અજેપાળ દાદા ના નામ પરથી જે શહેર નુ નામ પડયું એવું અંજાર ગામ પણ શ્રીજીના ચરણો થી પાવન થયુ છે.
ભક્ત ચાગબાઈ ના ધરે મહારાજશ્રી થાળ જમયા છે અને એ સમયે જયારે સહજાનંદ મહારાજ ધરે પધાર્યા હતા ત્યારે શહેર મા અમુક વિધર્મીઓ એ રમખાણો કર્યા હતા અને શ્રીજી મહારાજ જ્યાં સંત મંડળ અને ભક્તો સહીત પધાર્યા હતા ત્યા મહારાજ સામે હુ મલો કરવા ગયા ત્યા શ્રીજી એ પોતાની લીલા કરી એક થી વધુ સ્વરુપ મા બધામાં સ્વામિનારાયણ ભગવાન ના દર્શન થતા હુ મલાવળો એ સ્થળ મુકી ને ભાગી ગયા અને અંજાર મા મોટુ રમ ખાણ મહારાજે રોકયુ અને સત્સંગીઓ ની મલે ચછો થી રક્ષા કરી હતી .
અંજાર મા વડ નીચે શ્રીજી મહારાજ સભા કરતા અને ત્યા આજે એ સ્થળ પ્રસાદી ના સ્થળો માનુ એક છે. એની સાથે માધવરાય ની વાડી મા શ્રીજી મહારાજ અનેક વખત પધારેલા અને પીપલેશ્રવર મહાદેવ મંદિર પુજા કરી હતી. આગળ જતા ચાગબાઈ ના એજ ધર મા મહારાજ ની મુર્તિ પધરાવી ને શિખરબંધ મંદિર બનાવ્યું.
હાલ મા મહારાજ આબા આરોગયા નો ચમત્કાર મંદિર મા હરીભકતો એ પોતાની નજરો થી જોયેલો. ગત વર્ષ અંજાર મા માડવી જેવુ વિશાળ પ્રાગણ મા મંદિર નુ નિર્માણ કરવાણા આવ્યુ છે અને સાથે ઘનશ્યામ ભુવન બનાવી ઉતારા ની સગવડ કરી આપી છે. હરીભકતૉ આજુ બાજુ ના ગામડા ના દર્શન નો લાભ લે છે. સંત મંડળ અને ડો. હરજી ભાઈ કેરાઈ (મેરાઈ વાડી પરીવાર ના વંશજ) જેવા ભકતો વિશેષ રીતે ત્યા સેવા કરે છે.
જય શ્રી સ્વામિનારાયણ.