મહાદેવે આ અવતાર લઈને મહિલાઓને આપ્યા પુરુષો સમાન અધિકાર, જાણો તેના વિષે.

0
609

સ્ત્રી અને પુરુષ બંનેની સમાનતાનો સંદેશ આપે છે શિવજીનો આ અવતાર, જાણો તેમાંથી શું શીખવા મળે છે.

વ્યાવહારિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો સ્ત્રીઓ વિના વિશ્વ ચલાવી શકાતું નથી અને બ્રહ્માંડનો વિકાસ શક્ય નથી. હજારો વર્ષ પહેલા હિંદુ શાસ્ત્રોમાં આ વાત ખૂબ જ સરળતાથી કહેવામાં આવી છે.

દરેક હિંદુ દેવતાઓની સાથે દેવીની પૂજા પણ ફરજિયાત સ્વરૂપ કરવામાં આવે છે. નવરાત્રી સહિતના વિશેષ તહેવારો પર શક્તિની આરાધના કરવાના નિયમો જણાવવામાં આવ્યા છે. ભગવાન શિવે પોતે અર્ધનારીશ્વર અવતાર લઈને સ્ત્રીઓનું મહત્વ સ્વીકાર્યું છે. ભગવાન શિવનો આ અવતાર આપણને આજના સંદર્ભમાં પણ લાઈફ મેનેજમેન્ટના ઘણા સિદ્ધાંતો શીખવે છે. તે લાઈફ મેનેજમેન્ટ ટીપ્સને સમજવાની અને તેને જીવનમાં ઉતારવાની ખુબ જરૂર છે. આવો આજે ભગવાન શિવની લાઈફ મેનેજમેન્ટ સાથે જોડાયેલી વિશેષ બાબતો વિષે જાણીએ.

ભગવાન શિવે શા માટે અર્ધનારીશ્વર અવતાર લીધો? શિવ પુરાણ અનુસાર, ભગવાન શિવ, બ્રહ્માની તપસ્યાથી સંતુષ્ટ થઈને અર્ધનારીશ્વરનું રૂપ ધારણ કરીને તેમની પાસે ગયા અને વિશ્વના કલ્યાણ માટે શિવે તેમના શરીરમાંથી દેવી શિવ/શક્તિનો ભાગ અલગ કર્યો. બ્રહ્માની પ્રાર્થના સ્વીકારીને દેવી શિવાએ તેમને સ્ત્રી-સર્ગ-શક્તિ આપી અને પોતાના કપાળના મધ્યમાંથી પોતાના જેવી સમાન શક્તિ પ્રગટ કરી, જેણે દક્ષના ઘરે તેમની પુત્રી તરીકે જન્મ લીધો.

શક્તિનો આ અવતાર આંશિક હોવાનું કહેવાય છે. શક્તિએ ફરીથી શિવના શરીરમાં પ્રવેશ કર્યો. તે સમયથી મૈથુની સૃષ્ટિની શરૂઆત થઈ. ત્યારથી, પ્રજાની બરાબર વૃદ્ધિ થવા લાગી

અર્ધનારીશ્વર રૂપમાંથી શીખો લાઈફ મેનેજમેન્ટ ટિપ્સ : ભગવાન શંકરના અર્ધનારીશ્વર અવતારમાં આપણે જોઈએ છીએ કે ભગવાન શંકરનું અડધું શરીર સ્ત્રીનું છે અને અડધું શરીર પુરુષનું છે. આ અવતાર સ્ત્રી અને પુરુષ બંનેની સમાનતાનો સંદેશ આપે છે. સમાજ, કુટુંબ અને સૃષ્ટિના સંચાલનમાં પુરુષની ભૂમિકા એટલી જ મહત્વની છે જેટલી સ્ત્રીની. સ્ત્રી અને પુરુષ એકબીજાના પૂરક છે. એકબીજા વિના તેમનું જીવન અર્થહીન છે.

ભગવાને અર્ધનારીશ્વર અવતાર લઈને આ સંદેશ આપ્યો છે કે મહિલાઓને સમાજ અને પરિવારમાં પુરૂષો જેટલું જ સન્માન અને પ્રતિષ્ઠા મળવી જોઈએ. તેમની સાથે કોઈપણ રીતે ભેદભાવ ન કરો.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.