તારું પીછું તને પાછું આપું
જો તું આપે પાછું મને ગોકુલનું વ્હાલ
મોરલા હું છું તૈયાર
બોલ છો તું તૈયાર
એક પીછું પાછું લેવા દ્વારકા આવવું
વેઠીને વૈકુંઠ માં કાયાનો ભાર
પીછું ઉધાર મારા જગના આધાર
મારા પીછાનો ભાર તારું ગોકુલનું વ્હાલ
કેટલા ટહુકાને કેટલા ટોડલા
તારા પરચા આપાર મારા હૈયાના હાર
ગોપીઓ ઘેલી ને ઘેલા ગોવાળ
હું ઉડી ને પહોંચુ છું રાધાને ધામ
પિછાને રાખતું હું રાખું છું વ્હાલ
મારા પીછાનો લાગે નહિ મને રે ભાર.
– અતુલ રાવ. (અમર કથાઓ ગ્રુપ)