શું મહાભારતના યુદ્ધમાં શિવજીએ આપ્યો હતો પાંડવોનો સાથ, અર્જુને વેદવ્યાસને કહી હતી આ અનોખી ઘટના

0
254

કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો વચ્ચેના ભયંકર યુદ્ધ દરમિયાન ઘણી એવી ઘટનાઓ બની જેનું વર્ણન મહાભારતમાં છે. પરંતુ આજ સુધી ક્યારેય તેના વિશે કહેવામાં આવ્યું નથી અને ન તો તેના વિષે દેખાડવામાં આવ્યું. મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથિ ભગવાન કૃષ્ણ હતા. તેમના રથની ટોચ પર સ્વયં સંકટમોચન હનુમાન બેઠા હતા. આ બંને દેવતાઓ સિવાય અન્ય દેવતા પણ અર્જુનને સાથ આપી રહ્યા હતા. આવો આ સમગ્ર ઘટના વિશે જાણીએ.

જ્યારે અર્જુનને યુદ્ધભૂમિમાં દેખાયા મહાદેવ : કૌરવો અને પાંડવો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન એક દિવસ મહર્ષિ વેદ વ્યાસ યુદ્ધના મેદાનમાં આવ્યા. અર્જુને તેમને પ્રણામ કર્યા અને પૂછ્યું, “હે ગુરુદેવ, જ્યારે હું મારા તીર વડે દુશ્મન સૈન્યને મા-ર-તો હતો, ત્યારે મેં જોયું કે અગ્નિ જેવા તેજસ્વી પુરુષ મારી આગળ ચાલતા હતા. તેમના હાથમાં સળગતું ત્રિશૂળ હતું અને તે ત્યાં જતા હતા ત્યાં મારા શત્રુઓનો નાશ થઈ જતો હતો. તેમણે મારા શત્રુઓનો વ-ધ કર્યો છે, પરંતુ લોકો એવું વિચારે છે કે મેં આ બધું કર્યું છે, પરંતુ હું ફક્ત તેમની પાછળ પાછળ ચાલતો હતો.

મને કહો, એવા કોણ મહાપુરુષ છે જેઓ ક્યારેય પોતાના હાથમાંથી ત્રિશૂળ છોડતા નથી, પરંતુ તેમની તેજસ્વીતાથી તે જ ત્રિશૂળમાંથી હજારો ત્રિશૂળ પ્રકટ થઈને શત્રુઓ પર પડે છે”.

અર્જુનની વાત સાંભળીને મહર્ષિ વેદ વ્યાસે કહ્યું, “જે કૌરવ સેનામાં પોતે ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ, કૃપાચાર્ય જેવા મહાવીર હોય તે સેનાનો વિનાશ ફક્ત મહાદેવ જ કરી શકે છે. તમને જે તેજસ્વી મહાપુરુષ દેખાય છે, તે બીજું કોઈ નહીં પણ ભગવાન શિવ જ છે. તેઓ આ ધર્મ યુદ્ધમાં તમારું સમર્થન કરી રહ્યા છે અને અધર્મીઓનો વિનાશ કરી રહ્યા છે.

જ્યારે તમે સિંધુરાજ જયદ્રથના વ-ધ-નું વચન લીધું હતું, તે સમયે સપનામાં શ્રીકૃષ્ણએ તમને જેનું દર્શન કરાવ્યું હતું, આ તે જ શંકર ભગવાન છે, જે યુદ્ધમાં તમારી આગળ-આગળ ચાલી રહ્યા છે. તેઓએ જ તમને તે દિવ્યાસ્ત્ર આપ્યા હતા, જેના દ્વારા તમે રાક્ષસોનો સં-હાર કર્યો છે.”

મહર્ષિ વેદ વ્યાસના શબ્દો સાંભળીને અર્જુનને પણ ખાતરી થઈ ગઈ કે મહાદેવ પોતે તેમના પક્ષમાં છે. અર્જુને તેમને પ્રણામ કર્યા અને ફરી લડવા લાગ્યા.

(ખાસ નોંધ : અહીં આપેલી માહિતી લોક વાયકાઓ, સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.