શ્રીકૃષ્ણની રાણીઓ ભાગ 3 : જાણો સત્યભામા અને નરકાસુરની કથા.

0
965

ભાગ 1 અને 2 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

પહેલા બે ભાગમાં આપણે જાણ્યું કે, કેવી રીતે કૃષ્ણના રુક્મિણી, જાંબવંતી અને સત્યભામા સાથે લગ્ન થયા હતા. આવો હવે આગળની સ્ટોરી જાણીએ.

શ્રીવિષ્ણુ અને મહાદેવી લક્ષ્મીનો સંવાદ આગળ ચાલ્યો. મહાદેવીએ પોતાનો મત પ્રભુ સમક્ષ મુક્યો કે, “પ્રભુ, સત્યભામા સાથે લગ્ન કરતી વખતે, એક રાજા તરીકે તમે દ્વારિકાનગરીની આર્થિક ઉન્નતિ અને નગરવાસીઓના ઉત્કર્ષની શુભ ભાવનાને જ પ્રાધાન્ય આપેલું એ વાત સાથે તો હું ય સહમત છું, પણ તોય, સત્યભામાના સ્વભાવ અને વર્તન બાબત આપ પ્રસન્નતા તો નથી જ અનુભવતા. અને એ ભલે આપ પ્રદર્શિત નથી કરતા, પણ તમારું અડધું અંગ હોવાના સંબંધે હું પ્રતીતિ તો કરી જ શકું છું.”

પછી હળવા હ્ર્દયે મહાદેવી થોડો વિનોદ કરતા બોલ્યા, “બાકી, રાણીઓનું એક મસમોટું ટોળું આવીને રાણીવાસને જાણે કે એક નગર બનાવી મુક્યો, એ આ સત્યભામાને કારણે જ ને..!”

દેવીનો વિનોદ માણતા પ્રભુએ એવી જ હળવાશથી ગોષ્ટિ આગળ વધારી, “હે દેવી, સત્યભામાના વર્તન અને સ્વભાવ બાબતે ટિપ્પણી કરતાં કરતાં આપ એની પ્રશંસા પણ કરવા લાગ્યા છો, એ પણ આપના ખ્યાલ બહાર રહી ગયું લાગે છે. અરે દેવી, સત્યભામા જો ત્યારે કૃષ્ણ-સંગે ના હોતે તો પેલા નરકાસુરનો વધઅશક્ય જ હતો.

અને એ બધી રાણીઓ, કે જે પછી દ્વારિકાના રાણીવાસમાં કિલ્લોલ કરી રહી હતી, એ સઘળી મ રણપર્યંત ત્યાં નારકાસુરની કે દમાં કલ્પાંત જ કરતી રહેત. આમ, સત્યભામાના પ્રતાપે જ આ પ્રજાકલ્યાણનું કાર્ય શક્ય બન્યું એવો જ એ પ્રકરણનો અર્થ નીકળે. આવો સમજાવું…”

જ્યારે હિરણ્યકશ્યપનો ભાઈ હિરણ્યાક્ષ પૃથ્વીનું હ રણ કરી ગયો, ત્યારે શ્રીહરિએ વરાહ અવતાર લઈને હિરણ્યક્ષનો વ ધકર્યો, અને ધરતીને એના સંકજામાંથી બચાવેલી. એ પછી, વરાહ અને પૃથ્વીના સંયોગથી એક પુત્ર જન્મ્યો કે જે ભૌમાસુર તરીકે, ને પછી, નરકાસુર તરીકે ઓળખાયો.

પછી, સૈકાઓ સુધી તપ-વ્રત કરીને એ નરકાસુરે બ્રહ્માજી પાસેથી એવું વરદાન મેળવ્યું, કે કોઈ દેવી કે દેવતા એનો વ ધ કરી જ ના શકે.

વરદાન મેળવ્યા બાદ તો એણે ત્રણેય લોકમાં એવો હાહા કાર મચાવી દીધો, કે જગત આખું ત્રાહિમામ પોકારી ઉઠ્યું. તેણે તો સ્વર્ગમાં દેવતાઓને પણ પરાજિત કરી ઇન્દ્રદેવને ત્યાંથી નસાવી મુક્યા.

એ પછી સમગ્ર ઇન્દ્રલોકમાં પોતાનો અધિકાર જમાવીને તે ઇન્દ્રની માતા અદિતિના કક્ષમાં પહોંચ્યો અને તેમને ધમકી આપી કહ્યું કે- ‘મારા નિયમ મુજબ હવે કોઈ સ્ત્રી અહીં ઝવેરાત કે આભૂષણ નહીં પહેરે.’

પછી જ્યારે તેની નજર અદિતિના કાનના સોનેરી કુંડલ પર પડી, ત્યારે તે બંને કુંડળ છી નવી લીધા અને કહ્યું કે- “જો ઇન્દ્ર અથવા અન્ય દેવતાઓ પાસે શક્તિ હોય, તો મને યુ ધમાં હરાવો અને આ કુંડળ પાછા લઈ જાઓ.”

એટલે ઇન્દ્ર સહિતના બધા દેવો બ્રહ્મા પાસે ગયા અને કરગર્યા કે- “નરકાસુરએ તમારા વરદાનથી શક્તિશાળી બનીને અસહ્ય પીડા પેદા કરી છે, હવે તમે કહો કે શું કરવું?”

ત્યારે બ્રહ્માજી બોલ્યા કે- “તે દેવતાઓ માટે અવધ છે, તેથી કોઈ દેવતા તો નહીં, પણ કોઈ માનવી તો તેને મા રીજ શકે છે, અને આ સમયે ભગવાન વિષ્ણુ પૃથ્વીલોક પર માનવ-લીલામાં છે, તો તમે તેમની પાસેથી મદદ માટે પૂછો.”

દેવો સહિત ઇન્દ્ર, શ્રીકૃષ્ણ પાસે ગયા ત્યારે ભવનમાં શ્રીકૃષ્ણ સત્યભામા સંગે હતા. બન્નેએ એ સર્વેનું સ્વાગત કર્યું અને પછી વાયુદેવ તેમના સૌના આગમનનું કારણ સમજાવે છે અને નરકાસુરથી બચાવવા વિનંતી કરતા કહ્યું કે- “નરકાસુરે ઇન્દ્રનું સિંહાસન છીનવ્યું છે; ઉપરાંત વરુણદેવનું છત્ર અને દેવમાતા અદિતિના કુંડળ પણ ઝટી લીધા છે. તેથી હે કૃષ્ણ, હવે તમે જ અમારી મદદ કરી શકો.”

આ સાંભળીને સત્યભામા કહે- “પણ કેમ? દેવતા તો સર્વશક્તિમાન કહેવાય છે, તો સ્વબચાવ પણ નથી કરી શકતા?”

ત્યારે વરુણદેવે સમજાવ્યું કે- “તેને બ્રહ્મા તરફથી એક વરદાન મળ્યું છે કે કોઈ પણ દેવતા તેનેમા રીના શકે. પણ હવે બ્રહ્માએ સૂચવ્યું છે કે હાલ તમે માનવસ્વરૂપે છો માટે ફક્ત આપ જ એનો સં હાર કરી શકો અને દેવલોકનું આમ રક્ષણ પણ કરી શકો.”

શ્રીકૃષ્ણ કહે, “જ્યારે સ્વયં બ્રહ્માએ કહ્યું છે, ત્યારે મારે તમને નરકાસુરથી મુક્તિ અપાવવી જ પડશે. હું ચોક્કસ તમારી અને દેવરાજ સાથે જઇશ.”

આ સાંભળીને ઇન્દ્રદેવ કહે- “તો વિલંબ ન કરશો. આપ અમારી સાથે ન આવશો પણ અહીંથી જ નરકાસુરની રાજધાની પ્રાગજ્યોતિષપુર જવા રવાના થઈ જાઓ તો સારું.”

ઉત્તરમાં શ્રીકૃષ્ણ કહે- “સારું, તો તમારે તમારા લોકમાં જવું જોઈએ અને દેવોને કહેવું જોઈએ કે તેઓ નિશ્ચિન્ત રહે. મારું પહેલું કર્તવ્ય ધર્મની રક્ષા અને સ્થાપના છે.”

ઇન્દ્રદેવ ત્યાંથી રવાના થયા, પછી સત્યભામાએ પૂછ્યું- “તો દ્વારકાધીશ તમે જઇ રહ્યા છો?”

“હા દેવી સત્યભામા, ધર્મનું રક્ષણ કરવું જ જોઈએ ને..!”

“હું પણ તમારી સાથે રહીશ.”

“શું? મારે નરકાસુર સાથે લડવું પડશે, ત્યાં યુ ધમાં તમે શું કરશો?

“હું તમને યુ ધમાં મદદ કરીશ.”

“મને મદદ કરશો?” -શ્રીકૃષ્ણ આશ્ચર્ય સાથે બોલ્યા.

“અલબત્ત..! હું પણ એક વીર યાદવકન્યા છું. દ્વારિકાધીશે સ્ત્રીને અશક્ત ન માનવી જોઈએ.”

આ સાંભળીને શ્રીકૃષ્ણ હસી પડ્યા અને કહે- “તમારી ઈચ્છા મુજબ જ થશે, બસ..!”

તે પછી તેઓ બંને ગરુડ પર બેસીને નરકાસુરના રાજ્યમાં પહોંચ્યા. નરકાસુર કે જે ભૂમિપુત્ર હોવાને કારણે ભૌમાસુર તરીકે પણ ઓળખાતો હતો, તે પ્રાગજ્યોતિષપુર નામની નગરીમાં નિવાસ કરતો હતો, તેની સાથે તેનો મિત્ર મુર દાનવ પણ રહેતો હતો, અને ભેગા મુરદાનવના છ પુત્રો પણ હતા, તામ્ર, અંતરિક્ષ, શ્રવણ, વિભાવસુ, નભશ્વાન અને અરુણ. આ સર્વે નગરીની રક્ષા કાજે નગરને દરવાજે સાથે જ રહેતા હતા.

કૃષ્ણએ નગરીમાં પ્રવેશતા જ ભૌમાસુરનો સામનો થાય એ પહેલાં આ સર્વે અતિ શક્તિશાળી દૈત્યો સાથે ભીષણ યુ ધલડવું પડ્યું. સૌપ્રથમ તો એમણે મુર દાનવનો સં હાર કર્યો (અને માટે જ શ્રીકૃષ્ણ પછી મુરારી પણ કહેવાયા) એ પછી એના છ પુત્રોનો ના શકરી આગળ વધ્યા.

આ સમગ્ર લ ડાઈમાં સત્યભામાએ એક કુશળ સારથીની ગરજ સારી હતી અને પોતે જેટલી રૂપવાન હતી, એટલી જ એક શીસ્તબદ્ધ તાલીમ પામેલી બહાદુર લ ડાયક પણ હતી એ વાત ત્યાં એણે સાબિત કરી આપી.

જો કે એ સાથે જ, એ કેટલી ચપળ અને ચબરાક પણ હતી, એ તો હવે પછી પુરવાર થવાનું હતું.

(ક્રમશ:)

ભાગ 1 અને 2 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

– સાભાર અશ્વિન મજીઠીયા (અમર કથાઓ ગ્રુપ)