જાણો કેમ શ્રીકૃષ્ણએ એકલવ્યનો વધ કરવો પડ્યો હતો, કારણ જાણીને તમે પણ થઇ જશો ચકિત. મહાભારત કાળમાં ઇલાહાબાદના તટવર્તી પ્રદેશમાં સદુર સુધી ફેલાયેલા રાજ્ય એકલવ્યના પિતા નિષાદરાજ હિરણ્યધનુનું હતું. ગંગાના કાંઠા ઉપર અવસ્થિત શ્રુંગાવેરપુર તેની રાજધાની હતી. તે સમયે શ્રુંગવેરપુર રાજ્યની શક્તિ મગધ, હસ્તિનાપુર, મથુરા, ચેદી અને ચંદેરી વગેરે મોટા રાજ્યોની સમકક્ષ હતી. નિષાદ હિરણ્યધનુ અને તેના સેનાપતિ ગીરીબીરની વીરતા વિખ્યાત હતી.
નિષાદરાજ હિરણ્યધનુ અને રાણી સુલેખાના સ્નેહાંચલની પ્રજા સુખી અને સમૃદ્ધ હતી. રાજા રાજ્યનું સંચાલન આમાત્ય (મંત્રી) પરિષદની સહાયતા કરતા હતા. નિષાદરાજ હિરણ્યધનુને રાણી સુલેખા દ્વારા એક પુત્ર પ્રાપ્ત થયો જેનું નામ ‘અભીદયુમ્ન’ રાખવામાં આવ્યું. રાજ્યના લોકો તેને ‘અભય’ ના નામથી બોલાવતા હતા. પાંચ વર્ષની ઉંમરમાં એકલવ્યના શિક્ષણની વ્યવસ્થા કુળની ગુરુકુળમાં કરવામાં આવી.
બાળપણથી જ અસ્ત્ર શસ્ત્ર વિદ્યામાં બાળકની ધગશ અને એકાગ્રતા જોઈને ગુરુએ બાળકનું નામ ‘એકલવ્ય’ રાખ્યું હતું. એકલવ્યના યુવાન થયા પછી તેના લગ્ન હિરણ્યધનુના તેના એક નિષાદના મિત્રની કન્યા સુણીતા સાથે કરાવી દીધા. એકલવ્ય ધનુર્વીદ્યાનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માંગતા હતા. તે સમયે ધનુર્વિધામાં ગુરુ દ્રોણની ખ્યાતી હતી. પણ તે માત્ર બ્રાહ્મણ અને ક્ષત્રીય વર્ગને જ શિક્ષણ આપતા હતા અને શુદ્રોને શિક્ષણ દેવાના કટ્ટર વિરોધી હતા.
મહારાજ નિષાદરાજ હિરણ્યધનુએ એકલવ્યને ઘણો સમજાવ્યો કે દ્રોણ તને શિક્ષણ નહિ આપે. પણ એકલવ્યએ પિતાને મનાવ્યા કે તેની શસ્ત્ર વિદ્યાથી પ્રભાવિત થઇને આચાર્ય દ્રોણ સ્વયં તેને તેના શિષ્ય બનાવી લેશે. પણ એકલવ્યનું વિચારવું સાચું ન હતું. દ્રોણે ધુત્કારીને તેને આશ્રમ માંથી ભગાડી દીધો.
એકલવ્ય હાર માનવા વાળામાંથી ન હતા અને શિક્ષણ પ્રાપ્ત કર્યા વગર તે ઘરે પાછા આવવા માંગતા ન હતા. એટલા માટે એકલવ્યે વનમાં આચાર્ય દ્રોણની એક મૂર્તિ બનાવી અને ધનુર્વિદ્યાનો અભ્યાસ કરવા લાગ્યો. તરત જ તેણે ધનુર્વિદ્યામાં નિપુણતા પ્રાપ્ત કરી લીધી. એક વખત દ્રોણાચાર્ય તેના શિષ્યો અને એક કુતરા સાથે તે વનમાં આવ્યા. તે સમયે એકલવ્ય ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી રહ્યો હતો. કુતરો એકલવ્યને જોઈ ભસવા લાગ્યો. કુતરાને ભસવાથી એકલવ્યની સાધનામાં ખલેલ પડી રહી હતી એટલે તેણે તેના બાણથી કુતરાનું મોઢું બંધ કરી દીધું.
એકલવ્યએ એવી કુશળતાથી બાણ ચલાવ્યું હતું કે કુતરાને કોઈ પણ પ્રકારની ઈજા ન થઇ. કુતરો દ્રોણ પાસે ભાગ્યો. દ્રોણ અને શિષ્ય આવી શ્રેષ્ઠ ધનુર્વિદ્યા જોઇ આશ્ચર્યમાં પડી ગયા. તે મહાન ધનુર્ધારીની શોધમાં લાગી ગયા અચાનક તેને એકલવ્ય જોવા મળ્યો, જે ધનુર્વિદ્યાને તે માત્ર ક્ષત્રીય અને બ્રાહ્મણો સુધી સીમિત રાખવા માંગતા હતા તેને શુદ્રોના હાથમાં જતા જોઈ તેને ચિંતા થવા લાગી. ત્યારે તેણે અર્જુનને સંસારના સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બનાવવાના વચનની યાદ આવી.
દ્રોણે એકલવ્યને પૂછ્યું – તે આ ધનુર્વિદ્યા કોની પાસેથી શીખી? એકલવ્ય – તમારી પાસેથી આચાર્ય, એકલવ્યે દ્રોણની માટીની બનેલી મૂર્તિ તરફ ઈશારો કર્યો. દ્રોણે એકલવ્ય પાસે ગુરુ દક્ષિણામાં એકલવ્યના જમણા હાથનો અંગુઠો માંગ્યો એકલવ્યે તેનો અંગુઠો કાપીને ગૃરુ દ્રોણને અર્પણ કરી દીધો.
કુમાર એકલવ્ય અંગુષ્ઠ બલીદાન પછી પિતા હિરણ્યધનુ પાસે જતો રહે છે. એકલવ્ય તેના સાધનાપૂર્ણ કૌશલ્યથી અંગુઠા વગર ધનુર્વિદ્યામાં ફરી કુશળતા પ્રાપ્ત કરી લે છે. આજના યુગમાં આયોજિત કરવામાં આવતી તમામ તીરંદાજી સ્પર્ધાઓમાં અંગુઠાનો ઉપયોગ નથી થતો, એટલે કે એકલવ્યને આધુનિક તીરંદાજીનો જનક કહેવો ઉચિત ગણાશે.
પિતાના મૃત્યુ પછી તે શ્રુંગબેર રાજ્યના શાસક બને છે. અમાત્ય પરિષદની મંત્રણાથી તે ન માત્ર તેના રાજ્યનું સંચાલન કરે છે, પરંતુ નિષાદ ભિલોની એક સશક્ત સેના અને નૌસેનાનું સંગઠન કરે છે અને તેના રાજ્યની સરહદોનો વિસ્તાર કરે છે.
વિષ્ણુ પુરાણ અને હરિવંશ પુરાણમાં ઉલ્લેખિત છે કે નિષાદ વંશના રાજા બન્યા પછી એકલવ્યએ જરાસંઘ સેના તરફથી મથુરા ઉપર હુમલો કરી યાદવ સેનાનો લગભગ નાશ કરી દીધો હતો. યાદવ વંશમાં હાહાકાર મચ્યા પછી જયારે કૃષ્ણએ જમણા હાથમાં માત્ર ચાર આંગળીના સહારે ધનુષ્ય બાણ ચલાવતા એકલવ્યને જોયો તો તેમને એ દ્રશ્ય ઉપર વિશ્વાસ જ ન થયો.
એકલવ્ય એકલા જ સેંકડો યાદવ વંશી યોદ્ધાઓને રોકવામાં સક્ષમ હતો. તે યુદ્ધમાં કૃષ્ણએ કપટથી એકલવ્યનો વધ કર્યો હતો. તેનો પુત્ર કેતુમાન મહાભારત યુદ્ધમાં ભીમના હાથે માર્યો ગયો હતો. જયારે યુદ્ધ પછી બધા પાંડવ તેની વીરતાના વખાણ કરી રહ્યા હતા ત્યારે કૃષ્ણએ પોતાના અર્જુન પ્રેમની વાત સ્વીકારી હતી.
કૃષ્ણએ અર્જુન સામે સ્પષ્ટતા કરી હતું કે ‘તારા પ્રેમમાં મેં શું શું નથી કર્યું. તું સંસારનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર કહેવાય એટલા માટે મેં દ્રોણાચાર્યનો વધ કરાવ્યો, મહાપરાક્રમી કર્ણને નબળો પાડ્યો અને ન ઇચ્છતા હોવા છતાં પણ તારી જાણ બહાર ભીલ પુત્ર એકલવ્યને પણ વીરગતિ આપી, જેથી તારા રસ્તામાં કોઈ અડચણ ન આવે.’
આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.