સુરેશ પોતાના પરિવારની સાથે ખૂબ પ્રેમ પૂર્વક રહે છે, તેના નાનકડા પરિવારમાં તેની પત્ની હિરલ અને દીકરી જાગૃતિ જે 4 વર્ષની છે. સુરેશે થોડા પૈસા બચાવીને એક નવી કાર ખરીદે છે અને હંમેશા તેનું ધ્યાન રાખતો રહે છે. રજાનો દિવસ હતો સુરેશ પોતાની કારને ચમકાવવા માટે પાણીથી ધોઈને સાફ કરી રહ્યો હોય છે.
સુરેશ કારને ચમકાવી રહ્યો હોય તે દરમિયાન દીકરી જાગૃતિ કાર પાસે આવે છે અને પથ્થરથી કાર પર કઈક લખવા લાગે છે. સુરેશની ધ્યાન જ્યારે દીકરી પર પડે છે તો તે ખૂબ ગુસ્સે થાય છે અને જાગૃતિનો હાથ મરડી નાખે છે. દુ:ખાવાના કારણે જાગૃતિ રડવા લાગે છે, જેનો અવાજ સાંભળી હિરલ આવે છે અને હાથ જોઈને બંને પતિ-પત્ની તેને દવાખાને લઈને જાય છે.
ડૉક્ટર રિપોર્ટ કાઢે છે તો તપાસમાં ખબર પડે છે કે તેના હાથમાં ખૂબ ગંભીર ઇજા થઈ છે. સુરેશે ગુસ્સામાં એટલો જોરથી હાથ મરડી નાખ્યો હતો કે નાનકડી જાગૃતિના હાથમાં ફેક્ચર થઈ ગયું. દવાખાનાથી સારવાર કરાવ્યા પછી જ્યારે જાગૃતિને ઘરે લાવે છે, તો તેના પિતાને પૂછે છે “મારો હાથ ક્યારે સારો થશે પપ્પા”. ભૂલ પર પછતાવો કરી રહેલ સુરેશ કોઈ જવાબ આપી શક્યો નહીં.
બીજા દિવસે તે ઓફિસ જવા માટે જ્યારે કાર કાઢવા જાય છે, તો તેનું ધ્યાન જાગૃતીના લખાણ પર પડે છે. તેણે લખ્યું હતું ‘આઈ લવ યું પપ્પા’. જેના કારણે સુરેશ પોતાની કરેલ ભૂલનો ખૂબ પછતાવો કરે છે.
બોધ : ગુસ્સો અને પ્રેમની સીમા હોતી નથી. યાદ રાખો કે વસ્તુઓ ઉપયોગ કરવા માટે હોય છે અને માણસ પ્રેમ કરવા માટે. પરતું આજના સમયમાં ઊલટું થઈ રહ્યું છે. લોકો વસ્તુઓને પ્રેમ કરે છે અને માણસોનો ઉપયોગ.
શું તમે પણ આવી ભૂલ પોતાના જીવનમાં કરી છે અમને કમેંટ કરીને જરૂર જણાવો.
(ફોટાઓ પ્રતીકાત્મક) (સોર્સ : ગૂગલ)