શ્રીચામુંડા માતાજીનો છંદ – ચંડ મુંડના અંત પર બનાવેલો અદ્દભુત છંદ.

0
760

(હરિગીત)

(ચંડ મુંડ નો વ ધ)

પ્રચંડ એ ચંડ મુંડ પ્રગટયા,

ધરણ ખંડા ધડ ધડે

દિગપાળ કચડે દંત કડડડ,

કરછપ પીઠાં કડકડે.

હુંકાર કીધો ગાજ હડડડ,

જબર પલ્લા ઝાટકી,

ચંડ મુંડ પર ચામુંડ તેદિ,

તેગ ધર કર ત્રાટકી.

જીય………….(૧)

અષુરાણ એવો ત્રા સઆપે,

દેવ આસન ડગ મગ્યા,

આયુધ્ ધર કર યુ ધ્ધ ચડીયા,

ગડડડ અંબર ગડગડયા,

ધરણ પાતાળ હોત ધડડડ,

શેષનાગ લાગે થડકી.

ચંડ મુંડ પર ચામુંડ તેદિ,

તેગ ધર કર ત્રાટકી.

જીય………….(૨)

ભડ્યાં સામાં ભલ્લભલ્લાં,

લીધાય ટલ્લાં લાગથી.

ડાલામથ્થા ઈ દોય દલ્લાં,

ખરાં ત્રુટીયા ખાગથી.

રણમાંય છલ્લ્યાં ર ક્તખાળા,

ખડ ખડે નદીયાં ખુંનકી.

ચંડ મુંડ પર ચામુંડ તેદિ,

તેગ ધર કર ત્રાટકી

જીય……………(૩)

જગત કહાવે જગતજનની,

આદ્ય ચંડી એ ખરી.

ચપટી મહીં ચંડ મુંડ ચોળ્યા,

સમર પર સિંઘે ચડી.

જગદીશ બારોટ જશ ગાવે,

આલખી કિરત આપકી.

ચંડ મુંડ પર ચામુંડ તેદિ,

તેગ ધર કર ત્રાટકી.

જીય…………..(૪)

કવિશ્રી જગદીશભાઈ બારોટ મીતી

રચના ઈ સન ૨૦૧૪

D.K.BAROT.

(સાભાર વનરાજ રબારી, અમર કથાઓ ગ્રુપ)