દોહો
રાખણ લાજ લોક તણી
જબર મચાવે જંગ..
વિરતા ગાવે વારિયો
રંગ તને અડભંગ..
છંદ ચર્ચરી
(સિંધ માંથી આવે સુમરી કહે છે)
અબડા કરતી પુકાર, ચડજે વીરા તુ વાર
આજ અમને આધાર, વાલા તારો..
પતસારી ચડી વાર, સિંધી થિયા જુંજાર,
ખીલજી બનિ ખુંખાર, કીધો મારો..
અબડા તું તાર તાર, આયા તારેય દ્વાર
ભાંગ ભાંગ ભીડ ભાર, વિનતી મા રી..
ચડીયો અજ શુર જંગ,રાખી રજપૂત રંગ
અબડો અતીય ઉમંગ , અંગે ધારી..૧
(અબડો કહે છે)
રજપૂતા ઈજ રીત ,અરિયા હોવે અમીત
થાવે નાહ ભય ભીત, જંગે જાતા..
લોક તણી લાજ કાજ, હથે હથી આર સાજ
જંગ માહિ જુંજવાજ, આતુર થાતા..
બેનિ રેજો બિંદાસ , અરિયા આવે ન પાસ..
જબલગ રહે સંગ સ્વાસ, અંતર મારી..
ચડીયો અજ શુર જંગ,રાખી રજપૂત રંગ
અબડો અતીય ઉમંગ , અંગે ધારી..૨
(અબડા જામ ના જંગ નો વર્ણન)
જળહળ તી જબર જ્વાળ, જંગ તણી કાળજાળ
દણકી ઉઢે દાઢાડ, સસ્ત્રો ધારી ..
કળળળળળ કળેળાટ, કમઠ પીઠ કળકળાટ
ધડડડડડ ધરા પાટ, ધ્રૂજે સારી..
ધણણણણ ધ્રુસાંગ ઢોલ, હર હર શુર બોલ બોલ,
ખણણણણ ખાંડા સોર, ખણકે ભારી..
ચડીયો અજ શુર જંગ,રાખી રજપૂત રંગ
અબડો અતીય ઉમંગ , અંગે ધારી..૩
કચ્છી શૂરા અપાર, હાથે તર વાર ધા ર
કરતા મારા જ મા ર, જંગે ભારી..
હણતા અરિયા હજાર,મહા દેવ નામ ધાર
હર હર મૂખે ઉચાર, જંગે જારી..
કાર ખાર કરે વાર, અરીયા ધૂ ધડ ધાર..
ધ્રૂજત તબ થાર થાર, યવનો ભારી..
ચડીયો અજ શુર જંગ,રાખી રજપૂત રંગ
અબડો અતીય ઉમંગ , અંગે ધારી..૪
ખેલત ખુંખાર ખેલ, રગ્દા અજ રેલછેલ
અબ્ધી સમ રણ ભરેલ, દીસત સારો..
કરતો અડભંગ વાર, અરિયા માથે અપાર
થડકત ખિલજી નિહાર, જં ગ શુરા રો..
નારણ અજ મો ત ભાડ,ભાગત વૈરીજ પાડ
બન્યો અડભંગ કાડ, આજે ભારી..
ચડીયો અજ શુર જંગ,રાખી રજપૂત રંગ
અબડો અતીય ઉમંગ , અંગે ધારી..૫
છપ્પય છંદ
જંગ કરે અડભંગ નિભાવણ રીતજ સાચી..
જંગ કરે અડભંગ થંભ ગ્યો સૂરજ પ્રાચી..
જંગ કરે અડભંગ રુદે અરિયા દળ ધ્રૂજે..
જંગ કરે અડભંગ રિપૂ દસ કોઇ ન સૂજે..
અબડા કારણ તે અડભંગ સોંપે સમરાંગણ સીર..
નારણ ચારણ કિરત ગાવે ખરો વખાણતો ખમીર..
નારાણ ગઢવી વારીયા.
રચયિતા ચારણ કવિરાજ નારણભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા.
જય માતાજી.
(સાભાર જામ અબડા રતનસિંહ પચુભા, અમર કથાઓ ગ્રુપ)