મોટી ધણેજ ગામમાં આવેલ મહર્ષિ શ્રીધન્વંતરિ સમાધિ મંદીર આશ્રમ સાથે જોડાયેલી જાણવા જેવી વાતો.

0
798

મિત્રો મારોબાઇક પ્રવાસનો લેખ લખવાનો હેતુ ધર્મ પ્રચારનો છે. ધાર્મિક મંદિર સ્થળોની માહિતી જનતાને પહોંચાડવાનો છે. કોઈ ભૂલ હોયતો માફ કરશો. મારા દરેક પ્રવાસમા મારી ધર્મ પત્નિ સુખ દુઃખમા સાથે જ હોય છે.

જય માતાજી. મિત્રો આપડો આજનો પ્રવાસ ગીરમાં ગીરસોમનાથ જિલ્લાના માળીયા હાટીના તાલુકાનું ગામ, નાનું સુંદર મજાનું મોટી ધણેજગામ. જૂનાગઢ થી સોમનાથ જાતા રસ્તામાં ગડું થી 3 કિલોમીટર ના અંતરે આવેલ ગામ.

ખડ ખડ વહેતી નદી ગીરની વનરાઈ રમણિય શાંત વાતાવરણ.

સિંહ દીપડાની ડકણ જંગલમાં મંગલ અને સુંદર ધન્વંતરિની જગ્યા. ત્યાં આર્યુવેદાચાર્ય મહર્ષિશ્રી ધન્વંતરિજીની સમાધિ આશ્રમ.

જયશ્રીધન્વંતરિદાદા, શ્રી કશ્યપઋષિ, શ્રીતકક્ષકનાગ દેવતા.

આ ધન્વંતરિ ઋષિનો આશ્રમ ત્યાં કશ્યપ ઋષિનો ધુણો છે.

મોટી ધણેજ ગામ અને ત્યાં આશ્રમની આગળ 2 કિલોમીટર તકક્ષકનાગ દેવતાનું પાતાળમાં ગુફામાં સરસ મંદિર છે. અને અર્ધ સફેદ પાનનો મહાકાય વડવૃક્ષ છે. આ મહાકાય વડવૃક્ષ વિશે જાણવા મળતી માહિતી.

તક્ષકનાગ દેવતા એક દિવસ લટાર મારતા મારતા અહીં આવિયા અને કોઈ કારણ સર વડ ઉપર ગુસ્સો આવીયો અને નાગદેવતાએ તેમના ઝેરનો જોરદાર ફુફાળો મારીને વડવૃક્ષને શુકવીનાખ્યું.

આ વાતની ખબર કશયપ ઋષિને પડી અને કશ્યપઋષિ તક્ષકનાગ દેવતાને શાંતકરી અહીં રહેવા માટે કહે છે. નાગદેવતા ત્યાં રહેવા માટે રાજી થઈ ગયા. પણ વડવૃક્ષ ને કશ્યપ મુનિ પાણીની અંજલી છાંટતા પાછો મહાકાય લીલો છમ વડ સજીવન થઈ ગયો. પણ તક્ષકનાગ દેવતાના ઝેરને કારણે નિશાની રૂપ વડના પાન અડધા સફેદ અને અડધા પાન લીલા થઈ ગયા.

વડવૃક્ષની બાજુ નીચેના ભાગે એક ગુફામાં તક્ષકનાગ દેવતાનું સ્થાન મંદિર છે પાતાળગુફામાં. ધન્વંતરિદાદાની સમાધિ આશ્રમ બહુજ સરસ છે. શિવજી નું મંદિર છે. કશયપમુનિ નો જાગતો ધુણો કહેવાય છે. ધન્વંતરિદાદા એક આર્યુવેદાના ડોક્ટર કહેવાય. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ધન્વંતરિ સમુદ્રમાંથી પ્રગટ થયા. આ વિશ્વમાં આર્યુવેદીક નું જ્ઞાન આપીયુ. જે જે ઝાડ વનસ્પતિઓ છે.તેમાં કોઈ ને કોઈ ગુણ છે તે વાત કહી. ધન્વંતરિના આશ્રમ ની આજુબાજુ ઘણી બધી દવા માટેની ઔષધીઓ ની વનસ્પતિઓ છે. તો મિત્રો એકવાર જરૂર આ જગ્યાના દર્શન કરવા જાજો. મનની શાંતિ મળે તેવી જગ્યા.

મેં આ જગ્યાનો પ્રવાસ બે વખત કર્યો છે.

જય ભગવાન ધન્વંતરિ.

લેખક – ભરત શીંગડીયા

“જય માતાજી ”

(પ્રજાપતિ) 23 / 2 / 2021