મહાશિવરાત્રી આવી રહી છે તો ભૂલ્યા વિના વાંચો ભગવાન શિવના પરમભક્તની આ કથા

0
461

ભગવાન શિવના આ પરમભક્તની કથા જાણ્યા વિના ભગવાન શિવ નો મહિમા નઈ સમજાય.

એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતા હતા જે ભગવાન શિવના પરમભક્ત હતા. તે બ્રાહ્મણ રોજ જ્યાં સુધી બ્રહ્મમુહુર્તમાં ઉઠીને નિત્યકર્મોથી નિવૃત્ત થયા પછી ભગવાન શંકરની પૂજા ન કરી લે, ત્યાં સુધી તેને શાંતિ થતી નઈ. પૂજાથી જે કાંઈ પણ દાન દક્ષિણામાં મળતું હતું તેમાંથી તે બ્રાહ્મણ પોતનું ગુજરાન ચલાવતા હતા. એટલું જ નહિ તે બ્રાહ્મણ દયાળુ પણ હતા. જયારે પણ કોઈ જરૂરિયાત વાળા મળી જતા, તેની ક્ષમતા મુજબ તેની સેવા કરતા હતા. એ કારણે શિવના પરમભક્ત બ્રાહ્મણ ગરીબીનું જીવન પસાર કરી રહ્યા હતા.

ત્યાં બ્રાહ્મણની આ દાની પ્રવુત્તિથી તેની પત્ની ચિડાતી હતી, પરંતુ તેમની ભક્તિ પરાયણતા જોઈ તેની સાથે ઘણો પ્રેમ કરતી હતી. એટલા માટે તે ક્યારેય પણ તેનું અપમાન કરતી ન હતી. સાથે જ તેની જરૂરિયાતનું ધન તે આડોશ પાડોશમાં કામ કરીને એકઠું કરી લેતી હતી.

સમય સાથે મંદિરમાં દાન – દક્ષિણા ઓછી આવવા લાગી, જેથી તે બ્રાહ્મણને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો. ઘરની મૂળભૂત જરૂરિયાતો પૂરી ન થવાને કારણે બ્રાહ્મણી દુઃખી રહેવા લાગી.

આવી રીતે દિવસો પસાર થવા લાગ્યા. એક દિવસ મહાશિવરાત્રીનો દિવસ આવ્યો. આ દિવસે પણ બ્રાહ્મણ હંમેશાની જેમ બ્રહ્મમુહુર્તમાં ઉઠીને નિત્યકર્મો માંથી નિવૃત્ત થવા માટે નદી તરફ ચાલી નીકળ્યા.

સૌભાગ્યવશ તે સમયે તે રસ્તામાં માતા પાર્વતી અને શિવજી ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે અચનક માતા પાર્વતીની નજર બ્રાહ્મણ ઉપર પડી. આજે બ્રાહ્મણ મહાશિવરાત્રીને લઈને એટલો ઉત્સાહિત ન હતો, જેટલો હંમેશા રહેતો હતો. તેની ઉદાસી જોઇને પાર્વતીજી બધું સમજી ગયા અને શિવજીને કહ્યું સ્વામી આ બ્રાહ્મણ રોજ તમારી ઉપાસના કરે છે છતાં પણ તમને તેની ચિંતા નથી. માતા પાર્વતીની વાત સાંભળીને શિવજી હસ્યા અને કહ્યું દેવી મારા ભક્તોની ચિંતા હું નહિ કરું તો કોણ કરશે. જેથી માતા પાર્વતીએ શિવજીને કહ્યું પણ સ્વામી તમે અત્યાર સુધી તેની મદદ કેમ ન કરી? તે સાંભળીને શિવજીએ કહ્યું દેવી તમે નિશ્ચિંત રહો, અત્યાર સુધી તેણે જેટલા પણ બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવ્યા છે, તે બીલીપત્ર આજે રાત્રે તેને ધનવાન બનાવી દેશે.

ત્યાર પછી પાર્વતીજી અને શિવજી ત્યાંથી આગળ વધી ગયા પરંતુ સંયોગથી તે સમયે તે રસ્તેથી એક વેપારી પસાર થઇ રહ્યો હતો. તેણે છુપાઈને શિવ-પાર્વતીની વાતો સાંભળી લીધી. ત્યાર પછી વિચાર્યું કે જો બીલીપત્રથી બ્રાહ્મણ ધનવાન થઇ શકે છે, તો પછી હું કેમ નહિ? તે વિચારી તે બ્રાહ્મણના ઘરે પહોચી ગયો અને બ્રાહ્મણને કહ્યું પંડિતજી, તમે અત્યાર સુધી જેટલા પણ બીલીપત્ર શિવપૂજનમાં ચડાવ્યા છે, તે બધા મને આપી દો, બદલામાં હું તમને 100 સ્વર્ણ મુદ્રાઓ આપું.

વેપારીની વાત સાંભળીને બ્રાહ્મણે તેની પત્નીને પૂછ્યું તો તે બોલી પુણ્યનું દાન ઠીક નથી પરંતુ આપી દો, આપણે પૈસાની જરૂર છે, પત્નીના કહેવાથી બ્રાહ્મણે બધા બીલીપત્ર બોરીમાં ભરીને શેઠજીને આપી દીધા. ત્યાર પછી બીલીપત્રોની બોરી લઇને શેઠજી મંદિર ગયા અને શિવલિંગ ઉપર ચડાવીને બેસી ગયા અને શ્રીમંત બનવાની રાહ જોવા લાગ્યા. રાહ જોતા જોતા અડધી રાત થઇ ગઈ. શેઠજી ચમત્કાર જોવા માટે ઘણા ઉતાવળા થઇ રહ્યા હતા. છેવટે ત્રીજો પહોર પસાર થયા પછી શેઠજીની સહન શક્તિની હદ પૂરી થઇ ગઈ અને ગુસ્સામાં આવીને શેઠજી શિવલિંગને હલબલાવવા લાગ્યા. ત્યારે એક ચમત્કાર થયો. શેઠજીના હાથ શિવલિંગ સાથે જ ચોટી ગયા. તેમણે ઘણા પ્રયત્નો કરવા છતાં પણ હાથ હલ્યા પણ નહિ. થાકી હારીને શેઠજી શિવ પાસે ક્ષમા યાચના કરવા લાગ્યા.

ત્યારે ભગવાન શિવે શેઠને કહ્યું લોભી શેઠ. જે બ્રાહ્મણ પાસેથી તે આ બીલીપત્ર ખરીદ્યા છે તેને 1000 સ્વર્ણ મુદ્રા આપીશ પછી જ તારા હાથ ખુલશે.

સવારના સમયે જયારે બ્રાહ્મણ પૂજા માટે આવ્યો તો જોયું કે શેઠના હાથ શિવલિંગ સાથે ચોટી ગયા છે અને તે રડી રહ્યો છે. તેમણે પૂછ્યું તો શેઠ બોલ્યા પંડિતજી વહેલી તકે મારા દીકરાને 1000 સ્વર્ણ મુદ્રા લઈને મંદિર આવવા માટે કહો. બ્રાહ્મણે શેઠના દીકરાને બોલાવ્યો અને શેઠે તે સ્વર્ણ મુદ્રા બ્રાહ્મણને આપી દીધી ત્યાર પછી તે મુક્ત થઇ ગયો.

હવે પાર્વતીજી શિવજીને પૂછે છે, હે નાથ, તમે અત્યાર સુધીમાં તમારા ભક્તોને કોઈ ધન નથી આપ્યું?

શિવજી બોલ્યા દેવી મારી પાસે ક્યાં ધન છે તો આપું, પરંતુ મારા ભક્ત હવે ગરીબ નથી.

આ માહિતી ધ ડિવાઇન ટેલ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.