“શીવો ને રાણો, હજુયે પાકેત” : આ નાનકડી કવિતામાં જે કહેવામાં આવ્યું છે તેના વિષે દરેકે વિચારવા જેવું છે.

0
533

માવડીયુ જો મલાજો, થોડો ધણો રાખેત

હાલરડા ગાતુ ગાતી, હિચકા જો નાખેત

તો તો શીવો ને રાણો, હજુયે પાકેત

ફિટી જઇ છે જુઓ, ફેશન મા આજ બાયુ

કોણ આ ફજેત કયાથી આયુ

આઠેય અંગ ઢાકી, ધુમટો જો ઢાકેત

તો તો શીવો ને રાણો હજુયે પાકેત

અવળા જો ને પગલા ભરી રહી છે દિકરીયુ

ચીચાડા નાખી રહી છે પગની ઝાઝરીયુ

ગોબરી ફિલ્મુ મેલી શાશતર જો વાચેત

તો તો શીવો ને રાણો હજુયે પાકેત

પરાયા પંડય હારે પોત મેલનારી

માવતર ના મરતબા ને ઠે બુ દેનારી

પતિના છાયા મા આયખુ જો કાઢેત

તો તો શીવોને રાણો હજુયૈ પાકેત.

– સાભાર એમડી પરમાર (અમર કથાઓ ગ્રુપ)