“શોભે છે શણગાર” – માતાજીના આ ભજન ગાઈને તેમની ભક્તિમાં મગ્ન થઈ જાવ.

0
639

શોભે છે શણગાર

શોભે છે શણગાર, કંઠે મોતીડાં ની માળ

કાને કુંડલ ચાર, પગમાં ઝાંઝર નો ઝણકાર (2)

માને શોભે છે ચુંદડી રંગ લાલમાં

ટીલડી તેજ કરે એના ભાલમાં,

શેથી પૂર્યા સિંદૂર, કરમાં શોભે ત્રિશૂલ

નેનો હેતે થી ભરપૂર.

શોભે છે શણગાર, કંઠે મોતીડાં ની માળ

કાને કુંડલ ચાર, પગમાં ઝાંઝર નો ઝણકાર (2)

જય અંબે.

(ભજન 2)

જમા જાગરણનો કુંભ સ્થપાયા અમને મલિઆ જતી-સતી

કે ગરવા પાટે પધારો ગણપતિ ……. ગરવા

નિજ્યા પંથ ના મંડપ રોપ્યો ધર્મ ધજા ફરકતી

ગત ગંગા આરાધે દાતા નાર નારી એક મતિ….. ગરવા

વેદ ભણતા બ્રહ્મા આવ્યા આવ્યા માતા સરસ્વતી

કૈલાસથી ભોળાનાથ પધાર્યા સંગમાં માતા પાર્વતી સતી ….. ગરવા

તેત્રીશ કોટી દેવ આવ્યા આવ્યા શ્રી લક્ષ્મીપતિ

બાવન વીર ને ચોસઠ જોગણી આવ્યા હનુંમોજાતી ….. ગરવા

નવનાથ ને સિદ્ધ ચોરાસી આવ્યા શ્રી ગોરખજતી

પોકરનગઢથી પીર રામદે પધાર્યા બરબીજના પતિ ….. ગરવા

કેશવ તમને વિનવે સ્વામી મંગળ કરો મુરતી

ધૂપ-દીપ જળહળતી જ્યોતિ ઉતારું આરતી ….. ગરવા