શિવલિંગના અલગ અલગ પ્રકાર અને તેની પૂજાથી મળતા ફળ વિષે જાણો.
શિવ દરેકના આરાધ્ય દેવ છે, તેથી જ શાસ્ત્રોમાં દેવો, દાનવો, અસુરો કે મનુષ્યો માટે અલગ-અલગ શિવલિંગની પૂજાનો નિયમ જણાવવામાં આવ્યો છે. શિવલિંગને પરબ્રહ્મ અથવા શિવના નિરાકાર સ્વરૂપનું પ્રતિક માનવામાં આવે છે. શિવપુરાણ પ્રમાણે, ભગવાન વિષ્ણુએ ભગવાન વિશ્વકર્માને સમગ્ર વિશ્વના સુખ અને મનોકામનાઓ પૂરી કરવા માટે વિવિધ પ્રકારના શિવલિંગ બનાવવા અને દેવતાઓને આપવાનો આદેશ આપ્યો. વિશ્વકર્માએ વિવિધ સામગ્રી, ધાતુઓ અને રત્નોમાંથી શિવલિંગ બનાવ્યા હતા. આવો જાણીએ તેમના વિશે.
1) દેવલિંગ – જે શિવલિંગની સ્થાપના દેવતાઓ અથવા અન્ય જીવોએ કરી હોય તેને દેવલિંગ કહેવામાં આવે છે. તે પરંપરાગત રીતે વર્તમાન પૃથ્વી પરના દેવતાઓ માટે પૂજાય છે.
2) અસુરલિંગ – જે અસુરો દ્વારા પૂજવામાં આવે છે, તે અસુરલિંગ. રાવણે એક શિવલિંગ સ્થાપિત કર્યું હતું, જે અસુરલિંગ હતું. દેવતાઓ પ્રત્યે દ્વેષ રાખવાવાળા રાવણની જેમ અન્ય દૈત્યો પણ શિવના પરમ ભક્તો રહ્યા છે.
3) અર્શલિંગ – પ્રાચીન સમયમાં અગસ્ત્ય મુનિ જેવા સંતો દ્વારા સ્થાપિત આ પ્રકારના શિવલિંગની પૂજા કરવામાં આવતી હતી.
4) પુરાણલિંગ – પૌરાણિક કાળના લોકો દ્વારા સ્થાપિત શિવલિંગને પુરાણ શિવલિંગ કહેવામાં આવે છે. આ પુરાણલિંગની પૂજા પુરાણીઓ દ્વારા કરવામાં આવે છે.
5) મનુષ્યલિંગ – ઐતિહાસિક મહાપુરુષો, શ્રીમંત, રાજા-મહારાજાઓ દ્વારા પ્રાચીનકાળ અથવા મધ્યકાલીન સમયમાં સ્થાપિત લિંગને મનુષ્ય શિવલિંગ કહેવામાં આવે છે.
6) સ્વયંભૂલિંગ – ભગવાન શિવ સ્વયં કોઈ કારણસર શિવલિંગના રૂપમાં પ્રગટ થાય છે. આ પ્રકારના શિવલિંગને સ્વયંભુ શિવલિંગ કહેવામાં આવે છે. સ્વયંભુ શિવલિંગ ભારતમાં ઘણી જગ્યાએ છે. જ્યાં શિવ સ્વયં વરદાન સ્વરૂપે પ્રગટ થયા છે.
દેવી-દેવતાઓના શિવલિંગના પ્રકાર :
1) યક્ષ – દહીં
2) યોગી – ભસ્મ
3) નાગ – મૂંગા
4) દેવી – માખણ
5) ઇન્દ્ર – પદ્મરાગ
6) ધર્મ – પોખરાજ
7) વિશ્વદેવ – ચાંદી
8) વસુગણ – પિત્તળ
9) સોમ – મોતી
10) અગ્નિદેવ – હીરો
11) બ્રાહ્મણ – માટી
12) વિષ્ણુ – ઈન્દ્રનીલ
13) બ્રહ્મપત્ની – રત્ન
14) લક્ષ્મી – સ્ફટિક
15) મયાસુર – ચંદન
16) મણિ કુબેર – સોનું
17) આદિત્યગણ – તાંબું
18) બ્રહ્મા – ચળકતું સોનું
19) વરુણ – શ્યામ અથવા કાળો રંગ
20) બાણાસુર – પારોઅથવા પાર્થિવ
21) અશ્વિની કુમાર – પાર્થિવ લિંગ
શિવલિંગના તે પ્રકાર કે જેની પૂજા વિશેષ મનોકામનાઓ માટે કરવામાં આવે છે :
1) પારદ શિવલિંગ – પારદ શિવલિંગ મોટાભાગે ઘર, ઓફિસ, દુકાન વગેરેમાં રાખવામાં આવે છે. આ શિવલિંગની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
2) મિશ્રી શિવલિંગ – આ શિવલિંગ ખાંડ અથવા સાકરથી બનેલું હોય છે. એવું કહેવાય છે કે તેની પૂજા કરવાથી રોગોનો નાશ થાય છે અને વ્યક્તિને પીડામાંથી મુક્તિ મળે છે.
3) જવ અને ચોખાથી બનેલું શિવલિંગ – પરિવારની સમૃદ્ધિ માટે તેની પૂજા કરવામાં આવે છે. જે દંપતી સંતાનના સુખથી વંચિત રહે છે, તેઓને સંતાનનું સુખ મળે છે.
4) ભસ્મ શિવલિંગ – યજ્ઞની ભસ્મમાંથી બનેલું આ શિવલિંગ સિદ્ધિઓ તરફ દોરી જાય છે. અઘોરી સંપ્રદાયના લોકો દ્વારા મોટેભાગે તેની પૂજા કરવામાં આવે છે.
5) ગોળનું શિવલિંગ – ગોળ અને અન્નથી બનેલા આ શિવલિંગની પૂજા કરવાથી ખેતી અને અન્ન ઉત્પાદનમાં વધારો થાય છે.
6) ફળો અને ફૂલોનું શિવલિંગ – ફૂલોથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી જમીન-મકાન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. સાથે જ ફળોથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી ઘરમાં રહેલા અન્ન-જળ વગેરેની ધન્યતા પ્રાપ્ત થાય છે.
7) સોના અને ચાંદીથી બનેલું શિવલિંગ – સોના અને ચાંદીની ધાતુથી બનેલું શિવલિંગ સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ લાવે છે.
8) માટીનું શિવલિંગ – માટીમાંથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી સાપ, વીંછી વગેરે ઝે-રી જીવોના ભયથી મુક્તિ મળે છે.
9) દહીંથી બનેલું શિવલિંગ – કપડામાં દહીં બાંધીને બનાવેલું શિવલિંગ સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ માટે છે.
10) લસણિયો શિવલિંગ – લસણિયો રત્નમાંથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી શત્રુ પર વિજય મેળવવાની આપણી તમામ મનોકામનાઓ પૂરી થાય છે.
આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.