શિવજી માર્કંડેયને યમરાજથી બચાવે છે અને તેને અમરત્વ પ્રાપ્ત થાય છે એ પ્રસંગમાંથી આપણે શું શીખવું એ જાણો

0
426

એક વાર એક નિઃસંતાન ઋષિ દંપતીને પુત્ર જન્મ માટે પસંદગી આપવામાં આવી. જેનું આયુષ્ય માત્ર સોળ વર્ષનું હોય એવો જ્ઞાની પુત્ર જોઈએ છે કે શતાયુ ધરાવનાર મૂર્ખ પુત્ર! ઋષિએ જ્ઞાની પુત્ર પ્રાપ્ત કરવાની ઈચ્છા દર્શાવી. ઋષિએ એ પુત્રનું નામ રાખ્યું ‘માર્કંડેય.’ માર્કંડેયની સોળ વર્ષની વયે યમરાજ એને તેડવા આવ્યા.

માર્કંડેય એ વખતે શિવલિંગની પૂજા કરતા હતા. તેથી એમણે યમરાજને વિનંતી કરી કહ્યું, ‘મારી પૂજા સંપન્ન થવા દો. એ પછી હું મ-રુ-ત્યુ માટે તૈયાર છું. પરંતુ યમ – મ-રુ-ત્યુ કોઈ મનુષ્યની પ્રાર્થના પુરી થાય ત્યાં સુધી રાહ જોતા નથી. એમણે એમના દોરડાનો ફાંસલો કાઢ્યો અને માર્કંડેયને યમલોકમાં લઇ જવા માટે ફાંસલાથી બાંધવનું શરુ કર્યું.

માર્કંડેયે ત્યારે શિવલિંગને બાથ ભરીને પકડી રાખ્યું. તે શિવલિંગને શ્રદ્ધાથી વળગી પડ્યા. યમ માર્કંડેયને છોડવા તૈયાર નહતા. એ માર્કંડેય પર બ-ળ-જ-બ-રી કરવા લાગ્યા. માર્કંડેય અને યમ વચ્ચે યુદ્ધનું ભારે ઘમસાણ ચાલ્યું. એવામાં શિવાજી એકાએક એમના લિં-ગમાંથી પ્રગટ થયા અને યમને દૂર ધકેલી દીધા. ત્યારે માર્કંડેયે શિવને યમનો સં-હા-ર કરનાર ‘યમાંતક’ તરીકે ઘોષિત કર્યાં. એ માર્કંડેય ઋષિ અમરત્વ પા મ્યા.

પ્રસ્તુત કથામાં વિવેકબુદ્ધિ અને અમરત્વને એકસાથે વણી લેવામાં આવ્યા છે. મનુષ્ય જયારે મ-રુ-ત્યુ-ને અતિક્રમીને નિર્ભય બને છે ત્યારે અમરત્વ પામે છે. માર્કંડેય સોળ વર્ષની વયે પુરુષ અથવા આધ્યાત્મિક સત્યના પ્રતીક એવા શિવલિંગને વળગી પડ્યા. આ આધ્યાત્મિક વાસ્તવિકતાનું રુપક છે. જેમ શ્રદ્ધા તર્કસંગત નથી. એમ અમરત્વ પણ કુદરતી નથી.

મ-રુ-ત્યુ-ના ભયની પ્રતિક્રિયારૂપે માનવમનમાં અમરત્વની કલ્પના સ્ફૂરી. જયારે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક મ-રુ-ત્યુના ભયથી પોતાની જાતને નિ:સ્પૃહ કરી દે છે, ત્યારે તે મ-રુ-ત્યુ પરત્વે પણ નિ:સ્પૃહ રહી શકે છે. એવું સમજાય ત્યારે મ-રુ-ત્યુ આપણને વશ કરી શકતું નથી કે ડરાવી શકતું નથી. ત્યારે મોક્ષ મળે છે. અમરત્વ પ્રાપ્ત થાય છે.

શિવની ભસ્મ માર્કંડેયના અમરત્વ તરફ ધ્યાન દોરે છે. શરીર નાશવંત છે એની યાદ અપાવવા માટે શિવ એમના દેહ પર ભસ્મ ચોળે છે. મનુષ્યનું મ-રુ-ત્યુ-થા-ય ત્યારે એના દેહને અગ્નિદાહ આપીને એના શરીરને નાશ કરવામાં આવે છે. ત્યારે એ શરીરની ભસ્મ બની જાય છે. ભસ્મનો વિનાશ થતો નથી. આમ, ભસ્મ અવિનાશી આત્માનું પ્રતીક છે. દેહમાં જીવ હોય ત્યાં સુધી એ દેહમાં વસે છે. મ-રુ-ત્યુ થતા એ દેહ છોડી દે છે અને દેહમાંથી બહાર નીકળી જાય છે – એ આત્મા છે.

માર્કંડેયને પ્રતીતિ થઇ ગઈ છે કે માત્ર અજ્ઞાની લોકો જ હાંડમાંસના બનેલા શરી રને ‘મારું’ માનીને જુએ છે. અને જ્ઞાની લોકો એનાથી પર રહેલા – દેહાતીત શાશ્વત આત્માને જુએ છે. હાંડમાંસનું બનેલું શરીર જોઈ શકાય છે. જયારે આત્માને જોઈ શકાતો નથી. શરીર વાસ્તવિકતા છે. જ્યારે આત્માને ઓળખવા માટે શ્રદ્ધા હોવી જરૂરી છે. આત્મા પ્રકૃતિના સઘળા નિયમોનો ચોક્કસ અર્થ કરે છે – આત્મા નિરાકાર છે. અપરિમેય છે, પાંચ ઇન્દ્રિયોથી અનુભવી ન શકાય એવો ઇન્દ્રિયાતીત છે.

એનું પોતાનું અસ્તિત્વ એટલું સબળ છે કે એને કોઈ પુરાવાની કે સ્વીકૃતિની જરૂર નથી. એની ઓળખ સ્વ-પ્રતીતિકર છે, તેથી એનું અસ્તિત્વ આપણે સ્વીકારવું જ પડે. એનું મૂલ્યાંકન કરવા માટે બીજો કોઈ માર્ગ જ નથી. બ્રહ્માને શ્રદ્ધા નથી. એ શરીરથી આગળ વિચારી શકતા નથી. એ આત્માને અવગણે છે. તેના કારણે અહં જાગે છે.

અહંની કલ્પના નીપજ છે. અહં એટલે મનુષની એના પોતાને જોવાની દ્રષ્ટિ. જેનામાં અહં હોય તે મનુષ્ય પ્રકૃતિ અને સંસ્કૃતિ પાસેથી વિશિષ્ઠ પદ પામવાની ઇચ્છા રાખે છે. એવા સમયે પ્રકૃતિ એ મનુષ્ય પર લક્ષ અપાતી નથી. કારણ કે તે તટસ્થ છે. પરંતુ સંસ્કૃતિ એને અનુકૂળ થવાનો પ્રયત્ન કરે છે. કેમેકે એ પુરુષ છે.