શિવ પુરાણ અનુસાર બાબા વિશ્વનાથ (શ્રી વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ) નું રહસ્ય.

0
515

આ છે બાબા વિશ્વનાથની પૌરાણિક કથા સહિત તેની સાથે જોડાયેલા રહસ્યો. ધાર્મિક અને પૌરાણીક દ્રષ્ટિએ સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું યોગદાન સૌથી વધુ રહ્યું છે. સમસ્ત સિદ્ધીઓ આપવા વાળા મહાદેવની આરાધના માત્ર માણસ અને દેવતા જ નહિ પરંતુ વાનર, દૈત્ય, ગાંધર્વ, અસુર અને કિન્નર પણ કરે છે. શિવ પુરાણની કોટીરુદ્ર સંહિતા અંતર્ગત મહાદેવની 12 જ્યોતિર્લીંગોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જે ભારતના અલગ અલગ રાજ્યોમાં આવેલ છે.

આ લેખમાં આપણે જાણીશું કે ખરેખર શું છે આ જ્યોતિર્લીંગની સ્થાપનાની કથા? સાથે જ કેમ છે તેનું આટલું મહત્વ. આ લેખના માધ્યમથી આપણે ઉત્તર પ્રદેશના કાશીમાં આવેલા બાબા વિશ્વનાથ મંદિર (વિશ્વવિશ્વર જ્યોતિર્લીંગ) ની કથાને વિધિપૂર્વક જણાવવાનો પ્રયત્ન કરીશું.

પવિત્ર ગંગાની ધારાઓ માંથી શુશોભિત બાબા વિશ્વનાથની નગરી કાશીમાં જ મહાદેવનું સાતમું જ્યોતિર્લીંગ સ્થાપિત છે. કહે છે કે આ જ્યોતિર્લીંગની સ્થાપના સ્વયં પરમ બ્રહ્મ ભગવાન શિવે કરી હતી. ઉત્તર પ્રદેશમાં આવેલા કાશી નગરીના આધ્યાત્મની દ્રષ્ટિએ ઘણું મહત્વ આપવામાં આવે છે. કાશીના સંદર્ભમાં જે શ્લોક પુરાણોમાં લખવામાં આવ્યા છે તે આ મુજબના છે કે…

मरणं मंगलं यत्र विभूतिश्च विभूषणम्।

कौपीनं यत्र कौशेयं सा काशी केन मीयते।।

એટલે કે મારવું પણ મંગળકારી, ભસ્મનું તિલક જ અલંકાર, લંગોટી જ જ્યાં રેશમી વસ્રો સમાન જ એવી કશીનું સેવન કોણ નથી કરવા માંગતા.

બાબા વિશ્વનાથ મંદિરની સ્થાપનાના સંદર્ભમાં જે કથા શિવ પુરાણની કોટીરુદ્ર સંહિતા અંતર્ગત મળે છે, તેનો પ્રસંગ આ મુજબ છે. એક સમયની વાત છે જયારે પરમ બ્રહ્મ ભગવાન શિવે નિરાકાર નિર્ગુણ રૂપથી સગુણ રૂપ ધારણ કર્યું અને સ્વયંને બે ભાગમાં વિભાજીત કર્યા. જેમાં એક તત્વ પુરુષ એટલે શિવ અને એક તત્વ સ્ત્રી એટલે શક્તિ કહેવાઈ.

તે શિવ શક્તિએ નિરાકાર રહીને જ પ્રકૃતિ અને પુરુષ તત્વની રચના કરી, જે વાસ્તવિકમાં વિષ્ણુ (શ્રીહરિ) અને તેની પત્ની જ હતા. પરંતુ જયારે બંનેએ સ્વયંને એકલા જાણ્યા તો તેના માતા પિતાના વિયોગમાં વ્યાકુળ થઇ ઉઠ્યા ત્યારે આકાશવાણી થઇ કે તમારે બંનેએ તપસ્યા કરવી જોઈએ, જેનાથી તમારા બંને માંથી પકૃતિનું સર્જન થઇ શકે.

આકાશની ગર્જના સાંભળીને પુરુષ અને પ્રકૃતિ એક એવા સ્થાનની શોધમાં નીકળી પડ્યા જ્યાં બંને બેસીને તપસ્યા કરી શકે. તે બંનેની તપસ્યા માટે નિરાકાર બ્રહ્મમાં સ્વયં 5 કોષ લાંબા પંચકોશી સુંદર નગરનું નિર્માણ કર્યું અને તેને આકાશમાં સુશોભિત કર્યું. અહિયાં ભગવાન શ્રી હરિએ પૃથ્વીના સર્જન માટે મહાદેવનું ધ્યાન કરી ઘોર તપસ્યા કરી. આ તપસ્યા અને કઠીન પરિશ્રમ સાથે શ્રી હરિના શરીર માંથી શ્વેત ધારાઓ પ્રગટ થઇ અને તે જળનું ટીપું આખા આકાશમાં વ્યાપ થઇ ગયું.

આ અદ્દભુત દ્રશ્ય જોઈ શ્રી હરિ અચરજમાં આવી ગયા અને તેમણે પોતાનું માથું હલાવ્યું ત્યારે તેમના કાન માંથી એક મણી ત્યાં જ પડ્યો. જે સ્થળ ઉપર આ મણી પડ્યો તે સ્થાન માનિકનિકા કહેવાઈ. અને જયારે તે આ શ્વેત જળથી પંચકોશી નદીમાં ડૂબવા લાગી તો સ્વયં બ્રહ્મ શિવે તેને તેના ત્રિશુલમાં ધારણ કરી લીધું. જેથી તે સ્થળ ઉપર શ્રી હરિ તેની પત્ની સાથે બિરાજમાન થઇ ગયા. અહિયાં શ્રી હરિની નાભી માંથી સર્જનકર્તા બ્રહ્માજીનો જન્મ થયો, તેમણે તેના તેજથી આ સંપૂર્ણ સૃષ્ટિનું સર્જન કરવાનું શરુ કર્યું.

પછી શિવજીએ વિચાર્યું કે સર્જન પછી તેના કાર્યોમાં આવીમુક્ત માણસ મને ક્યાં શોધતા આવશે? એટલા માટે શિવે તે પંચકોશી નગરને ત્યાં છોડી દીધું. આ સ્થળ ઉપર સ્વયં મહાદેવે પોતાને લિંગ રૂપમાં સ્થાપિત કર્યું છે અને એવું પણ માનવામાં આવે છે કે જો સમગ્ર સૃષ્ટિમાં પ્રલય પણ આવી જાય તો કાશીનો અંત ક્યારે પણ નહિ થાય કેમ કે પ્રલયકાળમાં સ્વયં મહાદેવ કાશી નગરીનેને ત્રિશુલમાં ધારણ કરી લે છે.

આ લેખમાં અમે કાશીમાં સ્થિત વિશ્વનાથ મંદિર (વિશ્વવેશ્વર જ્યોતિર્લીંગ) ની કથાનો સાર વિધિપૂર્વક જણાવ્યો છે. અન્ય જ્યોતિર્લીંગની સ્થાપના સંબંધિત કથાઓ આગળના લેખમાં વાચવા મળશે.

આ માહિતી એસ્ટ્રો સાઇન્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.