ઋષિ બાળ રાખે બાથ એની અકબંધ
યમ પણ ડરે છે ત્રિનેત્ર જો શિખરબંધ
સુગંધનો છે સાગર ગંગાનો બની ગાગર
શિવાલયો રહ્યા છે શિવાલયો રહેશે
જહાનવી વહે છે વિખાયેલા કેશે
એજ સર્પદંશ કરશે હિમાલય પ્રવેશે
એક દેત્ય ભસ્માસુર એક સાધુ અગ્નિ વેશે
શિવાલયો રહ્યા છે શિવાલયો રહેશે
ગઝબ છે રે દસ્તુર તારીખે ગવાહી
અજબછે શિવાની શાહી સવારી
વરસોથી અહીં છે દૂધ દહીંની ગંગા
ત્યાં ર-ક્તો વહે છે પૂજાએ પૂજાએ
શિવાલયો રહ્યા છે શિવાલયો રહેશે
અહીં પદમાવત ને અહીં સતીની સૈયા
અહીં કેસરીયાને અહીં જીજા મૈયા
તર વારોના પાણી સવારોનાં ભાલા
ચમકતા રહ્યા છે ચમકતા તે રહેશે
શિવાલયો રહ્યા છે શિવાલયો રહેશે
મોહમદ નું ગઝનવી કે હોઈ ગાઝા પટ્ટી
ધજા અહિયાં ફરકે ત્યાં ભડકે બ ળે છે
પૂછો પાળિયા ને એ કથા તમને કહેશે
શિવાલયો રહ્યા છે શિવાલયો રહેશે
– અતુલ રાવ. (અમર કથાઓ ગ્રુપ)