શ્રીકૃષ્ણનો રંગ વાદળી કેમ છે, શું તમને ખબર છે તેનું કારણ? જાણો પ્રકૃતિ અને શ્રીકૃષ્ણનો સંબંધ.

0
730

ભગવાન શ્રીકૃષ્ણના ફોટામાં તેમનો રંગ વાદળી કેમ હોય છે? વાંચો તેની સાથે જોડાયેલી કથા.

હિંદુ ધર્મમાં ભગવાન શ્રીકૃષ્ણને નારાયણનો અવતાર માનવામાં આવે છે. લોકો તેમને પ્રેમના પ્રતિકના રૂપમાં પણ પૂજે છે. જે લોકો શ્રીકૃષ્ણને સાચી શ્રદ્ધાથી પુજે છે તેમના જન્મ જન્માંતરના પાપ પણ નષ્ટ થઇ જાય છે. અને તે મોક્ષને પ્રાપ્ત થઇ જાય છે. ભગવાન શ્રીકૃષ્ણને હંમેશા ફોટામાં વાદળી રંગમાં દર્શાવવામાં આવે છે. પણ શું તમે જાણો છો ભગવાન શ્રીકૃષ્ણને વાદળી રંગ કેવી રીતે પ્રાપ્ત થયો.

વાદળી કેમ છે શ્રીકૃષ્ણ?

પૌરાણીક કથાઓ મુજબ શ્રીકૃષ્ણને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ હંમેશા ઊંડા સાગરમાં નિવાસ કરતા હતા. તેમના સાગરમાં નિવાસ કરવાને કારણે જ ભગવાન શ્રીકૃષ્ણનો રંગ વાદળી છે. હિંદુ ધર્મમાં જે લોકો પાસે બુરાઈઓ સામે લડવાની ક્ષમતા હોય છે. તેમના ચરિત્રને વાદળી રંગના માનવામાં આવે છે.

સાથે જ હિંદુ ધર્મમાં વાદળી રંગને અનંતતાનું પ્રતિક માનવામાં આવે છે. તનો અર્થ એ છે કે તેમનું અસ્તિત્વ ક્યારે પણ સમાપ્ત નથી થવાનું. એક બીજી માન્યતા મુજબ બાળપણમાં પુતના નામની રાક્ષસી શ્રીકૃષ્ણની હત્યા કરવા આવી. તે રાક્ષસીએ તેમને વિષયુક્ત દૂધ પીવરાવ્યું પણ દેવાવતાર હોવાને કારણે તેમનું મૃત્યુ ન થયું અને શ્રીકૃષ્ણનો રંગ વાદળી થઇ ગયો.

કાળિયા નાગની કથા :

એવું પણ કહેવામાં આવે છે કે યમુના નંદીમાં એક કાળિયા નામનો નાગ રહેતો હતો. જેના કારણે ગોકુલના બઘા નિવાસી દુઃખી હતા. ભગવાન શ્રીકૃષ્ણ જયારે કાળિયા નાગ સામે લડવા ગયા. યુદ્ધ વખતે તેના વિષને કારણે ભગવાન શ્રીકૃષ્ણનો રંગ વાદળી થઇ ગયો. આ બધી વિગતો સિવાય વિદ્વાનોનું એવું પણ માનવું છે કે ભગવાન શ્રીકૃષ્ણનો વાદળી રંગ હોવાનું કારણ તેમનું આધ્યાત્મિક સ્વરૂપ છે. શ્રીમદ્દભાગવત ગીતા મુજબ ભગવાન શ્રીકૃષ્ણનું વાદળી રૂપ માત્ર તેમને જ જોવા માટે મળે છે જે શ્રીકૃષ્ણના સાચા ભક્ત હોય છે.

પ્રકૃતિ અને શ્રીકૃષ્ણનો સંબંધ : શ્રીકૃષ્ણનો રંગ વાદળી કેમ છે?

ભગવાન શ્રીકૃષ્ણના વાદળી રંગ પાછળ એક માન્યતા એ પણ છે કે પ્રકૃતિનો મોટોભાગ વાદળી છે. જેમ કે આકાશ, સમુદ્ર, ઝરણા વગેરે વાદળી રંગના હોવા મળે છે. એટલે પ્રકૃતિના એક પ્રતિકના રૂપમાં હોવાને કારણે તેમનો રંગ વાદળી છે. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ તમામ બુરાઈઓનો વિનાશ કરવા માટે થયો હતો. એટલા માટે શ્રીકૃષ્ણએ એક પ્રતિકના રૂપમાં વાદળી રંગ ધારણ કર્યો. બ્રહ્મ સંહિતા મુજબ શ્રીકૃષ્ણના અસ્તિત્વમાં વાદળી રંગના નાના નાના વાદળોનો સમાવેશ છે એટલા માટે શ્રીકૃષ્ણનો રંગ વાદળી છે.

આ માહિતી ધ ડિવાઇનટેલ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.