એક વખત શ્રીકૃષ્ણ મહેલની છત પર જઈને ધ્રુસકે ધ્રુસકે રડ્યા હતા, વાંચો તે પ્રસંગ વિષે.

0
707

એક સત્ય ઘટના…

શ્રીકૃષ્ણ ગોકુળ છોડીને મથૂરા આવ્યા. રાજ મહેલ મા જમવાની તૈયારી થઈ. ભગવાન શ્રીકૃષ્ણ અને ઉદ્ધવ જમવા બેઠા. સોનાની થાળીમાં ભોજન લયને માતા આવ્યા સાથે રાણીઓ પણ આવી.

સોનાની થાળીમાં ભગવાન શ્રી કૃષ્ણ એ નજર કરી. તરત જ અખીલ બ્રહ્માંડ ના માલીક જગત પીતા શ્રીકૃષ્ણ ઊભા થઈને મહેલ ની છત ઉપર જતા રહ્યા. પાછળ ઉદ્ધવ પણ દોડીને મહેલ ની છત પર આવ્યા.

તેમણે જોયૂ તો અખીલ બ્રહ્માંડ ના માલીક જગત પીતા શ્રીકૃષ્ણ ગોકુળ તરફ નજર કરીને ધ્રુસકે ધ્રુસકે રડે છે. આખો માંથી દડ દડ દડ આસુઓ ની ધારાઓ છુટે છે.

પાછળ થી ઉદ્ધવ જોવે છે અને કહે છે, અરરરે આ શુ કાન્હા? કુષ્ણ આ શુ છે? કેમ રડે છે બોલ, મને કહો શુ છે?

ત્યારે અખીલ બ્રહ્માંડ ના માલીક જગત પીતા કહે છે, હે ઉદ્ધવ મા દેવકી ને કહો મહેલ મા જાણ કરો કે, હૂ જ્યારે જમવા બેસુ ને ત્યારે મારી થાળીમાં મને ગોરસ ના પિરસે. દહી મીચરી ને જોયને મને આજે ગોકુળ યાદ આવે છે.

હે ઉદ્ધવ આજે મને આહિર નંદ બાબા નો નેહડો યાદ આવે છે. હે ઉદ્ધવ આજે મને માં યશોદા મૈયા યાદ આવે છે. આજે મને મારી ગોપ ગોપીઓ યાદ આવે છે.

હે ઉદ્ધવ મને ગોકુળ ની ગલીઓ યાદ આવે છે. હે ઉદ્ધવ મને ગોકુળ ની ગાયો યાદ આવે છે. હે ઉદ્ધવ મને માં યશોદા મૈયા નો પ્રેમ યાદ આવે છે.

હે ઉદ્ધવ મને આજે ગોકુળ યાદ આવે છે. હે ઉદ્ધવ આજ મને આહિર નો નેહડો યાદ આવે છે.

મિત્રો સારુ લાગે તો કોમેન્ટ કરજો.

– સાભાર આહીર ભગવાન (અમર કથાઓ ગ્રુપ)