એક પક્ષીની આ નાનકડી સ્ટોરી તમને તમારા જીવનમાં ઉપયોગી 3 મહત્વની વાતો શીખવી જશે.

0
418

ભર શિયાળામા એક નાનું પંખી ઉડતાં ઉડતાં ઠંડીથી થીજી જઈ એક ખેતરમાં પડ્યું.

એટલામાં ત્યાંથી એક ગાય પસાર થતી હતી એના છાણનું એક પોદડું એ પક્ષી ઉપર પડ્યું અને એ હુંફાળા છાણમાં ઢંકાઈ ગયું.

થોડીવાર માં જ એના શરીરમાં હુંફ આવી ગઈ અને એ ખુશ થઈને ગાવા લાગ્યું.

ત્યાંથી એક બિલાડી પસાર થતી હતી.

ધ્યાન પૂર્વક સાંભળવાથી એ સમજી ગઈ કે અવાજ છાણના પોદડામાંથી આવે છે.

એ પંજાથી છાણ ખસેડીને પક્ષીને પકડીને ખાઈ ગઈ.

આમા તમે કેટલી વાતો સમજ્યા?

આમા સમજવા જેવી ત્રણ વાતો છે…

(૧) કોઈ આપણા ઉપર કાદવ ઉડાડે તો હંમેશાં આપણો શત્રુ નથી હોતો.

(૨) કોઈ આપણને એ કાદવમાંથી બહાર કાઢે તો હંમેશાં આપણો મિત્ર નથી હોતો.

(૩) જ્યારે પણ તમે કાદવથી ખરડાયલા હો ત્યારે ચૂપ રહેવામાં જ મજા છે.

– સાભાર હિતેશ રાયચુરા (અમર કથાઓ ગ્રુપ)