શિવના સુનટ-નતર્ક અવતારની કથા, જાણો શિવજીએ આ અવતારમાં માતા પાર્વતી માટે કેવી લીલા કરી

0
768

સુનટ-નતર્ક સ્વરૂપે અવતાર :

ભગવાન શિવ, શંભુ, રુદ્ર, મહાકાલ, ગંગાધર, સોમેશ્વર, ભોલેનાથ એવા અનેક નામથી ઓળખાતા ભગવાન શંકરની પ્રિય એવી શિવરાત્રી આવી રહી છે. અમે તમારા માટે શંકર ભગવાનના અલગ અલગ અવતારોની કથા લઈને આવ્યા છીએ, જે આપ સૌ શિવ ભક્તોને ચોક્કસ ગમશે. શંકર ભગવાનની એવી કેટલીય કથા શતરુદ્ર સંહિતામાં રહેલી છે, જે તમે ક્યારેય પણ સાંભળી નહિ હોય. તો આવો આ શિવકથાનું રસપાન કરીએ.

શિવના સુનટ-નતર્ક સ્વરૂપની કથા સાંભળો. શિવજી પાર્વતીને પત્ની બનાવવાનું વરદાન આપીને ચાલ્યા ગયા. ત્યારે પાર્વતીજી ઘરે આવ્યા. પિતાજીએ સ્વાગતપૂર્વક મહાન ઉત્સવ ઊજવ્યો, ત્યારે તેઓ મેનાના આંગણામાં સુંદર નટના વેશમાં આવીને નાચવા લાગ્યા. અનેક લીલાઓ કરીને બધાને મોહી લીધા.

મેનાએ સ્વર્ણથાળ ભરીને રત્ન ભેટ કર્યા, પરંતુ તેમણે લેવાનો ઇન્કાર કર્યો અને પાર્વતીને માંગવા લાગ્યા. આનાથી મેનાને ક્રોધ આવી ગયો. ત્યારે જ હિમાલય પણ ગંગાસ્નાન કરીને પાછા ફર્યા. તેમણે તે ભિક્ષુકને જોયા. તેમની વાત સાંભળીને તેઓ પણ ક્રોધિત થયા. ત્યારે શિવજી ગુપ્ત રહીને પાર્વતીજીથી વિદાઇ લઈને ચાલ્યા ગયા.

હિમાલય અને મેનાએ પાછળથી તેમને શિવજીનું રૂપ જાણીને પ્રશ્ચાત્તાપ કર્યો કે, ‘પાર્વતીને અમારે આપી દેવી જોઈએ.’ આવું વિચારીને એમની શિવમાં ભક્તિ દઢ થઇ ગઈ.

શિવજીની આ સુનટ-નર્તક અવતારની કથા સર્વ પાપ હરનાર અને પરમગતિદાયિની છે. આ રીતે શિવજીએ પોતાની લીલા કરી. તો બોલો ૐ નમઃ શિવાય… હર હર મહાદેવ હર…