શ્રીકૃષ્ણ ભક્ત સૂરદાસ જે જોઈ શકતા ન હતા પણ સમજી જતા હતા મનની વાત.

0
643

સૂરદાસને શ્રીકૃષ્ણએ આંખોનું તેજ પાછું આપવાનું વરદાન આપ્યું પણ તેમણે લેવાની ના પાડી દીધી, જાણો કેમ?

કૃષ્ણ ભક્ત સંત સૂરદારની જન્મ જયંતી વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પાંચમની તિથિએ ઉજવવામાં આવે છે. હિંદી સાહિત્યમાં ભગવાન શ્રીકૃષ્ણના ઉપાસક અને બ્રજભાષાના મહત્વપૂર્ણ કવિ મહાત્મા સૂરદાસનો જન્મ ઇસ. 1478 માં રુનકતા નામના ગામમાં થયો હતો. આ ગામ મથુરા – આગરા માર્ગના કિનારે આવે છે.

અમુક વિદ્વાનોનું માનવું છે કે, સંત સૂરદારનો જન્મ સીહી નામના ગામમાં એક ગરીબ સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પછીથી તેઓ આગરા અને મથુરાની વચ્ચે ગઉઘાટ પર આવીને રહેવા લાગ્યા હતા. સૂરદાસના પિતા રામદાસ ગાયક હતા. ઘણા દિવસો સુધી સૂરદાસ આગરા નજીક ગઉઘાટ પર રહ્યા હતા. ત્યાં તેમને શ્રીવલ્લભાચાર્ય મળ્યા અને સૂરદાસ તેમના શિષ્ય બની ગયા. ગુરુ વલ્લભાચાર્યએ તેમને પુષ્ટિમાર્ગની દીક્ષા આપી અને શ્રી કૃષ્ણ લીલાના પદ ગાવાનો આદેશ આપ્યો.

સંત સૂરદાસ સાથે જોડાયેલી કથાઓ :

(1) માનવામાં આવે છે કે, સૂરદાસ જોઈ શકતા ન હતા. પણ તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શ્રીકૃષ્ણએ તેમને અંતર્મનમાં જ દર્શન આપ્યા હતા. એકવાર જયારે ગુરુ વલ્લભાચાર્ય પાસે બેસીને સૂરદાસ શ્રીકૃષ્ણનું ભજન કરી રહ્યા હતા, ત્યારે ગુરુજી માનસિક પૂજા કરી રહ્યા હતા. તે પૂજા દરમિયાન તે શ્રીકૃષ્ણને હાર પહેરાવી શકતા ન હતા. સૂરદાસજીએ તેમના મનની વાત જાણીને કહ્યું કે, હારની ગાંઠ ખોલીને ભગવાનના ગળામાં નાખો પછી ગાંઠ બાંધી દો. આ રીતે ભગવાનને હાર પહેરાવી શકશો. ત્યારબાદ ગુરુ વલ્લભાચાર્યજી સમજી ગયા કે સૂરદાસ પર ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ કૃપા છે.

(2) એકવાર શ્રીકૃષ્ણની ભક્તિમાં મગ્ન સૂરદાસ કોઈ કુવામાં પડી ગયા. (તે જોઈ શકતા ન હતા એટલે આવું થયું હતું.) પણ શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન હોવાને કારણે સૂરદાસ ગભરાયા નહિ. આ ઘટના વિષે કહેવામાં આવે છે કે, ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની કૃપાથી તેમને બચાવ્યા અને તેમને અંતઃકરણમાં દર્શન પણ આપ્યા. ત્યારબાદ ભગવાને પ્રસન્ન થઈને સૂરદાસની આંખોનું તેજ પાછું આપવાનું વરદાન આપ્યું, પણ સૂરદાસે એવું કહીને વરદાન લેવાની ના પાડી કે, તે શ્રીકૃષ્ણ સિવાય કોઈને જોવા નથી માંગતા. આથી શ્રીકૃષ્ણ ખુબ પ્રસન્ન થયા.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.