જ્યારે યુધિષ્ઠિર શ્રી કૃષ્ણના દ્વારકા જવાના નિર્ણયને લીધે નિરાશ થયા, ત્યારે શ્રી કૃષ્ણએ તેમને શું સમજાવ્યું

0
404

મહાભારતનું યુદ્ધ પૂરું થયું હતું. પાંડવો જીતી ગયા હતા અને યુધિષ્ઠિર રાજા બનવાના હતા. એ પછી શ્રી કૃષ્ણએ વિચાર્યું કે અહીં મારી ભૂમિકા પૂરી થઈ ગઈ છે. મારે દ્વારકા પરત જવું જોઈએ.

જ્યારે શ્રી કૃષ્ણએ પાંડવોને જવાની વાત કરી, ત્યારે કુંતીએ તેમને રોકવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ શ્રી કૃષ્ણ તેમની ફોઈ કુંતીને સમજાવી ચુક્યા હતા. જ્યારે તેઓ પોતાના મહેલમાં પાછા ફર્યા ત્યારે યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને ત્યાં રોક્યા અને કહ્યું, ‘અમારી માતા તમને રોકાવા માટે કહી રહી છે અને હું પણ તમને રોકાવા માટે ખાસ વિનંતી પણ કરું છું, કારણ કે હું અત્યારે ખૂબ જ પરેશાન છું.’

શ્રી કૃષ્ણ બોલ્યા, ‘રાજન, તમે અત્યારે આટલું મોટું યુદ્ધ જીતી ગયા છો, તમે રાજા બની ગયા છો. હવે શું સમસ્યા છે?’

યુધિષ્ઠિરે જવાબ આપ્યો, ‘મને આ સિંહાસન મારા જ લોકોના મ-રૂ-ત-દે-હ પર ચઢીને મળ્યું છે. મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે સત્તા આટલી પીડા આપશે. મારુ હવે મન નથી લાગતું. આ સિંહાસન સારું નથી લાગતું. વિજયનું આવું સ્વરૂપ હશે એવું મેં વિચાર્યું પણ નહોતું.

શ્રી કૃષ્ણએ સ્મિત સાથે કહ્યું, ‘રાજા બનવું મુશ્કેલ છે. તમારે ધર્મ બચાવવાનો હતો અને પછી તમારે આ સિંહાસન મળવાની હતી. એટલે એવું તો થશે જ. યુધિષ્ઠિર યાદ રાખજો કે દરેક જીતની પાછળ હાર હોય છે. એ હાર વિશે વિચારો અને ભવિષ્ય માટે બોધપાઠ લો.

તમે કહો છો કે તમારા સંબંધીઓ યુદ્ધમાં મા-ર્યા-ગ-યા. ભાઈઓ મા-ર્યા-ગ-યા છે. તમને પોતાની વહુઓની ચીસો સંભળાઈ રહી છે, તો આ બધું તો યુદ્ધમાં થાય જ છે. દરેક જીત એ યુદ્ધ છે. જ્ઞાની વ્યક્તિ એ છે, જે વિજય પછી આવતા દુઃખમાંથી શીખીને આગળ વધે છે.

નહિ તો વ્યક્તિ જીતીને પણ હારશે. તેથી વિજયનો વિચાર કરો. જેઓ જીતને સમજ્યા વિના જ જીતનો આનંદ માણવા લાગે છે, તેમની હાલત હારેલા જેવી થઈ જાય છે.

યુધિષ્ઠિરે કહ્યું કે, તે આ બાબતને સમજી ગયા છે. પરંતુ શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને જોઈને સમજી ગયા કે તે હજી સુધી આ બાબતને સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી. શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું, ‘આપણે ભીષ્મ પાસે જવું જોઈએ, માત્ર તેઓ જ તમને રાજ ધર્મ કેવી રીતે કરવો તે ખૂબ સારી રીતે સમજાવી શકશે.’

બોધ : જીવનમાં જ્યારે પણ આપણને સફળતા મળે છે ત્યારે આપણને ખુશી મળે છે, પરંતુ તેની સાથે આપણા જીવનમાં નવા અવરોધો પણ આવવા લાગે છે. વ્યક્તિએ આ અવરોધોમાં ફસાઈ ન જવું જોઈએ, તેમાંથી શીખવું જોઈએ અને આગળ વધવું જોઈએ. સફળતાનો આનંદ માણો અને તૈયાર રહો, કારણ કે આગળ મોટી સમસ્યાઓનો સામનો કરવાનો છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.