ગુજરાતમાં આવેલા આ મંદિરમાં છે 5 હજાર વર્ષ જૂનું શિવલિંગ, દર્શન માત્રથી થઇ જાય છે દરેક ઈચ્છા પુરી.
શ્રાવણ મહિનામાં શિવ મંદિરો પર ભક્તોની લાંબી લાઇન લાગે છે. ભારતમાં હજારો વર્ષ પહેલાના મંદિર આજે પણ જોવા મળે છે. પુરાતત્વ વિભાગ તેના એતિહાસિક હોવાનું પ્રમાણ પણ આપે છે. એવું જ એક મંદિર ગુજરાતનાં મોસાદથી અલભગ ૧૪ કિમી દૂર ડેડીયાપાડા તાલુકાના કોકમ ગામમાં આવેલું છે. આ મંદિરને જલેશ્વર મહાદેવ મંદિરના નામથી ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે અહીં સ્થાપિત શિવલિંગ લગભગ 5 હજાર વર્ષ જૂનું છે.
5 હજાર વર્ષ જૂનું શિવલિંગ : મોસાદ શહેરથી લગભગ 14 કિમી દુર આવેલું મહાદેવનું આ મંદિર પૂર્વા નદીના કિનારે છે. આ નદી પૂર્વ દિશા તરફ વધે છે, એટલા માટે પૂર્વા નામથી ઓળખાય છે. ભગવાન શિવનું આ મંદિર પૂર્વા નદીના કિનારે હોવાના કારણે આ મંદિરને જલેશ્વર મહાદેવના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિરમાં સ્થાપિત શિવલિંગ 1940 માં મંદિરનું ખોદકામ દરમિયાન મળ્યું હતું. આ મંદિરની સાથે બીજી ઘણી વસ્તુઓ ખોદકામમાં મળી હતી. માન્યતા છે કે આ શિવલિંગ 5 હજાર વર્ષથી પણ જૂનું છે.
મહાશિવરાત્રી પર થાય છે વિશેષ પૂજા : દરેક મહાશિવરાત્રિ પર જલેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા કરવામાં આવે છે. તેના સિવાય દર સોમવારે અહી ભક્તોની ભીડ ઉમડી આવે છે. શ્રાવણ મહિનામાં અહીં ઘણા ભક્તો જોવા મળે છે. માન્યતા છે કે, આ શિવલિંગના દર્શન માત્રથી જ લોકોની દરેક ઈચ્છાઓ પૂરી થઈ જાય છે.
કેવી રીતે પહોંચવું?
રેલવે માર્ગ : નર્મદા જિલ્લાથી નજીકનું રેલવે સ્ટેશન વડોદરા છે. આ રેલવે સ્ટેશન ભારતના દરેક પ્રમુખ શહેરો જેવા કે મુંબઈ, જયપુર, પૂણે, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ, પટના અને લખનઉ સાથે જોડાયેલું છે. વડોદરાથી નર્મદા જિલ્લા સુધી જવા માટે ટેક્સી કે બસથી ૯૦ કિમીની મુસાફરી કરવી પડશે.
રોડ માર્ગ : મુસાફરો નર્મદા જિલ્લાની યાત્રા કરવા માટે કે આંતરરાજ્ય પ્રવાસી બસમાં જઈ શકે છે કે પછી પોતાના ખાનગી વાહન લઈને જઈ શકે છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને બેંગલુરુ થી ક્રમશઃ 1,000, 450, 2,000 અને 1,300 કિમીની મુસાફરી કરવી પડશે.
હવાઈ માર્ગ : નર્મદા જિલ્લા સુધી જવા માટે નજીકનું એરપોર્ટ વડોદરામાં છે. ત્યાંથી ટેક્સી કે બસ દ્વારા મુખ્ય જિલ્લા સુધી પહોંચવા માટે વધુ ૯૦ કિમીની મુસાફરી કરવી પડશે.
આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.