કેમ ભગવાન રામના પુત્ર લવ અને યમરાજ વચ્ચે થયું હતું ભીષણ યુદ્ધ, જાણો કારણ. એક વખત રામ તેની સભામાં બેઠા હતા કે એક સેવકે આવીને કહ્યું – હે મહારાજ, તમારા વૃદ્ધ મંત્રી સુમન્ત્ર સ્વર્ગગામી થઇ ગયા. તેની પત્ની સતી થવા માટે તમારી આજ્ઞા માંગે છે. એ સમાચાર સાંભળીને શ્રી રામજીએ એક રથ ઉપર સવાર થઈને સુમન્ત્રના ઘરે ગયા. ત્યાં જઈને તેમણે સુમન્ત્રની જન્મ કુંડળી મંગાવી અને તેને પંડિતોને દેખાડી. તેની ઉપરથી એ જાણવા મળ્યું કે નવ હજાર નવસો નવાણુંમાં વર્ષ સુમન્ત્રનું કુલ આયુષ્ય હતું. તેમાંથી બધા તો પસાર થઇ ગયા, હવે માત્ર નવ દિવસ બાકી રહી ગયા છે.
ત્યારે શ્રીરામે ગુરુ વશિષ્ઠને બોલાવીને તેને કહ્યું કે ગુરુજી, ત્રેતાયુગમાં દસ હજાર વર્ષ માણસનું આયુષ્ય માનવામાં આવ્યું છે. આ નિયમથી યમરાજે મારા રાજ્યમાં મારું અપમાન કર્યું છે, જે આ નિયમની અવગણના કરી છે એની જાણ થશે તો તે મારા દ્વારા દંડીત થશે. કેમ કે મારા આ મંત્રીનું આયુષ્ય હજી નવ દિવસ બાકી છે. પછી યમરાજે કેમ તેને ત્યાં મંગાવી લીધા છે? એટલે હવે હું યમરાજને બાંધીને અહિયાં લઇ આવું છું અને સુમન્ત્રને જીવતો કરું છું.
વશિષ્ઠજીને એવું કહીને શ્રી રામચંદ્રજી ગરુડ ઉપર જઈ બેઠા અને ધનુષટંકાર કરીને યમરાજની સંયમીનીપૂરી તરફ ચાલી નીકળ્યા. રસ્તામાં જોયું તો યમના દૂત સુમન્ત્રને બાંધીને લઇ જઈ રહ્યા હતા. દ્રષ્ટિ પડતા જ રામે દુતોને મારીને સુમન્ત્રને છોડાવી લીધો. એટલે યમદુતોએ વિનયપૂર્વક કહ્યું કે અમે તમારો શું અપરાધ કર્યો હતો કે જેના કારણે તમે અમારો આ અધિકાર છીનવી લીધો છે. રામે કહ્યું કે હજુ તેના જીવનના નવ દિવસ બાકી છે, છતાં પણ તમે લોકો તેને બાંધીને લઇ જાવ છો? જયારે તેના દિવસ પુરા થઇ જાય ત્યારે સાનંદ તેને લઇ જજો.
રામની વાત સાંભળીને યમદૂત બોલ્યા – રાધવ તેના જન્મની કથા અધુરી છે. જયારે તે જન્મ લેવા લાગ્યા હતા, ત્યારે માતાની યોની માંથી સર્વપ્રથમ તેના બંને હાથ અને મસ્તક બહાર નીકળી આવ્યા હતા. ત્યાર પછી દસમાં દિવસે તેના બીજા અંગ નીકળ્યા હતા. શ્રેષ્ઠ મંત્રોથી પંડિતોએ તેનું રક્ષણ કરી લીધું હતું. તેનાથી તેનું નામ સુમન્ત્ર પડ્યું હતું. ત્યારે જે દિવસે તેના હાથ અને મસ્તક બહાર આવ્યા હતા, તે દિવસથી આજ સુધી તેનું ઉંમર સમાપ્ત થઇ ગઈ. તમે તો તેના નવ દિવસ જણાવો છો, તે સન્દીગ્ધ છે. એટલે હે રામ. તેમાં અમારો કોઈ દોષ નથી. તમે વ્યર્થ અમને માર્યા છે.
ત્યારે તેની વાત સાંભળીને રામે કહ્યું – હે યમ દૂતો જે દિવસે માતાના ગર્ભ માંથી તેનો જન્મ થયો છે, તે દિવસે તેનો જન્મ દિવસ છે. તે દિવસે તેને માતા પિતા અને જ્યોતિષીઓએ તેનો જન્મ દિવસ નક્કી કર્યો છે. એટલે તે વાસ્તવમાં હજી તેના નવ દિવસો બાકી છે. તમે લોકો જાવ અને આજથી દસમાં દિવસે તેને લઇ જજો. તે દિવસે હું વાંધો નહિ ઉઠાવું.
રામજીની વાત સાંભળીને દૂત ત્યાંથી પાછા ફરી ગયા. રામજી પણ પાછા અયોધ્યા આવ્યા. રામ સુમન્ત્રના ઘરે આવ્યા. ત્યાં તેમણે બધા લોકોને સુમન્ત્ર સાથે પ્રસન્ન જોયા. સુમન્ત્રએ રામને જોઇને પ્રણામ કર્યા અને તેમની પૂજા કરી. ત્યાર પછી રામ તેના ઘરે ગયા. સુમન્ત્રએ પોતાના જીવનના નવ દિવસ બાકી સમજીને તરત પુણ્ય દાન કર્યું.
યમના દૂતો તેની પાઘડી ફેંકીને યમને કહ્યુ- હે યમરાજ, તમે કેવું તમારા અધિકારનુ રક્ષણ કરો છો? પોતાના અનુચરોની એ દર્દશા જોઈને શું તમને શરમ નથી આવતી? રસ્તામાં રામે અમારી પાસેથી સુમન્ત્રને છોડાવી લીધો અને કહ્યું કે હજી તેના જીવનના નવ દિવસ બાકી છે. જયારે તેના નવ દિવસ પુરા થઇ જશે, ત્યારે રામ તેને આવવા દેશે. હવે આપણે લોકો જળમાં ડૂબીને આપણા પ્રાણનો ત્યાગ કરી દઈશું.
ત્યારે દૂતોની એ વાત સાંભળીને યમરાજ ગુસ્સામાં લાલ થઇ ગયા અને દૂતોને કહ્યું કે તમે જરા પણ ખેદ પ્રગટ ન કરો. હું આજે જ રામને સંબોધીને તેમના આ કૃત્યનો દંડ આપીશ. તમે જઈને સેના તૈયાર કરો. ત્યાં સુધી હું ઇન્દ્ર પાસે જાવ છું. એમ કહીને યમરાજ તરત જ ઇન્દ્ર પાસે જતા રહ્યા. તેને સંપૂર્ણ ઘટના સંભળાવી અને સહાયતા કરવાની વિનંતી કરી. યમની વાત સાંભળીને ઇન્દ્રએ કહ્યું કે હે યમરાજ, શું તમે ઉન્મત તો નથી થઇ ગયા ને? ત્યારે તો તમે વિષ્ણુ સાથે યુદ્ધ કરવા માગો છો. હવે તે યોગ્ય રહેશે કે તમે તમારી સંયમીનીપુરી પાછા જતા રહો. રામનું તમે શું કરી શકો છો? તેનાથી ભયભીત થઈને જ તો મેં તમારે ત્યાં પારીજાત અને કલ્પવૃક્ષ તે બંને દેવવૃક્ષોને ઉપાડી લીધા હતા.
ઇન્દ્રના એવા વચનો સાંભળીને યમરાજ અગ્નિલોક જતા રહ્યા અને ત્યાં સહાયતા માગી. ત્યારે અગ્નિએ પણ એવો જ જવાબ આપ્યો. ત્યારે તેમણે નેઋત્ય, વરુણ, વાયુ, કુબેર, ઇશાન, રવી, ચંદ્ર, બુધ, ગુરુ, શની, રાહુ, કેતુ અને મંગળ તમામ પાસે સહાયતા માગી, પરંતુ તે બધાએ ઇન્દ્ર જેવો કોરો જવાબ આપ્યો. પછી યમ પાછા ફરીને બ્રહ્મા પાસે ગયા. પાતાલવાસી અને સપ્તદ્વીપના રાજાઓ પાસે પણ સહાયતા માગી, પરંતુ રામના પ્રતિરોધમાં તેની કોઈએ સહાયતા ન કરી. ત્યારે ક્રોધિત યમરાજ તેની જ સેના લઈને રામ સાથે યુદ્ધ કરવા અયોધ્યા ગયા.
યમરાજ એક વિશાળ ભેંસ ઉપર સવાર હતા. ત્યાં પહોચીને તેમણે ચારે તરફથી અયોધ્યાને ઘેરી લીધી, જેના નવ દ્વાર હતા અને તેની ચારે તરફ નવ ખાઈ ખોદવામાં આવી હતી. ઘણી બધી તોપો ત્યાં લાગેલી હતી. તેની ઉત્તરની તરફ સરયુ નદી વહી રહી હતી. નાના પ્રકારના મહેલોથી યુક્ત તે પૂરી પતાકાઓથી અલંકૃત હતું. યમરાજ દ્વારા અયોધ્યાની ઘેરો જોઈ રામે લવને કહ્યું કે તમે યમરાજ સાથે યુદ્ધ કરવા માટે જાવ. દુન્દુભીના અવાજ વચ્ચે લવ રથ ઉપર સવાર થઇને અયોધ્યાની બહાર આવ્યા અને યમરાજ સાથે ભયંકર યુદ્ધ શરુ કરી દીધું. લવના બાણોથી ઘાયલ યમરાજના કરોડો અનુયાયીઓ ધરાશાયી થઇ ગયા.
બધાને મરેલા જોઈ ગુસ્સે થઇ યમરાજ લવ સાથે ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. તેમણે લવના રથ, સારથી, ધનુષ, કવચ અને મુકુટને તરત જ કાપી નાખ્યા. તેનાથી લવને ગુસ્સો આવી ગયો. તે તરત જ એક બીજા રથ ઉપર જઈ બેઠા અને યમરાજ સાથે અતિ ભયંકર યુદ્ધ કરવાનું શરુ કરી દીધું. લવે તેના બાણોથી યમરાજના ભેંસને મૂર્છિત કરીને પૃથ્વી ઉપર પછાડી દીધા. પછી તરત જ સો બાણોથી યમરાજ ઉપર પ્રહાર કર્યો. ત્યારે યમરાજે અતિ ક્રોધિત થઈને લવ ઉપર યમ-દંડનો પ્રહાર કરી દીધો. યમ-દંડ જોઈને લવે બ્રહ્માસ્ત્ર ચલાવી દીધું.
તે જોઈ યમ-દંડ પાછું પડ્યું. યમ વ્યાકુળ થઇ ભાગવા લાગ્યા. કાળ સમાન બ્રહ્માસ્ત્ર તેની પાછળ પડ્યું. તેનાથી સૂર્યને એવું લાગ્યું કે હવે યમરાજ નહિ બચી શકે અને આ રીતે હવે મારા પુત્ર યમ માર્યા જશે. ત્યારે સૂર્ય સ્વયં રથ ઉપર બેસીને લવને પ્રાર્થના કરવા લાગ્યા.
સૂર્યએ કહ્યું – વત્સ લવ, તે આ અસ્ત્ર તો ચલાવ્યું છે, તું તેનું નિવારણ કરી શકે છે. તું પણ અમારા જ વંશમાં ઉત્પન થયો છે અને યમ પણ મારા જ પુત્ર છે. તું તારા પૂર્વજોને કેમ મારી નાખવા માંગે છે? જો એક પુત્ર મુર્ખ થઇ જાય તો શું તેની સાથે બધા મુર્ખ થઇ જશે? સંગ્રામ માંથી ભાગી ગયેલા દુશ્મનની વીરગણ રક્ષા જ કરવામાં આવે છે.
આ રીતે જયારે સૂર્યએ ઘણી પ્રાર્થના કરી, ત્યારે લવે બ્રહ્માંન્સ્ત્રને સંવરણ કરી લીધું. ત્યાર પછી લવને આગળ કરીને યમરાજ સાથે સૂર્ય રામજીના દર્શન કરવા ને પ્રસન્નતાપૂર્વક અયોધ્યા નગરીમાં આવ્યા. તે જોઈ દેવતાઓને હર્ષથી પોત પોતાના વાદ્ય વગાડ્યા. લવ ઉપર ફૂલોની વર્ષા કરી. લવે જઈને રામજીને સાદર પ્રણામ કર્યા.
આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.