જ્યારે નસીબ સાથ ન આપે તો કરો શિવપુરાણમાં જણાવવામાં આવેલા સરળ ઉપાય, મળશે લાભ.

0
2562

આ ફૂલોથી ભગવાન શિવની પૂજા કરવાથી મળે છે મોક્ષ, આ વસ્તુથી થાય છે ધનની પ્રાપ્તિ.

આ વખતે 1 માર્ચ મંગળવારના રોજ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવશે. આ તહેવાર ભગવાન શિવ સાથે જોડાયેલો છે. માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન શિવ લિંગના રૂપમાં પ્રગટ થયા હતા, જ્યારે કેટલીક જગ્યાએ આ તહેવાર શિવ-પાર્વતીના લગ્ન સાથે જોડાયેલો છે.

મહાશિવરાત્રીના રોજ મુખ્ય શિવ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈનો લાગે છે અને વ્રત-પૂજા કરવામાં આવે છે. જ્યોતિષના મતે મહાશિવરાત્રિ પર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ખાસ ઉપાય કરવા જોઈએ. તેમના દ્વારા દરેક મનોકામના પૂરી થઈ શકે છે.

શિવમહાપુરાણમાં પણ ભગવાન શિવને પ્રસન્ન કરવા અને સમસ્યાઓ દૂર કરવા માટે અલગ-અલગ ઉપાય જણાવવામાં આવ્યા છે. જો કે આ ઉપાયો કોઈપણ દિવસે કરી શકાય છે, પરંતુ આ ઉપાય કરવા માટે મહાશિવરાત્રી ખૂબ જ ખાસ દિવસ છે. આવો જાણીએ મહાશિવરાત્રિ પર ભગવાન શિવને કયું અનાજ કે ફૂલ ચઢાવી શકાય, અને તેનાથી કેવો લાભ થશે.

આ અનાજ અર્પણ કરો :

1) શિવમહાપુરાણ અનુસાર ભગવાન શિવને ચોખા અર્પણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે.

2) તલ અર્પણ કરવાથી પાપોનો નાશ થાય છે.

3) જવ અર્પણ કરવાથી સુખમાં વધારો થાય છે.

4) ઘઉં અર્પણ કરવાથી સંતાન સુખ મળે છે.

આ ફૂલ ચઢાવો :

1) લાલ અને સફેદ આકડાના ફૂલોથી ભગવાન શિવની પૂજા કરવાથી મોક્ષ મળે છે.

2) ચમેલીના ફૂલથી ભગવાન શિવની પૂજા કરવાથી વાહન સુખ મળે છે.

3) અળસીના ફૂલથી શિવની પૂજા કરવાથી વ્યક્તિ ભગવાન વિષ્ણુને પ્રિય બને છે.

4) શમીના ઝાડના પાનથી પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

5) મોગરાના ફૂલથી પૂજા કરવાથી સુંદર અને ચારિત્ર્યવાન પત્ની મળે છે.

6) જૂહીના ફૂલથી ભગવાન શિવની પૂજા કરો, તો ઘરમાં ક્યારેય અન્નની અછત નથી આવતી.

7) કરેણના ફૂલોથી ભગવાન શિવની પૂજા કરવાથી નવા વસ્ત્રો મળે છે.

8) પારીજાત (હરસિંગાર) ના ફૂલથી પૂજા કરવાથી સુખ-સંપત્તિ વધે છે.

9) ધતુરાના ફૂલથી પૂજા કરવાથી ભગવાન શંકર એક યોગ્ય પુત્ર પ્રદાન કરે છે, જે પરિવારનું નામ રોશન કરે છે.

10) લાલ દાંડીવાળા ધતુરાને શિવ પૂજામાં શુભ માનવામાં આવે છે.

આ પદાર્થોથી કરો અભિષેક :

1) તાવની સ્થિતિમાં ભગવાન શિવને જળ અર્પણ કરવાથી જલ્દી લાભ મળે છે.

2) તેજ મગજ માટે ભગવાન શિવને સાકર મિશ્રિત દૂધ અર્પણ કરો.

3) શિવલિંગ પર શેરડીનો રસ ચઢાવવામાં આવે તો તમામ સુખ પ્રાપ્ત થાય છે.

4) શિવને ગંગા જળ અર્પણ કરવાથી આનંદ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય છે.

5) મધથી ભગવાન શિવનો અભિષેક કરવાથી ક્ષય રોગમાં રાહત મળે છે.

6) જો કોઈ શારીરિક રીતે નબળા વ્યક્તિ ભગવાન શિવનો શુદ્ધ ગાયના ઘી થી અભિષેક કરે તો તેની નબળાઈ દૂર થઈ શકે છે.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.