શિવજીએ સ્વામી વિવેકાનંદના ગુરુની આ રીતે કરી હતી મદદ, સ્વામી વિવેકાનંદે પોતે જણાવ્યો હતો પ્રસંગ.

0
223

સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે ભગવાનમાં શ્રદ્ધા હોવી જોઈએ. આ સંબંધમાં તે અવારનવાર વાર્તા કહેતા હતા. આ તેમના વિદ્યાર્થી જીવનની સાચી ઘટના હતી. જ્યારે તેઓ વિવેકાનંદ નહીં પણ નરેન્દ્ર તરીકે જાણીતા હતા.

તે સમયે યુવાન નરેન્દ્રને સંસ્કૃત શીખવનાર ગુરુજી ખૂબ જ ગરીબ હતા, પરંતુ તેઓ કહેતા કે ભગવાન ખૂબ જ દયાળુ છે અને તે હંમેશા આપણી સંભાળ રાખે છે. વિદ્યાર્થીઓ તેમની પાસેથી ઘણું શીખતા હતા, પરંતુ આ એક વાત બધા વિદ્યાર્થીઓના મગજમાં બેસી જતી હતી, કારણ કે ગુરુજી આ વાત પૂરા આત્મવિશ્વાસથી કહેતા હતા.

એક દિવસ જ્યારે તે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ વર્ગમાં આવ્યો અને તેણે મની ઓર્ડર આપ્યો. સાથે એક પત્ર પણ આપ્યો હતો. જ્યારે ગુરુજીએ તે પત્ર વાંચ્યો ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા. વર્ગ પૂરો થયો ત્યારે યુવાન નરેન્દ્ર સૌપ્રથમ તેમની પાસે પોહચ્યાં અને પૂછ્યું, ‘ગુરુજી બધું બરાબર છે ને? શું વાત છે?’

ગુરુજીએ કહ્યું, ‘નાના બાળકો સહિત મારા પરિવારના સભ્યો છેલ્લા કેટલાક દિવસોથી ભૂખ્યા છે. ગરીબીને કારણે હું તેમના ભોજનની વ્યવસ્થા કરી શકતો ન હતો. એક સજ્જને આ પત્ર સાથે મનીઓર્ડર મોકલ્યો છે. પત્રમાં લખ્યું છે કે હું તમને ઓળખું છું. શિવજી મારા સપનામાં આવ્યા અને તેમણે કહ્યું કે, હું તમારી મદદ કરું એટલે મેં તમને આ પૈસા મોકલ્યા છે.

યુવાન નરેન્દ્રએ કહ્યું, ‘ગુરુજી, જો તમે આટલા પરેશાન છો, તો તમે અમને કહ્યું હોત. અમે તમારા માટે થોડી વ્યવસ્થા કરી દેતે.’

ગુરુજીએ કહ્યું, ‘જ્યારે ઉપર બેઠેલા ભગવાન મારી ચિંતા કરે છે, તો પછી શા માટે હું નીચે રહેતા લોકોની મદદ માંગુ?’

યુવાન નરેન્દ્ર તે દિવસે ઘણી બાબતો સમજી ગયા. યુવાન નરેન્દ્ર જ્યારે મોટા થયા અને વિવેકાનંદ બન્યા ત્યારે તેમણે આ ઘટના ઘણા લોકોને સંભળાવી.

બોધ : જ્યારે આપણે સારા ઇરાદા સાથે ભગવાન પર વિશ્વાસ કરીએ છીએ, ત્યારે ભગવાન ચોક્કસપણે તેમના ભક્તોને કોઈને કોઈ સ્વરૂપમાં મદદ કરે છે. મહેનત તો કરવી જ પડશે, પણ સાથે સાથે ભગવાનમાં શ્રદ્ધા પણ રાખવી પડશે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.