જાણો કોણે આપ્યું બાબાને સાઇનું નામ જે આપે છે સર્વધર્મ સમભાવનો સંદેશ. આખી દુનિયામાં આધ્યાત્મિકતાની અલખ જગાવવામાં ભારતનું મોટું યોગદાન છે. ભારતમાં મંદિર આધ્યાત્મિકતાનું કેન્દ્ર માનવામાં આવે છે. સ્થાપત્ય કળા પણ એકથી એક ચડીયાતા નમુના આ મંદિરો, મંદિર ગુફાઓમાં જોવા મળે છે. ભારતમાં મહારાષ્ટ્ર જેવા રાજ્ય જે માયાનગરી મુંબઈ માટે તો ઓળખવામાં આવે જ છે, સાથે જ તેના અતીત અને વર્તમાન સાધુ સંતોના અનુયાયી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં પણ અહમદનગર જીલ્લો વર્તમાનમાં તેના બે ધાર્મિક સ્થળો માટે ખાસ કરીને ચર્ચામાં રહે છે. એક તરફ જ્યાં ચર્ચિત શની શીગણાપુર મંદિર છે, તો તે સર્વધર્મનો સંદેશ આપનારું, સબકા માલિક એક બતાવવા વાળા, માણસ માત્રની સેવા કરી માનવતાની અલખ જગાવવા વાળા સાઈ બાબાનું ધામ શિરડી પણ તે અહમદનગર જીલ્લાના કોપરગામ તાલુકામાં આવેલું છે. આવો જાણીએ સાઈ બાબા અને તેના પવિત્ર ધામ શિરડી વિષે.
શિરડીમાં અવિતીર્ણ થયા સાઈ : ભારત દેશમાં સાધુ સંતોના જન્મના સચોટ વર્ણન ઘણા ઓછા મળે છે એવું જ શ્રી સાઈ બાબાને લઈને પણ છે. તેની જન્મ તારીખ, જન્મ સ્થળ અને માતા પિતાને લઈને કોઈ પણ પ્રમાણિક પુરાવા કોઈને નથી મળ્યા. આમ તો માનવા વાળા તેને કબીરનો અવતાર પણ માને છે. સાઈ બાબાના જીવન ઉપર શ્રી અન્ના સાહેબ દાભોલકર દ્વારા 1914માં લીપીબદ્ધ કરવામાં આવેલી કથા ‘શ્રી સાઈ સત્ચરિત’ ને જ એકમાત્ર પ્રમાણિત કૃતિ માનવામાં આવે છે.
માનવામાં આવે છે કે સાઈનો જન્મ ઈ.સ. 1935માં મહારાષ્ટ્રના પરભણી જીલ્લાના પાથરી ગામના ભુસારી કુટુંબમાં થયો. શ્રી સત્ય સાઈ બાબાએ સાઈ બાબાનો જન્મ 27 સપ્ટેમ્બર 1830 ના રોજ પાથરી ગામમાં બતાવ્યો છે. સાઈનો જન્મ 28 સપ્ટેબર 1936ના રોજ માનવામાં આવે છે, કહેવામાં આવે છે કે એક વખત તેના એક ભક્તના પૂછવાથી સાઈએ તેને એ તિથી જણાવી હતી એટલા માટે 28 સપ્ટેમ્બરના રોજ જ સાઈનો જન્મોત્સવ પણ મનાવવામાં આવે છે.
માનવામાં આવે છે શિરડીમાં સાઈ 1854માં એક લીમડાના ઝાડ નીચે બેસેલા જોવા મળ્યા. કહેવામાં આવે છે તે દરમિયાન 1835થી લઈને 1946 સુધી તે તેના પહેલા ગુરુ રોશનશાહ ફકીરના ઘરે રહ્યા ત્યાર પછી 1846થી 1854 સુધી બાબા બૈકુષાના આશ્રમમાં રહ્યા. 1854માં એક વખત શિરડી આવ્યા પછી બાબા ફરીથી થોડા વર્ષો સુધી કોઈ અજાણ્યા સ્થાન ઉપર રહ્યા અને 1858માં સાઈ ફરી શિરડી આવ્યા અને અહિયાંના થઈને રહી ગયા.
કોઈએ સાઈને નામ આપ્યું બાબાનું : જયારે સાઈ થોડા વર્ષો પછી પાછા એક જમાત સાથે શિરડી આવ્યા તો તેને જોતા જ ખંડોબા મંદિરના પુજારી મ્હાલસાપતિએ કહ્યું ‘આવો સાઈ’ તેમના આ સ્વાગત સંબોધન પછી બધા તે ફકીરને સાઈ બાબા કહેવા લાગ્યા.
સર્વધર્મ સમભાવનો સંદેશ આપે છે સાઈ : યુવાન ફકીર જેમણે શિરડીની એક જર્જરિત મસ્જીદમાં તેનો ડેરો નાખીને માત્ર ચાર ઘરમાંથી ભિક્ષા માગીને ભરણપોષણ કરવાનું શરુ કર્યું હતું, આજે તે શિરડી આખી દુનિયામાં તે યુવાન ફકીર જેને લોકોએ સાઈ બાબાનું નામ આપ્યું કે શિરડીના રૂપમાં ઓળખવામાં આવે છે. સાઈની આપવામાં આવેલી જડીબુટ્ટી ઓએ લોકો ઉપર ઘણી અસર દેખાડી અને દિવસેને દિવસે તેના માનવા વાળાની સંખ્યા વધતી ગઈ.
સાઈ ભક્તોની ખાસ વાત એ છે કે તેના પછી કોઈ એક ધર્મ, કોઈ એક જાતી ક્ષેત્ર કે સમુદાયમાં બંધાયા નથી, પરંતુ હિદુ જ્યાં તેના ચરણોમાં હાર ફૂલ વગેરે ચડાવીને સમાધી ઉપર ધૂપ વગેરે રાખીને અભિષેક કરે છે. તો તે મુસ્લિમ બાબાની સમાધી ઉપર ચાદર ચડાવે છે. તેના અનુયાયી બીજા ધર્મના પણ છે કુલ મળીને સાઈ જાત, ધર્મ વગેરેના નામ ઉપર કોઈમાં ભેદ નથી કરતા, પરંતુ સબકા માલિક એક બતાવતા શ્રદ્ધા અને સબુરીનો સંદેશ આપે છે. માનવામાં આવે છે કે તેના દરબાર માંથી કોઈ ખાલી હાથ નથી જતા.
સાઈ ધર્મમાં દરેક વર્ષે આવે છે કરોડો શ્રદ્ધાળુ : માન્યતા છે કે સાઈ તેના ભક્તોની ઝોળી જરૂર ભરે છે, તેને ખાલી હાથ પાછા નથી કાઢતા. તે કારણે તેના આ મંદિર, તે ધામ, દરબારમાં આવનારાની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. એક અનુમાન મુજબ દરરોજ 30 હજારની આસપાસ શ્રદ્ધાળુઓ અહિયાં આવે છે. ગુરુવાર અને રવિવારે તો તે સંખ્યા લગભગ બમણી થઇ જાય છે.
રામનવમી, ગુરુપૂર્ણિમા અને વિજયાદશમી ઉપર તો આ સંખ્યા લાખોમાં થઇ જાય છે. જો આખા વર્ષમાં શિરડી સાઈ ધામ આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા જોવામાં આવે તો આંકડા કરોડોમાં હશે. બાબાના કાર્યો અને તેના સંદેશને જોઈએ તો તેનું આખું જીવન જન કલ્યાણ અને માણસ માત્રની સેવામાં પસાર થયું. તેમનો સંદેશો આજે પણ જનકલ્યાણ કરે છે.
આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.