ઘણા લોકોને પોતાની આવડત પોતાના કૌશલ્ય પર ઘમંડ આવી જાય છે. તેઓ વિચારે છે કે જે કામ તેઓ કરી શકે છે, તેને બીજું કોઈ નથી કરી શકતું. પણ એવું નથી હોતું. જેવો તમારા મગજમાં ઘમંડ આવે છે કે તમારી કળા ક્ષય થવા લાગે છે.
ભૂલથી પણ તમારી કળા ઉપર ઘમંડ ન કરો અને સમયે સમયે તમારી કળાનું હસ્તાંતરણ બીજા લોકોને કરી દો. આજે અમે તમને એવો પ્રસંગ જણાવી રહ્યા છીએ જે સમજાવે છે કે ઘમંડને કારણે તમારે ઘણી વખત લોકો વચ્ચે હાસ્યનો વિષય બનવું પડે છે.
જ્યારે ગુરુએ શીખવ્યો તેના શિષ્યને પાઠ :
એક નગરમાં એક મહાન તલવારબાજ રહેતા હતા. તેમના જેવા તલવારબાજ આખા નગરમાં તો શું આખા રાજ્યમાં ન હતા. રાજ્ય આખામાં તેમની ખ્યાતી ફેલાયેલી હતી. તે નહોતા ઇચ્છતા કે તેમની કળા તેમની સાથે જ આ દુનિયા માંથી જતી રહે. એટલા માટે તેમણે આખા રાજ્યમાં જાહેરાત કરાવી કે જે પણ તલવારબાજી શીખવા માંગે છે, તે તેમની પાસે આવીને શીખી શકે છે.
રાજ્યના ઘણા યુવક તેમની પાસે આવ્યા અને તેમના શિષ્ય બનીને તલવારબાજી શીખવા લાગ્યા. તે શિષ્યોમાંથી એક શિષ્યએ ખુબ જ ઝડપથી તલવારબાજીના તમામ દાવપેચ શીખી લીધા અને તલવારબાજીમાં પારંગત થઇ ગયો. પણ તેને પોતાની તલવારબાજી ઉપર ઘમંડ આવી ગયું. તેને પોતાના ગુરુ જેટલી પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ ન હતી.
એક દિવસ તેણે પોતાના ગુરુને પડકાર આપ્યો અને તેના ગુરુએ તે પડકાર સ્વીકારી લીધો. સાત દિવસ પછી બંને વચ્ચે તલવારબાજી થશે એવું નક્કી કરવામાં આવ્યું. આખા રાજ્યમાં તેની ચર્ચા થવા લાગી.
શિષ્યને પોતાની તલવારબાજી ઉપર પૂરો વિશ્વાસ હતો પણ દિવસ પસાર થવાની સાથે તેનો એ વિશ્વાસ ઓછો થવા લાગ્યો. તેને એવું પણ લાગતું હતું કે તેના ગુરુએ જરૂર તલવારબાજીની કોઈ એક વિદ્યા તેને નહિ શીખવી હોય. અને તેઓ તે વિદ્યાનો ઉપયોગ તેની વિરુદ્ધ સ્પર્ધામાં કરશે. તે ગુરુ ઉપર નજર રાખવા લાગ્યો, જેથી અભ્યાસ દરમિયાન જો ગુરુ તે વિદ્યાનો ઉપયોગ કરે તો તેને જોઈને તે પોતે તે વિદ્યા શીખી શકે અને તેનાથી બચવાની રીત શોધી શકે.
એક દિવસ તે લુહાર પાસે ગયો અને પોતાના માટે 16 ફૂટ લાંબી તલવાર બનાવરાવી. સ્પર્ધાનો દિવસ આવ્યો. ગુરુ અને શિષ્ય બંને એક બીજાની સામ સામે હતા. જેવો મુકાબલો શરુ થયો કે શિષ્ય મ્યાનમાંથી પોતાની 16 ફૂટની તલવાર કાઢવા પ્રયત્ન કરવા લાગ્યો એટલીવારમાં તો ગુરુએ પોતાની મ્યાનમાંથી તલવાર કાઢીને શિષ્યની ગરદન ઉપર મૂકી દીધી.
લાઈફ મેનેજમેન્ટ – જીવનમાં દરેક યુદ્ધ શક્તિ અને બળના સહારે નથી જીતી શકાતા. આત્મજ્ઞાન અને અનુભવ સામે શક્તિ અને બળ પણ ઝાંખા પડી જાય છે. પોતાની કળા ઉપર ઘમંડ કરવાને બદલે તેને નિખારવામાં સમય લગાવો.