અહીં આવેલું છે ભગવાન શ્રીકૃષ્ણનું રહસ્યમયી મંદિર, શ્રીકૃષ્ણ અને રાધાજી દરરોજ અહીં આવે છે.

0
756

શ્રીકૃષ્ણ અને રાધાજી અહીં રોજ રાસ રમવા આવે છે, મંદિરના દરવાજા પણ જાતે ખુલે છે અને જાતે જ બંધ થઈ જાય છે.

કૃષ્ણનગરી વૃંદાવનમાં એક એવું મંદિર છે, જેને લઈને એવું માન્યતા છે કે આજે પણ ભગવાન શ્રીકૃષ્ણ અહીં રોજ આવે છે. આ મંદિરનું નામ રંગમહેલ મંદિર છે (Rangmahal Temple Vrindavan). વૃંદાવનનું આ ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. આ મંદિરને લઈને લોકો વચ્ચે એવી આસ્થા છે કે, ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રી રાધા રોજ રાત્રે અહીં રાસ રમવા આવે છે.

અહીંના પૂજારીઓ જણાવે છે કે, રંગમહેલ મંદિરનો દરવાજો રોજ સવારે પોતાની મેળે જ ખુલે છે, અને રોજ રાત્રે દરવાજો જાતે જ બંધ થઈ જાય છે. એવું કહેવાય છે કે, ભગવાન શ્રીકૃષ્ણ અહીં આવીને ભોગ ગ્રહણ કરી શકે તેના માટે અહીં માખણ રાખવામાં આવે છે.

ભગવાન શ્રીકૃષ્ણ રાતના આરામ માટે આવે છે : અહીં રહેતા પૂજારીઓ જણાવે છે કે, શ્રીકૃષ્ણ અને રાધાજી દરરોજ અહીં સૂવા માટે આવે છે. તેથી જ તેમના માટે દરરોજ પથારી કરવામાં આવે છે. પૂજારીઓના કહેવા પ્રમાણે, સવારે પથારી પર પડેલી કરચલીઓ જોઈને એવું લાગે છે કે ભગવાન ચોક્કસથી અહીં રાતના આરામ માટે આવ્યા હતા. અહીં શ્રુંગારની વસ્તુઓ પણ રોજ વેરવિખેર જોવા મળે છે. આ સિવાય રાત્રીના સમયે રાખેલ ભોગ ખાવામાં આવયો હોય એવું દેખાય છે.

ભગવાન શ્રીકૃષ્ણ નિધિ વનમાં રાસ રમવા આવે છે : આ મંદિરની નજીક એક જંગલ છે, જે નિધિ વન તરીકે ઓળખાય છે. આ જંગલ પણ ખૂબ જ રહસ્યમય સ્થળ છે. લોકો કહે છે કે ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીરાધા મધરાત્રી પછી નિધિ વનમાં રાસ રમે છે. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ રાધાજી સાથે રાસ રમે છે, ત્યાં લોકોને રહેવાની મંજૂરી નથી.

સંતાઈને જોવાનો પ્રયાસ કર્યો તો પાગલ થઈ ગયા : પૂજારી જણાવે છે કે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ રાસ રમે છે ત્યાં બે વ્યક્તિઓએ સંતાઈને ભગવાનને જોવાનું વિચાર્યું હતું, પરંતુ બીજા દિવસે સવારે બંને પાગલ થઈ ગયા હતા. તેમાંથી એક સંત હતા જેમની સમાધિ અહીં બનાવવામાં આવી છે.

રાત્રે પક્ષીઓ પણ અહીં રોકાતા નથી : આ જગ્યાની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે અહીં તમે દિવસ દરમિયાન પક્ષીઓને જોઈ શકો છો, પરંતુ તેઓ રાત પડયા પછી નીકળી જાય છે. એવું માનવામાં આવે છે કે, અહીં જે કોઈ સાચા મનથી માંગે છે, તેમની દરેક મનોકામના પૂરી થાય છે.

(નોંધ – અહીં આપેલી તમામ માહિતી માન્યતાઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.