શ્રીકૃષ્ણને ઉદ્ધવજીએ પૂછ્યું પોતાના ભક્તને ખોટું કરતા રોકવાની જવાબદારી શું તમારી નથી, મળ્યો આવો જવાબ

0
1174

ઉદ્ધવજીએ પૂછ્યું તમે પાંડવોને ભૂલ કરતા કેમ રોક્યા નહિ, તમે તમારી શક્તિથી પાસા કેમ ન ફેરવ્યા, જાણો શ્રીકૃષ્ણના જવાબ.

શાસ્ત્રોની વાત, જાણો ધર્મની સાથે :

તમારામાંથી લગભગ દરેકે પોતાના પ્રિયજનો અને વડીલોને એમ કહેતા સાંભળ્યા હશે કે, દુનિયામાં બનતી દરેક ઘટના પાછળ ભગવાનનો હાથ હોય છે. નાનામાં નાની કે મોટામાં મોટી વસ્તુ પાછળ ભગવાનની ઈચ્છા હોય છે. આ બધી બાબતો પછી તમારા મનમાં ફરી એક પ્રશ્ન અવશ્ય આવતો હશે કે, જો આવું છે તો સંસારમાં પાપ અને દુ:ખો કેમ વધી રહ્યા છે? શા માટે લોકો એકબીજા સાથે ખરાબ વર્તન કરે છે?

આનું સૌથી મોટું ઉદાહરણ મહાભારત છે. જો બધું ભગવાનના નિયંત્રણમાં હતું તો પાંડવોએ તેમનો હક મેળવવા માટે આટલો સંઘર્ષ કેમ કરવો પડ્યો? દ્રૌપદીનું અપમાન કેમ થયું?

જો તમારા બધાના મનમાં પણ આ પ્રશ્નો છે તો ચાલો આજે શ્રી કૃષ્ણ પાસેથી જાણીએ કે શા માટે પાંડવોની સાથે હોવા છતાં તેમણે પાંડવોને ભૂલો કરતા રોક્યા નહીં. હકીકતમાં, શાસ્ત્રોમાં આપેલા વર્ણન મુજબ, ઉદ્ધવજી આ બધા વિષે શ્રી કૃષ્ણને પૂછે છે, જેના જવાબમાં શ્રી કૃષ્ણ તેમને જણાવે છે કે તેમણે અમુક વખત પાંડવોની મદદ કેમ ન કરી.

ઉદ્ધવ : તમે પાંડવોને જુ-ગા-રમાં શા માટે હારી જવા દીધા?

શ્રી કૃષ્ણ : ઉદ્ધવ, હું પાંડવો સાથે હતો. મેં હંમેશા તેમનું હિત ઈચ્છયું. હું મારા બધા ભક્તો સાથે રહું છું. ન તો તમે મારી હાજરી પર શંકા કરો કે ન તો મારા ઇરાદા પર. ઉદ્ધવ! યુધિષ્ઠિર અને દુર્યોધનમાં માત્ર એક જ તફાવત હતો, જેના કારણે દુર્યોધન ખોટા માર્ગ પર હોવા છતાં જીત્યો અને યુધિષ્ઠિર હારી ગયો. એ તફાવત અંતરના વિવેકનો હતો.

દુર્યોધનને જુ-ગા-ર આવડતો ન હતો પણ તેણે પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યો અને કહ્યું કે, શકુની તેના વતી રમશે. પાંડવો પણ આ રમત જાણતા ન હતા, પરંતુ તેઓ પોતે રમવા લાગ્યા. જો યુધિષ્ઠિરે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને તેના વતી આ રમત રમવા કહ્યું હોત તો પાસા કોની મરજી અનુસાર પડત, શકુનીના કે મારા અનુસાર?

ઉદ્ધવ : તમે તમારી શક્તિથી પાસા કેમ ન ફેરવ્યા?

શ્રી કૃષ્ણ : ઉદ્ધવ, હું એવું કરી શક્યો હતો, પણ હું કરતે કેવી રીતે? હકીકતમાં પાંડવોએ મને તેમની પ્રાર્થનામાં બાંધી લીધો હતો. તેઓ મારાથી સંતાઈને જુ-ગા-ર રમવા માંગતા હતા. તેઓએ વિચાર્યું કે મને ખબર નહિ પડે કે તેઓ અંદર શું કરી રહ્યા છે. તેમણે મને તેમની પ્રાર્થનામાં બાંધીને કહ્યું હતું કે, જ્યાં સુધી તમને બોલાવવામાં ન આવે ત્યાં સુધી તમે અંદર આવશો નહીં. હવે મને કહો કે હું કેવી રીતે અંદર જઈ શકું?

ઉદ્ધવ : દ્રૌપદીનું અપમાન કેમ ન અટકાવ્યું?

શ્રી કૃષ્ણ : ઉદ્ધવ! દ્રૌપદીએ મને ક્યાં બોલાવ્યો હતો. જ્યારે તેણીને અપમાનિત કરતા કરતા કક્ષમાંથી સભામાં લાવવામાં આવી ત્યારે તેણીએ પોતાની તાકાતથી સંઘર્ષ કર્યો પણ તેણીએ મને બોલાવ્યો નહીં અને તે મને ભૂલી ગઈ. હા! જ્યારે તેને લાગ્યું કે હવે જે થઈ રહ્યું છે તે તેના નિયંત્રણની બહાર છે, ત્યારે તેણીએ મને યાદ કર્યો અને પછી હું તરત જ ત્યાં હાજર થયો.

ઉદ્ધવ : પાંડવોને ભૂલ કરતા કેમ રોક્યા નહિ?

શ્રી કૃષ્ણ : ઉદ્ધવ, હું પણ કેટલાક નિયમોથી બંધાયેલો છું. જે પોતાના વિવેકનો ઉપયોગ કરે છે તે જીતે છે. પાંડવો પોતાના ભાગ્યને ખરાબ કહેતા રહ્યા, પણ તેઓએ એક વાર પણ મને યાદ ન કર્યો કે કૃષ્ણ આવો અમારી મદદ કરો. જો તેમણે આવું કર્યું હોત અને મેં તેમની મદદ ન કરી હોત તો હું ખોટો હોત.

ઉદ્ધવ : શું પોતાના ભક્તને ખોટું કરતા રોકવાની જવાબદારી તમારી નથી?

શ્રી કૃષ્ણ : ઉદ્ધવ, જ્યારે પણ લોકો કોઈ પણ કામ કરે છે, ત્યારે તેમણે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે હું તેમની સાથે છું અને બધું જોઈ રહ્યો છું. તો ઉદ્ધવ તમે જ કહો કે, શું આવું મગજમાં રાખ્યા પછી કોઈ ખોટું કામ કરી શકશે? માણસ ત્યારે જ ખોટું કાર્ય કરે છે જ્યારે તે દુનિયામાં ખોવાઈને મને ભૂલી જાય અને મારી હાજરીની અવગણના કરે.

શ્રી કૃષ્ણ : મળી ગયા તમારા પ્રશ્નોના જવાબ?

કાનુડાની વાત સાંભળીને ઉદ્ધવ કહે છે કે : આજે તમે મને ઘણી ઊંડી વાત કહી. એ સાચું છે કે જ્યારે દરેક ક્ષણે વ્યક્તિના મનમાં એવો ભાવ રહેશે કે તમે તેમની સાથે છો અને તેની દરેક ક્રિયાઓ જોઈ રહ્યા છો, તો તે કોઈ ખોટું કામ કરી શકશે નહીં. હું તમારા બધા પ્રશ્નોના જવાબ સાથે સંમત છું.

આ માહિતી પંજાબ કેસરી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.