શિવના ભિક્ષુવર્ય અવતારની કથા, જાણો મહાદેવ કોના માટે ભિક્ષુકનું રૂપ લઈને ધરતી પર આવ્યા.

0
355

ભિક્ષુવર્ય સ્વરૂપે અવતાર

ભગવાન શિવ, શંભુ, રુદ્ર, મહાકાલ, ગંગાધર, સોમેશ્વર, ભોલેનાથ એવા અનેક નામથી ઓળખાતા ભગવાન શંકરની પ્રિય એવી શિવરાત્રી આવી રહી છે. અમે તમારા માટે શંકર ભગવાનના અલગ અલગ અવતારોની કથા લઈને આવ્યા છીએ, જે આપ સૌ શિવ ભક્તોને ચોક્કસ ગમશે. શંકર ભગવાનની એવી કેટલીય કથા શતરુદ્ર સંહિતામાં રહેલી છે, જે તમે ક્યારેય પણ સાંભળી નહિ હોય. તો આવો આ શિવકથાનું રસપાન કરીએ.

શિવના ભિક્ષુવર્ય સ્વરૂપની કથા સાંભળો. વિદર્ભનગરમાં સત્યરથ નામનો રાજા હતો. તેણે શિવધર્મનું સેવન કરતા ઘણો સમય વ્યતીત કર્યો. પરંતુ તે રાજા શત્રુઓના દ્વારા આક્રમણ કરવાથી મા-ર્યો ગયો. તેની પટરાણી ગર્ભવતી હતી. તે છુપાઈને એક જંગલમાં વડવૃક્ષ નીચે જઈને બેસી ગઈ. ત્યાં તેને એક પુત્ર થયો. તે તરસથી વ્યાકુળ થઈને એક સરોવરમાં જળ પીવા ગઈ તો તેને મગરે ભક્ષણ કરી લીધી.

એ બાળક પર શિવજીને દયા આવી. તેમની પ્રેરણાથી એક ભિખારણ એ બાળકની પાસે આવી. તે સદ્યોજાત બાળક પર દયાળુ થઈ ગઈ. પરંતુ શંકા કરવા લાગી કે, “આ કોનો પુત્ર છે? હું તેને પાલનાર્થે લઈ જાઉં કે નહિ?” ત્યારે શિવજી સ્વયં ભિક્ષુકનું રૂપ ધરીને એ ભિખારણ પાસે આવ્યા અને બોલ્યા : “તું શંકા ન કર, આને ઘરે લઈ જા અને આનું પાલન કર.”

ભિખારણ પૂછવા લાગી : “હે ભિક્ષુક! તમે કોણ છો? શું શંકર છો. જેણે મારા પર દયા કરી છે. કૃપા કરીને બતાવો કે આ કોણ છે? કોનો છે? અહિયાં કેમ અસહાય પડ્યો છે?” ત્યારે ભિક્ષુરૂપી શિવજી બોલ્યા : “આ રાજા સત્યરથનો પુત્ર છે. તે યુદ્ધમાં મા-ર્યા-ગયા છે. તેની માતા પાણી પીવા સરોવરમાં આવી. તો ત્યાં મગરે તેનું ભક્ષણ કર્યું. હવે તમે આનું નિઃશંક થઈને પાલન કરો.” ત્યારે ભિખારણે પાછું પૂછ્યું, “આનાં માતા-પિતાનું આવી રીતે કેમ મ-રુ-ત્યુ થયું?”

ત્યારે તે ભિક્ષુ રૂપમાં જે શિવ હતા, તે કહેવા લાગ્યા : “હે બ્રાહ્મણી! આ રાજા સત્યરથ પૂર્વજન્મમાં પાંડુ હતા. એક વાર તે શિવપૂજનમાં બેઠા હતા કે મંત્રીઓએ જઈને સમાચાર આપ્યા કે ‘શત્રુએ આક્રમણ કર્યું છે.’ પાંડુએ વિચાર્યા વગર જ એ ધારી લીધું કે, ‘આ લોકો મંત્રીવેશમાં શત્રુ જ આવી ગયા છે.’ તેણે શિવપૂજન સમાપ્ત કરી ઉઠીને એમનું મસ્તક કાપી લીધું તથા પૂજન કર્યા વગર રાત્રીમાં જ ભોજન કરી લીધું.

આ કારણે વચમાં જ રાજ્ય કરતા આ રાજા સત્યરથ મા-ર્યો ગયો. આ છોકરાની માતાએ પૂર્વજન્મમાં છળથી પોતાની શોક્યને મા-રી નાખી હતી. આ પાપથી તેને મગરે ખાઈ લીધી.”

આ બધી કથા સંભળાવીને શિવજીએ એ બ્રાહ્મણીને પોતાનું અસલી રૂપ બતાવ્યું. આ બ્રાહ્મણી ગદગદ થઈ શિવજીની સ્તુતિ કરવા લાગી. ભિક્ષુક રૂપધારી શિવજી અંતર્ધાન થઈ ગયા. એ બ્રાહ્મણીએ રાજાના પુત્રનું પોતાના પુત્રની સાથે પાલનપોષણ કર્યું. મોટા થવાથી તે બાળકે શાંડિલ્ય ઋષિના આદેશથી શિવનું એક વર્ષ સુધી પૂજન કર્યું અને ગંધર્વ કન્યા જોડે વિવાહ કરીને અકંટક રાજ્ય કર્યું. આ રીતે શિવજીએ પોતાની લીલા કરી. બોલો ૐ નમઃ શિવાય… હર હર મહાદેવ હર…