આ શિવકથાનો ભાગ 2 છે. આગાઉ જો આપે શિવજીના યક્ષેશ્વર અવતારની કથા ન સાંભળી હોય, તો અમારા પેજમાંથી શોધીને વાંચી શકો છો. ભગવાન શિવ, મહાકાલ, શંભુ, નીલકંઠ, ભોલેનાથ એવા અનેક નામથી ઓળખાતા ભગવાન શંકરની પ્રિય એવી શિવરાત્રી આવી રહી છે, અમે શિવભક્તો માટે ભગવાન શંકરના અલગ અલગ અવતારોની કથા લઈને આવ્યા છીએ, જે આપ સૌ શિવ ભક્તોને ચોક્કસ ગમશે. શંકર ભગવાનની એવી કેટલીય કથા શિવ મહાપુરાણના શતરુદ્ર સંહિતામાં રહેલી છે, જે તમે ક્યારે પણ સાંભળી નહિ હોય, તો આવો આ શિવકથાનું રસપાન કરીએ.
શિવના શરભ સ્વરૂપે અવતારની કથા સાંભળો. નૃસિંહ અવતારના સમયે જયારે નૃસિંહજીએ હિરણ્યાકશિપૂનો વ-ધ-ક-રી દીધો, તો શિવજીએ વીરભદ્રને બોલાવીને કહ્યું : “તું નૃસિંહજીના ક્રોધને શાંત કર.” શિવજીની આજ્ઞાથી ગણાધ્યક્ષ વીરભદ્રજી શાંત રૂપમાં ત્યાં ગયા. જેવી રીતે પિતા પુત્રને સમજાવે છે – “હે માધવ ! તમે સંસારના હિત માટે, સુખના માટે અવતાર લીધો છે. તમે જેના માટે અવતાર લીધો હતો, તે પૂર્ણ થઇ ગયો. હવે પોતાના આ ભીષણ રૂપને શાંત કરો.”
વીરભદ્રની આ વાત સાંભળીને તેઓ સખત મહાઘોર શબ્દોમાં કહેવા લાગ્યા : “તમે અહિયાંથી ચાલ્યા જાવ. હું આ ચરાચર જગતનો સંહાર કરીશ. અહીંયા બધી જગ્યા પર મારું જ શાસન છે. મારા પર કોઈનું શાસન નથી. હું સંહારકર્તા છું. હું બધી શક્તિઓનો પ્રવર્તક છું. હું બધાનો સ્વામી છું.”
વિષ્ણુના આવાં અહંકારમય વચનોને સાંભળીને વીરભદ્રને ખૂબ જ ક્રોધ આવ્યો. તેમણે કહ્યું : “શું તમે સંસારના સંહારકર્તા શિવને જાણતા નથી? તમારામાં અસત્યવાદિતા દેખાય છે. હું તમારા હિત માટે શિવની પ્રેરણાથી આવ્યો છું. પરંતુ તમે એમના તત્વને ન જાણીને અહંકારથી ગર્જો છો?
હે હરિ! તમે એ જ શિવને આધીન છો. આ દૈત્યને પણ એમની જ શક્તિથી તમે-મા-ર્યો-છે. દક્ષના યજ્ઞમાં મેં જ તમારું મસ્તક કાપ્યું હતું. તમારા પુત્ર બ્રહ્માનું પાંચમું મસ્તક પણ કપાઈ ગયું, જે હજુ સુધી જડ્યું નથી. શું તમે આ બધું ભૂલી ગયા? આદિથી અંત સુધી બધી શક્તિ શિવજીથી ફેલાયેલી છે. હે નૃસિંહ ! તમે પોતાનું રૂપ શાંત કરી દો, નહીંતર મારા ક્રોધનો વજ્ર તમારા પર મ-રુ-ત્યુ સમાન તૂટી જશે.”
વીરભદ્ર આમ કહી નૃસિંહજી પર ક્રોધ કરી એમના પર ઝાપટ્યા. પછી તો આકાશમાં વ્યાપ્ય શિવજીનું કઠિન તેજ સર્વત્ર પ્રગટ થઇ ગયું. વીરભદ્રજીએ એમને પોતાની ભુજાઓમાં બાંધીને શરભ રૂપે એ રીતે પકડી લીધું કે તેઓ અત્યંત વ્યાકુળ થઈ ગયા. પછી એમને લઈને આકાશમાં એવા ઉપાડ્યા કે એમને લઈ જઈને ભગવાન શિવના વૃષભના નીચે નાખી દીધા. ત્યારે તો વિષ્ણુ ભગવાન વ્યાકુળ થઇ ગયા.
બધા દેવતાઓ અને મુનીશ્વરોએ શિવની સ્તુતિ કરી. વિષ્ણુનું શરીર દીન થઇ ગયું. તેમનું બધું તેજ શરભરૂપ વીરભદ્રમાં લિન થઇ ગયું. દેવતાઓની સ્તુતિ સાંભળીને પરમેશ્વર બોલ્યા : “તમે ગભરાઓ નહિ. આનાથી વિષ્ણુ ભગવાનની મહત્તા ઓછી નહિ થાય.” ત્યાં સુધી તો પક્ષીરાજ શરભ આમ કહીને વિષ્ણુના શરીરને લઈને પર્વત પાર ચાલ્યા ગયા.
ત્યાં શંકર ભગવાન નૃસિંહજીના ચર્મને ધારણ કરવા લાગ્યા અને મૂંડમાળામાં એમનું મુખ પણ શામેલ કરી દીધું. બધા દેવતા વિષ્ણુ સહીત શિવજીની સ્તુતિ કરીને પોતપોતાના સ્થાન પાર ચાલ્યા ગયા. આ રીતે શિવજીએ લીલા કરી. બોલો ૐ નમઃ શિવાય.