શિવજીના 108 નામ, તેના જાપથી સિદ્ધ થશે દરેક કામ.

0
2069

જાણો ભગવાનના 108 નામની સાથે તેના અર્થ, જાપથી થાય છે ઘણા મોટા મોટા લાભ. શિવજીના 108 નામના જાપ કરવા ઘણું શુભ માનવામાં આવે છે. શિવજીને અનાદિ અને મૃત્યુંજયી પણ માનવામાં આવે છે અને જે પણ વ્યક્તિ ભગવાન શિવના 108 નામના જપ કરે છે, તેમના જીવનના તમામ દુઃખો માંથી મુક્તિ મળે છે. આજે અમે તમને શિવજીના 108 નામ અને તેના અર્થ તમને આ લેખમાં જણાવીશું.

ભગવાન શિવજીના 108 નામ જપવાથી મળે છે મોક્ષ : ભગવાન શિવને મૃત્યુના દેવતા માનવામાં આવે છે અને જે પણ વ્યક્તિ શિવજીની આરાધના કરે છે, તેને જીવન-મરણના ચક્ર માંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવના 108 નામના જપથી દરેક તેમના જીવન અને મૃત્યુને સુધારી શકે છે.

શિવજીના 108 નામ અને અર્થ :

(1) શશીશેખર – શીશ ઉપર ચંદ્રમાં ધારણ કરવા વાળા

(2) શંભુ – જેનું સ્વરૂપ આનંદમય છે

(3) મહેશ્વર – માયાના અધીશ્વર ભગવાન

(4) પીનાકી – પીનાક નામનું ધનુષ્ય ધારણ કરવા વાળા

(5) શિવ – કલ્યાણ સ્વરૂપ

(6) વામદેવ – અત્યંત સુંદર રૂપ વાળા

(7) શંકર – બધાનું ભલું કરવા વાળા

(8) કપર્દી – જટાજુટ ધારણ કરવા વાળા

(9) નીલલોહિત – વાદળી અને લાલ રંગ વાળા

(10) વિરૂપાક્ષ – વિચિત્ર આંખો વાળા (શિવના ત્રણ નેત્ર માનવામાં આવે છે)

(11) અંબિકાનાથ – દેવી ભગવતીના પતી

(12) ખટવાંગી – ખાટલાનો એક પાયો રાખવા વાળા

(13) વિષ્ણુવલ્લભ – ભગવાન વિષ્ણુના અતિ પ્રિય

(14) શીપીવિષ્ટ – સીતુહામાં પ્રવેશ કરવા વાળા

(15) શુળપાણી – ત્રિશુલ હાથમાં ધારણ કરવા વાળા

(16) શ્રીકંઠ – સુંદર કંઠ વાળા

(17) ભક્તવત્સલ – ભક્તોને અત્યંત સ્નેહ કરવા વાળા

(18) ભવ – સંસારના રૂપમાં પ્રગટ થવા વાળા

(19) શર્વ – ક્ર્ષ્ટોનો નષ્ટ કરવા વાળા

(20) ત્રીલોકેશ – ત્રણે લોકોના સ્વામી

(21) શીતીકંઠ – સફેદ કંઠ વાળા

(22) શિવાપ્રિય – પવર્તીના પ્રિય

(23) ઉગ્ર – અત્યંત ઉગ્ર રૂપ વાળા

(24) કપાલી – કપાલ ધારણ કરવા વાળા

(25) કામારી – કામદેવના દુશ્મન, અંધકારને હરવા વાળા

(26) સુરસુદન – અંધક દૈત્યને મારવા વાળા

(27) ગંગાધર – ગંગાજીને ધારણ કરવા વાળા

(28) લલાટાક્ષ – લલાટમાં આંખ વાળા

(29) મહાકાલ – કાળોના પણ કાળ

(30) કૃપાનિધિ – કરુણાની ખાણ

(31) ભીમ – ભયંકર રૂપ વાળા

(32) પરશૂહસ્ત – હાથમાં ફરસો ધારણ કરવા વાળા

(33) મૃગપાણી – હાથમાં હરણ ધારણ કરવા વાળા

(34) જટાધર – જટા રાખવા વાળા

(35) કૈલાશવાસી – કૈલાશના નિવાસી

(36) કવચી – કવચ ધારણ કરવા વાળા

(37) કઠોર – અત્યંત મજબુત દેહ વાળા

(38) તીપુરાંતક – ત્રિપુરાસુરને મારવા વાળા

(39) વૃશાંક – બળદના ચિન્હ વાળી ધજા વાળા

(40) વૃશભારુઢ – બળદની સવારી વાળા

(41) ભસ્મોદ્ધલિતવિગ્રહ – સંપૂર્ણ શરીરમાં ભસ્મ લગાવવા વાળા

(42) સામપ્રિય – સામગાનને પ્રેમ કરવા વાળા

(43) સ્વરમયી – સાતો સ્વરોમાં નિવાસ કરવા વાળા

(44) ત્રયીમૂર્તિ – વેદરૂપી વિગ્રહ કરવા વાળા

(45) અનિશ્વર – જે સ્વયં જ સૌના સ્વામી છે

(46) સર્વજ્ઞ – બધું જાણવા વાળા

(47) પરમાત્મા – બધા આત્માઓમાં સર્વોચ્ચ

(48) સોમસુર્યાગ્નિલોચન – ચંદ્ર, સૂર્ય અને અગ્નિરૂપી આંખ વાળા

(49) હવી – આહુતિ રૂપી દ્રવ્ય વાળા

(50) યજ્ઞમય – યજ્ઞસ્વરૂપ વાળા

(51) સોમ – ઉમાના સહીત રૂપ વાળા

(52) પંચવક્ત્ર – પાંચ મુખ વાળા

(53) સદાશિવ – નિત્ય કલ્યાણ રૂપ વાળા

(54) વિશ્વેશ્વર – સમગ્ર વિશ્વના ઈશ્વર

(55) વીરભદ્ર – વીર હોવા છતાં પણ શાંત સ્વરૂપ વાળા

(56) ગણનાથ – ગણોના સ્વામી

(57) પ્રજાપતિ – પ્રજાઓનું પાલન કરવા વાળા

(58) હિરણ્યરેતા – સ્વર્ણ તેજ વાળા

(59) દુર્ઘુર્ષ – કોઈથી ન દબાવા વાળા

(60) ગીરીશ – પાર્વતીના સ્વામી

(61) ગીરીશ્વર- કૈલાશ પર્વત ઉપર સુવા વાળા

(62) અનધ – પાપરહિત

(63) ભુજંગભૂષણ – સાંપોના આભુષણ વાળા

(64) ભૂતપતિ – ભૂતપ્રેત કે પંચભૂતોના સ્વામી

(65) ગીરીધન્વા – મેરુ પર્વતનું ધનુષ્ય બનાવવા વાળા

(66) ગીરીપ્રિય – પર્વત પ્રેમી

(67) કૃત્તિવાસા – ગજચર્મ પહેરવા વાળા

(68) પુરારાતી – પૂરોંનો નાશ કરવા વાળા

(69) ચારુવિક્રમ – સુંદર પરાક્રમ વાળા

(70) પ્રમથાધિપ – પ્રમથગણોના અધિપતિ

(71) મૃત્યયુંજય – મૃત્યુને જીતવા વાળા

(72) સુક્ષ્મતનુ – સુક્ષ્મ શરીર વાળા

(73) જગદ્દ્વ્યાપી – જગતમાં વ્યાપ થઈને રહેવા વાળા

(74) જગદ્દગુરુ – જગતના ગુરુ

(75) વ્યોમકેશ – આકાશ રૂપી વાળા

(76) મહાસેનજનક – કાર્તિકેયના પિતા

(77) ભગવાન – સર્વસમર્થ એશ્વર્ય સંપન્ન

(78) રુદ્ર – ભયાનક

(79) ભર્ગ – પાપોને ભૂંજ આપવા વાળા

(80) સ્થાણુ – સ્પંદન રહિત કૂટસ્થ રૂપ વાળા

(81) અહીર્બુધ્ન્ય – કુંડળીની ધારણ કરવા વાળા

(82) દિગંબર – નગ્ન, આકાશરૂપી વસ્ત્ર વાળા

(83) અષ્ટમૂર્તિ – આઠ રૂપ વાળા

(84) અનેકાત્મા – અનેક રૂપ ધારણ કરવા વાળા

(85) સાત્વિક – સત્વ ગુણ વાળા

(86) શુદ્ધવિગ્રહ – શુદ્ધમૂર્તિ વાળા

(87) શાશ્વત – નિત્ય રહેવા વાળા

(88) ખંડપરશું – તૂટેલી ફરસી ધારણ કરવા વાળા

(89) અજ – જન્મ રહિત

(90) પાશવિમોચન – બંધન માંથી છોડાવવા વાળા

(91) મૃડ – સુખસ્વરૂપ વાળા

(92) પશુપતિ – પશુઓના સ્વામી

(93) પરમેશ્વર – સૌથી પરમ ઈશ્વર

(94) મહાદેવ – દેવોના પણ દેવ

(95) અવ્યય – ખર્ચ થવા છતાં ન ઘટવા વાળા

(96) હરિ – વિષ્ણુસ્વરૂપ

(97) અનંત – દેશકાળથી રહિત

(98) આવ્યગ્ર – ક્યારે પણ વ્યથિત ન થવા વાળા

(99) દક્ષાધ્વરહર – દક્ષના યંગને નષ્ટ કરવા વાળા

(100) હર – પાપો અને તાપોને હરવા વાળા

(101) ભગનેત્રભીદ્દ – ભગ દેવતાની આંખ ફોડવા વાળા

(102) અવ્યક્ત – ઇન્દ્રિયોની સામે પ્રગટ ન થવા વાળા

(103) સહસ્ત્રાક્ષ – હજાર આંખો વાળા

(104) તારક – સૌને મોક્ષ આપવા વાળા

(105) અપવર્ગપ્રદ – કૈવલ્ય મોક્ષ આપવા વાળા

(106) પૂષદન્તભીત – પૂષાના દાંત ઉખાડવા વાળા

(107) સહસ્ત્રપાદ – હજાર પગ વાળા

(108) દેવ – સ્વયં પ્રકાશ રૂપ

શિવજીના નામ જપવાના લાભ : ભગવાન શિવને અદિયોગી પણ કહેવામાં આવે છે. તેના નામના જપથી વ્યક્તિને આધ્યાત્મિક ક્ષેત્રમાં શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ જે વ્યક્તિ પારિવારિક જીવનમાં સુખ સમૃદ્ધી ઈચ્છે છે તેને પણ ભગવાન શિવના નામના જપ કરવા જોઈએ. શિવના નામ જપવાથી વ્યક્તિમાં આત્મવિશ્વાસનો પણ વધારો થાય છે અને તે જીવનના દરેક ગુઢ રહસ્યોને પણ જાણી શકે છે. આ મંત્રોના જાપથી તમારા આરોગ્યમાં પણ સકારાત્મક ફેરફાર જોવા મળે છે. શિવના નામ જપવાથી વ્યક્તિને ભૂત-પ્રેત બાધા માંથી પણ મુક્તિ મળે છે. જે વ્યક્તિ શિવના નામોના જાપ સતત કરે છે, તેની ઉપર કોઈ પણ નકારાત્મક શક્તિની અસર નથી પડતી.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.