શ્રી ગણેશના આ 14 સ્વરૂપ જીવનમાંથી દોષ કરે છે દૂર, જાણો કોણે કેવા સ્વરૂપની પૂજા કરવી.

0
430

જો કોઈ જૂનો રોગ હોય, જે દવાથી ઠીક ન થતો હોય તો ઘરમાં ગણપતિના આ સ્વરૂપની કરવી જોઈએ પૂજા.

વાસ્તુમાં ગણપતિની મૂર્તિ એક, બે, ત્રણ, ચાર અને પાંચ માથાવાળી જોવા મળે છે. એ જ રીતે ગણપતિના 3 દાંત પણ જોવા મળે છે. સામાન્ય રીતે બે આંખો જોવા મળે છે, પરંતુ તંત્ર માર્ગ સંબંધિત મૂર્તિઓમાં ત્રીજી આંખ પણ જોવા મળે છે. ભગવાન ગણેશની 2, 4, 8 અને 16 હાથવાળી મૂર્તિઓ પણ મળી આવે છે.

14 પ્રકારની મહાવિદ્યાઓના આધારે 14 પ્રકારની ગણપતિની મૂર્તિઓનું નિર્માણ તમામ પ્રકારના વાસ્તુ દોષોને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

1) સંતાન ગણપતિ : ભગવાન ગણપતિના 1008 નામોમાંથી સંતાન ગણપતિની મૂર્તિ તે ઘરમાં સ્થાપિત કરવી જોઈએ જેમના ઘરમાં સંતાન નથી થઇ રહ્યું. આવા લોકોએ સંતાના ગણપતિની ચોક્કસ મંત્રથી ભરેલી મૂર્તિ દરવાજા પર લગાવવી જોઈએ, જેનું પરિણામ સકારાત્મક છે.

2) વિઘ્નહર્તા ગણપતિ : જે ઘરમાં ક્લેશ, વિઘ્ન, અશાંતિ, પરેશાની, તણાવ, માનસિક વ્યથા વગેરે હોય ત્યાં ભગવાન ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. પતિ-પત્ની વચ્ચે મનભેદ હોય, બાળકોમાં અશાંતિનો દોષ જોવા મળે, એવા ઘરમાં પ્રવેશદ્વાર પર મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ.

3) વિદ્યા પ્રદાયક ગણપતિ : બાળકોમાં અભ્યાસ પ્રત્યે રુચિ કેળવવા માટે ગૃહસ્થે પોતાના ઘરના પ્રવેશદ્વાર પર વિદ્યા પ્રદાયક ગણપતિની સ્થાપના કરવી જોઈએ.

4) વિવાહ વિનાયક : ગણપતિના આ સ્વરૂપનું વિધિવિધાન સાથે સાથે આહવાન તે ઘરોમાં થાય છે, જ્યાં બાળકોના લગ્ન જલ્દી નક્કી નથી થતા.

5) ચિંતાનાશક ગણપતિ : જે ઘરોમાં તણાવ અને ચિંતા રહે છે ત્યાં ચિંતામનાશક ગણપતિની મૂર્તિને ‘ચિંતામણી ચર્વણલાલસાય નમઃ જેવા મંત્રોના જાપ કરીને સ્થાપિત કરવી જોઈએ.

6) ધનદાયક ગણપતિ : આજે દરેક વ્યક્તિ ધનવાન બનવા માંગે છે, તેથી ઘણીવાર ગણપતિના આ સ્વરૂપની મૂર્તિને મંત્રોચ્ચાર કરીને બધા ઘરોમાં સ્થાપિત કરવામાં આવે છે, જેથી તે ઘરોમાંથી ગરીબી દૂર થઈ જાય, સુખ, સમૃદ્ધિ અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે.

7) સિદ્ધનાયક ગણપતિ : કાર્યમાં સફળતા અને સાધનાની પૂર્તિ માટે સિદ્ધનાયક ગણપતિને ઘરમાં લાવવા જોઈએ.

8) સુપારી ગણપતિ : આધ્યાત્મિક જ્ઞાન માટે સુપારી ગણપતિની પૂજા કરવી જોઈએ.

9) શત્રુહંતા ગણપતિ : શત્રુહંતા ગણપતિની પૂજા શત્રુઓનો નાશ કરવા માટે કરવી જોઈએ.

10) આનંદદાયક ગણપતિ : પરિવારમાં સુખ, આનંદ, ઉત્સાહ અને ખુશીઓ માટે આનંદદાયક ગણપતિની મૂર્તિ ઘરમાં શુભ સમયે સ્થાપિત કરવી જોઈએ.

11) વિજય સિદ્ધિ ગણપતિ : કેસમાં વિજયના હેતુથી, શત્રુનો નાશ કરવા, પાડોશીને શાંત કરવા, લોકો પોતાના ઘરમાં ‘વિજય સ્થિરાય નમ:’ જેવા મંત્રો સાથે ગણપતિના આ સ્વરૂપની મૂર્તિ પોતાના ઘરમાં સ્થાપિત કરે છે.

12) ઋણમોચન ગણપતિ : જો કોઈ જૂનું ઋણ છે જે ચુકવવાની સ્થિતિમાં તમે નથી, તો ઘરમાં ઋણ મોચન ગણપતિની સ્થાપના કરવી જોઈએ.

13) રોગનાશક ગણપતિ : જો કોઈ જૂનો રોગ હોય, જે દવાથી ઠીક ન થતો હોય તો એવા ઘરોમાં રોગનાશક ગણપતિની પૂજા કરવી જોઈએ.

14) નૈતૃત્વ શક્તિ વિકાસક ગણપતિ : રાજકીય પરિવારોમાં ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠા માટે લોકો ગણપતિના આ સ્વરૂપની પૂજા કરે છે. તેમનો મંત્ર છે – ‘ગણધ્યાક્ષાય નમ:, ગણનાયકાય નમ: પ્રથમ પૂજિતાય નમ:’

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.