“શ્રીકૃષ્ણ – એક વિચાર યુગો સુધી” જાણો શા માટે પ્રભુની શરણમાં રહેવું જોઈએ?

0
1081

સર્વ ધર્માન્યરિત્યજય મામેકં શરણં વ્રજ;

અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ માશુચ:

અર્થાત્ સર્વધર્મો છોડી તું મારા એકને શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ, તું શોક ન કર! જેણે જેણે શ્રીકૃષ્ણનું શરણ લીધું છે ત્યાં ત્યાં શ્રીકૃષ્ણે આ વચનપાળી બતાવ્યું છે જેમ કે, દ્રૌપદીએ પોકાર કર્યો તો ચીર પૂર્યા, નરસૈંયાએ મારો હરિ કરે એ ખરૂ એમ કહ્યું ને શરણ લીધું તો શામળિયો થઈ હૂંડી સ્વીકારી, મીરાંબાઈનો ઝેરનો કટોરો અમૃત બનાવી દીધો.

મગરમચ્છે પગ પકડી લીધો તો ગજેન્દ્રમોક્ષ કર્યો, અર્જુન શરણે ગયા તો કુરૂક્ષેત્રમાં સારથિ બની આખું યુ ધજિતાડી બતાવ્યું, આ જ યુ ધવખતે ટીંટોડીનાં ઇંડા ઉગાર્યા, સુદામા શરણે ગયા તો રાજમહેલનું સુખ આપ્યું, ગોપીઓ શરણે ગઈ તો રાસલીલા રમાડી, બોડાણા ઉપર તો એટલા ખુશ થઈ ગયા કે છેક દ્વારકાથી ડાકોર પધાર્યા, રૂકિમણીએ માત્ર એક પત્ર લખ્યો તો હૈયામાં કાયમી સ્થાન આપ્યું- પ્રભુની તારી દયાનો તો કોઈ પાર નથી.

એટલે તો કહ્યું છે ને કે હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે…. વાહ પ્રભુ વાહ..! તારી લીલાનો કોઈ પાર નથી.

પાંચ હજાર ઉપરાંત વર્ષો થયાં છતાં શ્રીકૃષ્ણને હજુ પૂરેપૂરા કોઈ સમજી શક્યું જ નથી. અને સમજવા માટે દિવ્યદ્રષ્ટિ જોઈએ, અને પરમાત્મા ની અમીદ્રષ્ટિ હોય તો જ આ દ્રષ્ટિ મળે….! ગોકુળમાં એ ભક્તિ સ્વરૂપે, મથુરામાં એ શક્તિ સ્વરૂપે, કુરૂક્ષેત્રમાં એ જ્ઞાન સ્વરૂપે, દ્વારકામાં એ કર્મયોગ સ્વરૂપે, ભક્તોના હૃદયમાં ભગવાન સ્વરૂપે તે આજે પણ હાજરાહજૂર છે.

ભરી સભામાં દ્રૌપદીના ચીર જેવું છે જીવન ;

રોજ લંબાય છે ને કૃષ્ણ લાજ રાખ્યે જાય છે !

પ્રભુ ! કેવું સરસ મોકલે છે, હું પળ માગું છું ને એ વરસ મોકલે છે ! સાચી શ્રદ્ધા ચમત્કાર સર્જે છે. જીવનમાં અગણિત મુશ્કેલીઓ આવી પણ આખી જિંદગીમાં શ્રીકૃષ્ણ એકવાર પણ રડયા નથી એ જ એમની પ્રભુતાનું રહસ્ય છે.

સર્વ સાધનશૂન્સ્થ સાધનં કૃષ્ણ એવ તુ;

તસ્માત્ સર્વાત્માના નિત્યં શ્રીકૃષ્ણ: શરણંમમ્।।

યત્ર યોગેશ્વર: કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર;

તત્ર શ્રી વિજયો ભૂતિધ્રુવા નીતિર્મતિર્મમ।।

– સાભાર આનંદ ભટ્ટ (અમર કથાઓ ગ્રુપ)