સ્વર્ગમાંથી પડ્યો હતો શ્રીકૃષ્ણનો આ રહસ્યમયી પથ્થર, ચક્તિ કરી દેશે આ ચમત્કારી પથ્થરની સ્ટોરી.

0
1079

આ જગ્યા પર આવેલો છે ભગવાન શ્રીકૃષ્ણનો પથ્થરનો દડો, ઢાળ પર હોવા છતાં ગબડતો નથી.

આપણી ધરતી અનેક અજાયબીઓ અને રહસ્યમયી વસ્તુઓથી ભરેલી પડી છે, જેના વિષે ક્યારેક આપણે પુસ્તકોમાં વાંચીએ છીએ, તો ક્યારેક કોઈના મોઢેથી સાંભળીએ છીએ. અને ખરેખર આપણને આ અદ્દભુત વસ્તુઓ અને સ્થાનોના અસ્તિત્વ ઉપર શંકા થાય છે. આ કડીમાં આજે તમને દેશના કેટલાક ચમત્કારીક માનવામાં આવતા પત્થરોની જાણકારી આપવાના છીએ જેના વિષે ઘણા ઓછા લોકો જાણે છે.

ભગવાન શ્રીકૃષ્ણનો દડો : આ વિશાળકાય પથ્થર દક્ષિણ ભારતમાં ચેન્નઈના મહાબલીપુરમમાં છે. આ વિશાળ પથ્થરનો ગોળો એક ઢાળ વાળા પહાડ ઉપર 45 ડીગ્રીના ખૂણા ઉપર ગબડ્યા વગર અટકેલો છે. આ પથ્થર ‘કૃષ્ણના બટર બોલ’ નામથી ફેમસ છે (krishna’s butter ball). માનવામાં આવે છે કે તે કૃષ્ણના પ્રિય ભોજન માખણનું પ્રતિક છે જે સ્વયં સ્વર્ગ માંથી પડ્યો છે. પથ્થર આકારમાં 20 ફૂટ ઉંચો અને 5 મીટર પહોળો છે. તેનું વજન લગભગ 250 ટન છે. ભગવાનનો બટર બોલ ગુરુત્વાકર્ષણના નિયમોથી અલગ અનેક સદીઓથી એક જ સ્થાન ઉપર ટક્યો છે.

અજમેરનો જાદુઈ પથ્થર : હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી એટલે ખ્વાજા ગરીબ નવાજની દરગાહ (khwaja ghareeb nawaz) માં દેશ દુનિયાથી લોકો આવે છે. તારાગઢ પર્વતની ટોચમાં રહેલા આ પથ્થર વિષે લોકો જણાવે છે કે, આ પથ્થર કોઈ વ્યક્તિ ઉપર પડવાનો હતો. તે વ્યક્તિએ ખ્વાજા સાહેબને યાદ કર્યા અને તેમણે આ પથ્થરને હવામાં જ અટકાવી દીધો. આ પથ્થર બે ઇંચ ઉપર ઉઠેલો છે.

ઠીનઠીની પથ્થર, સરગુજા, છતીસગઢ : આ ચમત્કારી પથ્થર એટલા માટે પ્રસિદ્ધ છે કેમ કે તેની સાથે જો કોઈ બીજી વસ્તુ કે પથ્થર અથડાય છે તો મધુર એવો ધ્વની એટલે અવાજ નીકળે છે. આ પથ્થર છતીસગઢના સરગુજા જીલ્લામાં આવેલા છિંદકાલો ગામમાં રહેલો છે. વૈજ્ઞાનિક પણ આ જાદુઈ પથ્થરનું રહસ્ય જાણી નથી શક્યા કે ખરેખર તેમાંથી મધુર અવાજ કેવી રીતે આવે છે? ગામના લોકોએ આ પથ્થરનું નામ ઠીનઠીની પથ્થર રાખ્યું છે. તેનું સાચું નામ ફોનોટીક સ્ટોન છે.

બેલેસિંગ રોક, ચેરાપુંજી : આમ તો તમને એવા ઘણા અનોખા કિસ્સા જાણવા મળી જશે જે તમને એ વિચારવા ઉપર મજબુર કરી દેશે કે, ખરેખર શું છે તેનું રહસ્ય જેને આજ સુધી કોઈ પણ નથી જાણી શક્યુ. ચેરાપુંજીમાં પણ એવો જ એક પથ્થર છે. અહિયાં 1 નાના પથ્થર ઉપર ઘણો મોટો ખડક ઉભો છે, જેનું બેલેસિંગ જોવા લાયક છે. આ પથ્થર પણ વર્ષોથી એમ જ છે. કોઈ પણ વાવાઝોડુ કે ભૂકંપ આ પથ્થરનું બેલેન્સ બગાડી નથી શક્યું.

દરગાહનો ચમત્કારી પથ્થર : હજરત કમર અલી દરવેશ બાબાની દરગાહ પુણે-બેંગ્લોર હાઈવે ઉપર મુંબઈથી 180 કી.મી. દુર શિવપુર ગામમાં છે. અહિયાં 700 વર્ષ પહેલા સુફી સંત હજરત કમર અલીને દફનાવવામાં આવ્યા હતા. આ દરગાહના પરિસરમાં લગભગ 90 કિલોનો પથ્થર રાખ્યો છે.

કહેવામાં આવે છે કે આ પથ્થરને જો 11 લોકો સુફી સંતનું નામ લઈને પોતાની તર્જની આંગળીથી ઉપાડે છે, તો તે સરળતાથી ઉપર ઉચકાઈ જાય છે. પણ આ પથ્થરને દરગાહ પરિસરથી બહાર લઇ જવામાં આવે તો તે સરળતાથી નથી ઉપાડી શકાતો.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.