દેશું દેશું કણેરી કાંબ, મારે ઘરે આવો ને

શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને

નાવણ દેશું કુંડિયું, ઘરે આવો ને

દેશું દેશું જમનાજીના નીર મારે ઘરે આવો ને

શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને

ભોજન દેશું લાપશી, ઘરે આવો ને

દેશું દેશું સાકરિયો કંસાર, મારે ઘરે આવો ને

શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને

રમત દેશું સોગઠી, ઘરે આવોને

દેશું દેશું પાસાની જોડ, મારે ઘરે આવો ને

શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને

પોઢણ દેશું ઢોલિયા, ઘરે આવોને

દેશું દેશું હિંડોળા ખાટ, મારે ઘરે આવો ને

શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને

– સંકલન/સંપાદન : હસમુખ ગોહીલ.